રાણીપ

વિકિપીડિયામાંથી
રાણીપ
—  ગામ  —
રાણીપનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°06′09″N 72°33′12″E / 23.10255°N 72.553439°E / 23.10255; 72.553439
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો દસ્ક્રોઇ
વસ્તી ૧,૮૭,૫૭૩ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

રાણીપ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા અમદાવાદ સિટી તાલુકામાં આવેલું એક ગામ છે.

રાણીપ છેલ્લાં દસ વર્ષથી બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમા રાણીપ ગામનો ખુબજ સારો વિકાસ થયેલ છે. કાળીગામ નજીકનો ભાગ નવું રાણીપ તરીકે ઓળખાય છે અને ત્યાં નવી વસાહતો બની રહી છે. રાણીપ ગામ વર્ષ ૨૦૦૯ થી અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવી લેવામા આવ્યુ છે. બેન્ક, શોપિંગ સેન્ટર્સ, એટીએમ સુવિધાઓ, પુસ્તકાલય, બાગ-બગીચા, હેલ્થ ક્લબ, સાયબર કાફે વગેરે જેવી સુવિધાઓ હવે રાણીપ ગામમાં સુગમતાથી મળી રહી છે.

વસ્તી[ફેરફાર કરો]

ભારતની ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ, રાણીપની વસ્તી ૮૭,૫૭૩ હતી. આમાં પુરષો ૫૪ ટકા અને સ્ત્રીઓ ૪૬ ટકા હતી. રાણીપનો સરેરાશ સાક્ષરતા દર ૮૨ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫ ટકા કરતાં ઉંચો છે. પુરુષોનો સાક્ષરતા દર ૮૫ ટકા જ્યારે સ્ત્રીઓનો સાક્ષરતા દર ૭૮ ટકા છે. રાણીપમાં, ૧૦ ટકા વસ્તી ૬ વર્ષથી નીચેનાં બાળકોની છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

રાણીપ ૧૯૭૦ સુધી અમદાવાદની પાસે આવેલું એક ગામ હતું. વાસ્તવમાં ૧૩૨ ફીટ રિંગ રોડનો વિકાસ થયો ત્યાં સુધી તે એક ગામ જ હતું. રાણીપ તેના વિકાસ પહેલાં ભારે વરસાદમાં વારંવાર વિખૂટું પડી જતું હતું. હવે તે, શહેરની મધ્યમાં ગણાય છે.

દસ્ક્રોઇ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન