લખાણ પર જાઓ

લોકમાન્ય ટિળક ઉદ્યાન

વિકિપીડિયામાંથી
લોકમાન્ય ટિળક ઉદ્યાન
વિક્ટોરિયા ગાર્ડન
વિહંગ નજરે ઉદ્યાનનું દૃશ્ય
નકશો
ઉદ્યાનનું અમદાવાદમાં સ્થાન
પ્રકારશહેરી ઉદ્યાન
સ્થાનઅમદાવાદ, ભારત
અક્ષાંશ-રેખાંશ23°01′17″N 72°34′45″E / 23.0214°N 72.5792°E / 23.0214; 72.5792
વિસ્તાર28,260 square metres (304,200 sq ft)
ખૂલ્યું મૂકાયેલ૧૯૦૫
નામ વ્યુત્પત્તિલોકમાન્ય ટિળક
માલિકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલનયુ. એન. મહેતા ફાઉન્ડેશન
મુલાકાતીઓ૧૦-૧૧ લાખ (૨૦૨૩માં)[]
Open6am-12:30pm, 2pm-10:30pm
પુરસ્કારોસીટી બ્યુટી કોમ્પિટીશન - ગ્રીન સ્પેસ[]
Parkingહા
જાહેર પરિવહનએ.એમ.ટી.એસ.
બી.આર.ટી.એસ.
સુવિધાઓવોકવે, સેન્ટ્રલ લોન, બેન્ડસ્ટેન્ડ, ફોરેસ્ટ વોક, ભુલભુલામણી બગીચો, બાળકોનો રમવાનો વિસ્તાર અને નાગરિક સુવિધાઓ

લોકમાન્ય ટિળક ઉદ્યાન, જે અગાઉ વિક્ટોરિયા ગાર્ડન તરીકે ઓળખાતો હતો,[] એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે આવેલ એક શહેરી ઉદ્યાન છે. રાણી વિક્ટોરિયાની હીરક જયંતિની ઊજવણીની યાદમાં ૧૮૯૭માં તેની દરખાસ્ત કરવામાં આવી હતી અને ૧૯૦૫માં તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં લોકમાન્ય ટિળક અને મહાગુજરાત ચળવળને સમર્પિત સ્મારકો સહિત અન્ય કેટલાક સ્મારકો આવેલા છે. ૨૦૨૧માં તેનું પુનઃનિર્માણ અને નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તેમાં ઉદ્યાનપથ (વોક-વે), સેન્ટ્રલ લોન, બેન્ડસ્ટેન્ડ, ફોરેસ્ટ વોક, ભુલભુલામણી બગીચો, બાળકોનો રમવાનો વિસ્તાર અને નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ ઉદ્યાન એલિસ બ્રિજના પૂર્વ છેડે આવેલો છે, જે સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વિકસતા નવા શહેર સાથે પૂર્વ કિનારે જૂના અમદાવાદને જોડે છે.[][] તે ભદ્રના કિલ્લા, જૂની જુમા મસ્જિદ, સીએનઆઇ ચર્ચ, આઇરિશ પ્રેસ્બીટેરિયન મિશન હાઈસ્કૂલ અને પુલની પેલે પાર ટાઉન હોલની નજીક આવેલો છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

રાણી વિક્ટોરિયાની હીરક જયંતિ નિમિત્તે ૩૧ મે ૧૮૯૭ના રોજ શહેરના કુલિન વર્ગના નાગરિકોના જૂથ દ્વારા આ ઉદ્યાનની દરખાસ્ત કરવામાં આવી હતી.[][][] જૂના જેલ ઉદ્યાનની જમીન બ્રિટિશ સરકાર દ્વારા ૧૯૦૧માં અમદાવાદ મ્યુનિસિપાલિટીને સોંપવામાં આવી હતી.[][] આ માટે જરૂરી ભંડોળ પ્રજા અને સરકાર પાસેથી એકઠું કરવામાં આવ્યું હતું.[] તેનો ભૂમિપૂજન સમારોહ ૯ જાન્યુઆરી ૧૯૦૨ના રોજ યોજાયો હતો.[][] આ ઉદ્યાન ૧૯૦૫માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.[][] તેને ભારતના સૌથી જૂના ઉદ્યાનો પૈકીનો એક ગણવામાં આવે છે[] અને દેશના ત્રણ વિક્ટોરિયા ઉદ્યાન પૈકીનો એક છે; અન્ય ઉદ્યાન મુંબઈ અને કોલકાતામાં આવેલા છે.[][]

અમદાવાદ શહેર જ્યારે પ્લેગની ઝપેટમાંથી બહાર આવ્યું ત્યારે, ૧૩ ડિસેમ્બર ૧૯૧૭ના રોજ, ઉદ્યાનમાં એક ફેઇટ[upper-alpha ૧]નું આયોજન કરવામાં આવ્યું હતું.[][] ૨૭ નવેમ્બર ૧૯૧૮ના રોજ અહીં પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની ઉજવણી પણ કરવામાં આવી હતી.[][]

