એલિસ બ્રિજ (વિસ્તાર)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
એલિસ બ્રિજ
વિસ્તાર
દેશ  India
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
Government
 • સમિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ભાષાઓ
 • અધિકૃત ગુજરાતી, હિંદી
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિન કોડ ૩૮૦૦૦૬
ટેલિફોન કોડ ૯૧ ૭૯
લોક સભા વિસ્તાર અમદાવાદ પશ્ચિમ
વિધાન સભા વિસ્તાર એલિસ બ્રિજ
નાગરિક સેવાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મા. જે. પુસ્તકાલય

એલિસ બ્રિજ અમદાવાદમાં આવેલો એક વિસ્તાર છે.[૧]

વિસ્તાર[ફેરફાર કરો]

એલિસ બ્રિજ વિસ્તારનું નામ એલિસ બ્રિજ પરથી પડ્યું છે. આ વિસ્તાર સાબરમતી નદીના કાંઠે આવેલો છે. સાબરમતી નદીની પશ્ચિમે શહેરી કોટ વિસ્તારની બહાર વિકાસ પામેલો આ પ્રથમ વિસ્તાર હતો. આ વિસ્તારમાં રહેણાંક વિસ્તારો, ચિકિત્સાલયો અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. શહેરનો ટાઉનહોલ અને વાડીલાલ સારાભાઇ (વી.એસ.) હોસ્પિટલ અહીં આવેલી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં, ગુજરાત કોલેજ, ગુજરાત ઇનસ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ અને લૉ કોલેજ અહીં આવેલી છે. સાબરમતી નદીના કિનારાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શાળાઓ આવેલી છે. ધ વેસ્ટેન્ડ, રેડિસન હોટેલ, ઇંદર રેસિડેન્સી, હોટલ શાલિન શ્યુટ્સ, હોટેલ નાલંદા, હોટેલ શિકાગો વગરે હોટેલ અહીં આવેલી છે. જોવાલાયક સ્થળોમાં લૉ ગાર્ડન અને લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજીનો સમાવેશ થાય છે. મા. જે. પુસ્તકાલય શહેરના મુખ્ય પુસ્તકાલયોમાં એક ગણાય છે. એલિસ બ્રિજ જીમખાના અને ઓરિએન્ટલ ક્લબનો અહીં આવેલી આનંદપ્રમોદની ક્લબમાં સમાવેશ થાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]