લખાણ પર જાઓ

પરિમલ ઉદ્યાન

વિકિપીડિયામાંથી
પરિમલ ઉદ્યાન
પરિ ત્રિકમલાલ ભોગીલાલ મ્યુનિસિપલ રિક્રિએશન પાર્ક
ફુવારા,તાડના ઝાડ અને આર્બર
બગીચામાં રહેલ ફુવારા,તાડના ઝાડ અને આર્બર
નકશો
વધુ માહિતી માટે નકશો ક્લિક કરો
પ્રકારશહેરી ઉદ્યાન
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°01′13″N 72°33′22″E / 23.0203°N 72.5561°E / 23.0203; 72.5561Coordinates: 23°01′13″N 72°33′22″E / 23.0203°N 72.5561°E / 23.0203; 72.5561
વિસ્તાર8.5 acres (34,000 m2)
સ્થાપના૧૯૬૦
Openસવારે ૬થી રાતે ૧૦
Waterતળાવ
Parkingછે
જાહેર પરિવહનઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ

પરિમલ ઉદ્યાન, જે સત્તાવાર રીતે પરિ ત્રિકમલાલ ભોગીલાલ મ્યુનિસિપલ રિક્રિએશન પાર્ક તરીકે ઓળખાય છે,[૧] એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલું એક શહેરી ઉદ્યાન છે. તે 8.5 acres (34,000 m2) વિસ્તારમાં ફેલાયેલું છે. આ બગીચો ૧૯૬૦માં શરૂ થયો હતો, અને ૧૯૯૮ અને ૨૦૨૧માં તેનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. આ ઉદ્યાનમાં તળાવ, ચાલવાના રસ્તા, ખુલ્લો રંગમંચ તથા કસરત અને રમતગમતની સુવિધાઓ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બગીચામાં આવેલા જૂનું વડ

૧૯૫૦ના દાયકાના અંતભાગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર ચિનુભાઈ ચીમનલાલે શહેરમાં ઉદ્યાનો સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી હતી.[૨] તેમણે ઉદ્યોગપતિ જયંતિલાલ ભીખાભાઈ, કે.એમ. કાતાવાલા, એમ. ડી. રાજપાલ અને અન્ય લોકો દ્વારા ભંડોળ અને સહયોગ મેળવ્યો.[૨] ૧૯૪૦ના દાયકાની નગર આયોજન યોજનામાં દર્શાવેલ જૂના વડ અને તેની આસપાસનો પાણી ભરાતો વિસ્તાર ઉદ્યાનના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.[૨] આ નીચાણવાળી, જમીનમાં વારંવાર પાણી ભરાઈ જતું હતું અને તેનું તળાવ બનતું હતું. [૨] આ વિસ્તારમાં ઘણા આંબાના વૃક્ષોએ હોઈ આ વિસ્તારનું નામ આંબાવાડી પડ્યું છે.[૩][૪] બગીચો ૧૯૬૦માં શરૂ થયો હતો.[૧]

૧૯૯૫માં ટોરેન્ટ ગ્રૂપ દ્વારા બગીચાની જાળવણી અને વિકાસ હાથ ધરવામાં આવ્યો તે પહેલાં બગીચાની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી.[૩][૫] સ્થપતિ કમલ મંગળદાસે ૧૯૯૮માં નવો સ્થળનકશો તૈયાર કર્યો હતો.[૨][૬] સ્થાપત્યોની રચના દેવેન્દ્ર શાહે તૈયાર કરી હતી જ્યારે ભૂદૃશ્યરચના પ્રેમ ભોજનગરવાલાએ અને ઉદ્યાન સુશોભનની રચના અર્જુન મંગળદાસે કરી હતી.[૨][૬] આ પુનર્વિકાસ ફેબ્રુઆરી ૨૦૦૦માં પૂર્ણ થયો હતો.[૫] તે સમયના કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું.

૨૦૨૧માં ટોરેન્ટ ગ્રૂપ સાથે સંકળાયેલ યુ. એન. મહેતા ફાઉન્ડેશનની આગેવાનીમાં અને કોર્પોરેશનના સહયોગથી બગીચાનો પુનર્વિકાસ શરૂ થયો. આ વિકાસ યુ. એન. મહેતા ફાઉન્ડેશનની "પ્રતિતિ" યોજના અંતર્ગત કરવામાં આવ્યો હતો. સ્થપતિ અનિકેત ભાગવત દ્વારા ૧૨ crore (US$૧.૬ million)ના ખર્ચે આ કામ કરવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બગીચાનું ફરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૯ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.[૩][૭][૮][૯]

સ્થાપત્ય અને સુવિધાઓ[ફેરફાર કરો]

બગીચામાં આવેલી ઈંટની ચીમનીઓ શહેરના કાપડ ઉદ્યોગના ભૂતકાળના યુગનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચીમનીઓ પર ધાતુના ભંગારમાંથી બનાવેલ વાંદરાઓના કલાત્મક નમૂના મૂકેલા છે.

