માણેક ચોક

વિકિપીડિયામાંથી
માણેક ચોકની સવાર

માણેક ચોકઅમદાવાદનો જૂનો શહેરી વિસ્તાર છે. તે ઐતહાસિક ઇમારતોથી ઘેરાયેલો છે. સવારમાં તે શાકભાજીની બજાર, બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે.[૧]

નામ[ફેરફાર કરો]

માણેક ચોકનું નામ સંત માણેકનાથ પરથી પડ્યું છે જેમણે અહમદશાહને ૧૪૧૧માં ભદ્રનો કિલ્લો બાંધતા અટકાવેલો અને પછીથી મદદ કરેલી.[૧][૨][૩][૪]

માણેક ચોક[ફેરફાર કરો]

આ ચોક સવાર દરમિયાન શાકભાજી બજાર તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બપોર દરમિયાન ઘરેણાં બજાર હોય છે, જે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે, જ્યાં દિવસ દરમિયાન ૩૦ લાખ રૂપિયાનો ધંધો થાય છે. જોકે માણકે ચોક રાત્રિના ૯.૩૦ પછી ત્યાં ભરાતા ખાણીપીણી બજાર માટે લોકપ્રિય છે, જે મધ્ય રાત્રિ સુધી ખૂલ્લું રહે છે.[૫][૬]

સ્થાપત્યો[ફેરફાર કરો]

માણેકચોક નજીક વેચાતો મુખવાસ

નજીકમાં કેટલાંક ઐતહાસિક સ્થાપત્યો આવેલા છે.

બાબા માણેકનાથ મંદિર[ફેરફાર કરો]

માણેક ચોકમાં સંત માણેકનાથની સમાધિના સ્થળે મંદિર આવેલું છે.

બાદશાહનો હજીરો[ફેરફાર કરો]

અહીં બાદશાહી શાસન દરમિયાન પુરુષ સભ્યોને દફન કરવામાં આવતા હતા. અમદાવાદના સ્થાપક અહમદશાહની કબર અહીં આવેલી છે. અહીં સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવતો નથી અને પુરુષોએ અહીં દાખલ થતા પહેલાં માથા પર કોઇ વસ્ત્ર પહેરવું ફરજિયાત છે. માર્ગની બીજી બાજુએ કેટલાંક મંત્રીઓની કબર પણ આવેલી છે.જે માણેક ચોકની જમણી બાજુએ આવેલી છે.[૧]

રાણીનો હજીરો[ફેરફાર કરો]

અહમદશાહની રાણીની કબર (૧૮૬૬)

રાણીનો હજીરો (અથવા રાણીની કબર), જ્યાં રાજવી કુળના સ્ત્રી સભ્યોને દફન કરવામાં આવતા હતા એ હવે સ્ત્રીઓનાં પોશાક, ઘરેણાં અને અન્ય વસ્તુઓનું બજાર છે. ગરબાના પરંપરાગત વસ્ત્રો અહીં મળે છે. ઘણાં પ્રકારના મુખવાસની દુકાનો અહીં આવેલી છે. રાણીનો હજીરો માણેક ચોકથી પૂર્વ દિશાએ આવેલો છે.[૧]

અમદાવાદ શેરબજાર ઇમારત[ફેરફાર કરો]

અમદાવાદ શેરબજારની ઇમારત

અમદાવાદ શેરબજારની સ્થાપના ૧૮૯૪માં થઇ હતી. મુંબઇના (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) શેરબજાર પછી તે ભારતમાં સૌથી જૂનું શેરબજાર છે. અહીં શેરબજારનું કામકાજ ૧૯૯૬ સુધી ચાલતું હતું. આ ઇમારત ૯૩ વર્ષ જૂનાં અંગ્રેજી સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે.[૭][૮][૯][૧૦]

મૂહર્ત પોળ[ફેરફાર કરો]

મૂહર્ત પોળ એ અમદાવાદની પ્રથમ પોળ હતી. જૈનો અહીં ૧૪૫૦ની આસપાસ સ્થાયી થયા હતા. પોળની અંદર શીતલનાથ જૈન દેરાસર અને ધોળેશ્વર મહાદેવ મંદિર એમ બે મંદિરો આવેલા છે.[૧][૧૦]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Desai, Anjali H., સંપાદક (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૯૩–૯૪. ISBN 9780978951702.
  2. More, Anuj (૧૮ ઓક્ટોબર ૨૦૧૦). "Baba Maneknath's kin keep alive 600-yr old tradition". The Indian Express. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
  3. "Flags changed at city's foundation by Manek Nath baba's descendants". The Times of India. TNN. ૭ ઓક્ટોબર ૨૦૧૧. મૂળ માંથી 2013-04-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
  4. Ruturaj Jadav and Mehul Jani (૨૬ ફેબ્રુઆરી ૨૦૧૦). "Multi-layered expansion". Ahmedabad Mirror. AM. મૂળ માંથી 2009-12-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
  5. "Manek Chowk". Government of Gujarat. Tourism Corporation of Gujarat. ૭ ડિસેમ્બર ૨૦૧૫. મૂળ માંથી 2017-02-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
  6. Jani, Mehul (૧૪ એપ્રિલ ૨૦૧૧). "Manek Chowk fights off its 'MAHA' Clone". Ahmedabad Mirror. AM. મૂળ માંથી 2013-04-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
  7. "Old stock exchange building at Manek Chowk to be sold". The Times of India. Ahmedabad. TNN. ૬ જૂન ૨૦૧૨. મૂળ માંથી 2013-04-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
  8. Dhomse, Himansh (૭ જુલાઇ ૨૦૧૨). "Veterans rue loss of Ahmedabad's Manekchowk building". Daily News and Analysis. DNA. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
  9. Soni, Nikunj (૨૦ ફેબ્રુઆરી ૨૦૧૧). "Heritage lovers root for Ahmedabad Stock Exchange's Manekchowk building". Daily News and Analysis. DNA. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
  10. ૧૦.૦ ૧૦.૧ Ruturaj Jadav and Mehul Jani (૫ ફેબ્રુઆરી ૨૦૧૦). "Amdavad's First Pol". Ahmedabad Mirror. AM. મૂળ માંથી 2009-12-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]