કુબડથલ ગામ એ અપભ્રંશ થયેલુ નામ છે, વર્ષો પુર્વે કુબા નામના 'નાંગોહ (રાઠોડ)' શાખના રબારીએ આ સ્થળે વસવાટ કરી ગામ વસાવેલુ, તેથી આ ગામ કુબાથળ (સ્થળ)ના નામે ઓળખાતુ. જે પાછળથી અપભ્રંશ થતાં કુબડથલ નામે ઓળખવામાં આવે છે. કુબા રબારીના વંશજો હાલમાં પણ કુબડથલમાં વસે છે.[સંદર્ભ આપો]