બગીચાના કેન્દ્રમાં કમળનું તળાવ છે જેમાં માછલીઓ છે અને તેની આસપાસ અંદાજે સો જેટલા બાંકડા છે. અહીં ચાલવાના રસ્તા, ઔષધ ઉદ્યાન, રમતગમત સુવિધા, આઠ ઘાસ આચ્છાદિત ભૂમિ, પાલતુ પ્રાણી માટેનો બગીચો અને શૌચાલયની સુવિધા પણ છે.[૩][૭]

આ બગીચો 8.5 acres (34,000 m2) વિસ્તારમાં ફેલાયેલો છે[૭] જેમાં 13,000 square feet (1,200 m2) માં ફેલાયેલી યોગ અને ધ્યાન માટેની જગ્યા છે અને 1,450 square feet (135 m2) માં ફેલાયેલી પ્રદર્શન જગ્યા પણ છે. અંહી બે માળનું કસરત માટેનું અખાડા છે, જેમાં એક માળ મહિલાઓ માટે અને બીજો પુરૂષો માટે છે.[૩][૭][૧૦] [૧૧] અહીંના ખુલ્લા રંગમંચની ક્ષમતા ૨૫૦ લોકોની છે.છે[૧૧]

બગીચામાં આવેલી ઈંટની ચીમનીઓ શહેરના કાપડ ઉદ્યોગના ભૂતકાળના યુગનું પ્રતિનિધિત્વ કરે છે. તેના પર વડોદરા સ્થિત કલાકાર પ્રેમકુમાર વૈશ્ય (ડેવિડ) દ્વારા ધાતુના ભંગારમાંથી બનાવેલ વાંદરાઓના કલાત્મક નમૂના મૂકવામાં આવ્યા છે.[૨] ૨૦૨૧ના પુનર્વિકાસમાં આ ઈંટની ચીમનીઓ અને બોગનવિલે આર્બરને યથાસ્થિતિ જાળવી રાખવામાં આવ્યા હતા. તે સમયે ૪૫ પ્રજાતિઓના ૬૦૦થી વધુ વૃક્ષો અને ૧૨૫ પ્રજાતિઓના ૭,૫૦૦ છોડ વાવવામાં આવ્યા હતા. વાંસ અને તાડના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા.[૨][૭] બગીચામાં એક જૂનું વડ છે. [૭][૧૨][lower-alpha ૧]

ફોટા[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધો[ફેરફાર કરો]

 1. વડની ઉંમર ગુજરાત સમાચાર મુજબ ૪૦૦ વર્ષ અને ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા મુજબ ૮૦ વર્ષ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Limbochiya, S. P.; Patel, Dr R. S. (2018-05-05). "Tree Diversity of Parimal Garden, Ahmedabad, Gujarat, India". Research & Reviews: Journal of Botany (અંગ્રેજીમાં). 1 (3): 18–20. doi:10.37591/rrjob.v1i3.738.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ "Rejuvenating the Past: The Restoration of Parimal Garden, Ahmedabad - Est. 1960s" (PDF). LEAF, the research arm of M/s Prabhakar B. Bhagwat. January 2023. મેળવેલ 2023-07-31 – Landscape India વડે.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ Mishra, Rashi (2022-08-08). "Redeveloped Parimal garden to be open to public today". The Indian Express (અંગ્રેજીમાં). મૂળ માંથી 6 August 2023 પર સંગ્રહિત. મેળવેલ 2023-07-30.
 4. "Bring back the mangoes". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). 2017-09-27. મેળવેલ 2023-08-13.
 5. ૫.૦ ૫.૧ "A haven amid concrete jungle". The Times of India. 2002-07-22. ISSN 0971-8257. મેળવેલ 2023-08-13.
 6. ૬.૦ ૬.૧ "Development of Parimal Garden | Kamal Mangaldas Architect". kamalmangaldas.net. મેળવેલ 2023-07-30.
 7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ ૭.૫ "૬૦ વર્ષ જૂના પરિમલ ગાર્ડનને મળ્યું નવું સ્વરૂપ" [60 years old Parimal Garden gets makeover]. ગુજરાત સમાચાર. 2022-08-09. મૂળ માંથી 2023-08-06 પર સંગ્રહિત. મેળવેલ 2023-07-30.
 8. "અમદાવાદ / પરિમલ ગાર્ડનની કાયા પલટ: બે માળના હાઇટેક જિમ્નેશિયમથી લઇને સ્પોર્ટઝોન સુધીની સુવિધા, આવતીકાલે CMના હસ્તે ઉદ્ઘાટન". VTV Gujarati. 2023-08-08.
 9. Upadhyay, Punit (2022-08-08). "12 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ:અમદાવાદમાં એમ્ફિ થિયેટર, પૅટડોગ માટે સ્પેસ, જિમ, યોગ પેવેલિયન સાથે પરિમલ ગાર્ડન 9મીથી શરૂ થશે". Divya Bhaskar.
 10. "Parimal Garden to house two-storeyed gymnasium". The Times of India. 2021-12-18. ISSN 0971-8257. મેળવેલ 2023-07-31.
 11. ૧૧.૦ ૧૧.૧ "Ahmedabad: Parimal Garden gets overhaul". The Times of India. 2021-06-17. ISSN 0971-8257. મેળવેલ 2023-07-31.
 12. "Discovering green heritage". The Times of India. 2010-04-04. ISSN 0971-8257. મેળવેલ 2023-08-08.