આંબલી (તા. દસ્ક્રોઇ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આંબલી
—  ગામ  —
કમલેશ્વર મહાદેવ મંદિર, આંબલી
કમલેશ્વર મહાદેવ મંદિર, આંબલી

આંબલીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′39″N 72°28′52″E / 23.0274°N 72.4811°E / 23.0274; 72.4811
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આંબલી (તા. દસ્ક્રોઇ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા અમદાવાદ શહેર તાલુકામાં આવેલું એક ગામ છે. આબંલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં એક મોટા છાપખાનાની પણ સુવીધા છે. અમદાવાદ શહેરના નવા સીમાંકન મુજબ આંબલી ગામ હવે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવે છે.

આંબલીમાં આવેલા પ્રખ્યાત સ્થળો[ફેરફાર કરો]

આંબલી ગામના તળાવને કાંઠે કમલેશ્વર મહાદેવ તેમજ તેની બાજુમાં હનુમાનજી, આઇશ્રી ખોડીયાર માતાજી અને રામદેવપીરના પણ ધાર્મિક સ્થળો આવેલ છે. તા ૨૯ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય સરકારે અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નિર્ણય કર્યો હતો એમાં આંબલી ગામના આ તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.[૧]

સામાજીક સંસ્થાઓ[ફેરફાર કરો]

  • વૃદ્ધાશ્રમ
  • મંદ બુદ્ધિના બાળકોને શિક્ષણ આપતી સંસ્થા
  • ભુદરદાસ હોલ
અમદાવાદ શહેર (પશ્ચિમ) તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવને પીકનીક સ્થળ તરીકે વિકસાવાશે".