વર્ષોથી આ ઉદ્યાન ઉપેક્ષિત બન્યો હતો કારણ કે શહેર નદીની પશ્ચિમ બાજુએ વિકસ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર નદીકિનારે ખોવાઈ ગયો હતો.[] સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતા નવા રસ્તાઓ તેની ધાર પર બાંધવામાં આવતા તેણે આશરે ૨,૫૦૦ ચોરસ મીટર (૨૭,૦ ચોરસ ફૂટ) વિસ્તાર ગુમાવ્યો હતો.[]

ઑગસ્ટ ૨૦૨૧માં અનિકેત ભાગવતની આગેવાની હેઠળની લેન્ડસ્કેપિંગ ફર્મ, પ્રભાકર બી ભાગવતના ટોરેન્ટ જૂથની બિનનફાકારક શાખા, યુ. એન. મહેતા ફાઉન્ડેશનની પ્રતિતિ પહેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ ઉદ્યાનનું નવીનીકરણ અને નવેસરથી ડિઝાઈનિંગ કર્યું હતું. સ્મારકોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ઉદ્યાનની જૂની સુવિધાઓ જેમ કે જાહેર રેડિયો અને બેન્ડસ્ટેન્ડ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.[][][] પુનર્વિકાસ પાછળ ₹૧૦ કરોડનો ખર્ચ થયો હતો.[૧૦][૧૧]

સ્મારક

[ફેરફાર કરો]

રાણી વિક્ટોરિયાની પ્રતિમા

[ફેરફાર કરો]
હાલ સંસ્કાર કેન્દ્રમાં મૂકાયેલી રાણી વિક્ટોરિયાની ક્ષતિગ્રસ્ત પ્રતિમા

૭ જાન્યુઆરી, ૧૯૧૦ના રોજ ઉદ્યાનમાં રાણી વિક્ટોરિયાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને તેનું અનાવરણ અમદાવાદના તત્કાલીન કમિશનર શ્રી બેરોના હસ્તે કરવામાં આવ્યું હતું. કેરારા[upper-alpha ૨] આરસપહાણમાંથી બનાવાયેલી આ પ્રતિમા મુંબઇના શિલ્પકાર ગણપતરાવ કાશીનાથ મહાત્રે દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સાત ફૂટની આ પ્રતિમામાં ભરતકામની જટિલ કોતરણી, માથા પર મુગટ અને હાથમાં રાજદંડ સહિત રાજવી આસન પર બેઠેલી રાણી રાજવી પોષાકમાં નજરે પડે છે. પથ્થરની છતરી અને પ્રતિમાની પાછળ આવેલી શાહી ખુરશીની ઉંચી પીઠ ઠંડા-વાદળી ભારતીય આરસપહાણમાંથી બનાવવામાં આવી હતી.[][][][૧૨] બાદમાં કેટલાક ભાગોમાં ક્ષતિગ્રસ્ત થયેલી પ્રતિમાને સંસ્કાર કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. ખાલી છત્ર હજી પણ બગીચામાં અસ્તિત્વમાં છે.[][૧૩]

લોકમાન્ય ટિળકની પ્રતિમા

[ફેરફાર કરો]

૨૮ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ મહાત્મા ગાંધીએ ઉદ્યાનમાં લોકમાન્ય ટિળકની કાંસ્ય પ્રતિમાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેની રચના વડોદરાના મહાદેવ કાશીનાથ કોલ્હાટકરે કરી હતી. આ પ્રતિમા વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપાલિટી અને અંગ્રેજ વહીવટકર્તાઓ વચ્ચેના સંઘર્ષનો મુદ્દો હતો.[][૧૪][૧૫][૧૬] તેની કિંમત રૂ. ૧૫૦૦૦ હતી, જેમાંથી રૂ. ૧૦૦૦૦નો ફાળો અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવ્યો હતો અને બાકીનો હિસ્સો લોકો પાસેથી એકત્ર કરવામાં આવ્યો હતો. "સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે" એ સૂત્ર તેના આસન પર કોતરવામાં આવ્યું છે.[][૧૭]

મહાગુજરાત શહીદ સ્મારક

[ફેરફાર કરો]

૮ ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ અમદાવાદની કેટલીક કૉલેજના વિદ્યાર્થીઓ લાલ દરવાજા પાસે આવેલા સ્થાનિક કોંગ્રેસ ભવનમાં અલગ ભાષાકીય રાજ્યની માગણી કરવા ગયા હતા. પોલીસ ગોળીબારમાં પાંચથી આઠ વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં.[૧૮][૧૯] મહાગુજરાત આંદોલનની આ ઘટનાની યાદમાં ઉદ્યાનમાં મહાગુજરાત શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[][] આ સ્મારક કોંગ્રેસ ભવનથી દૂર હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ ભવનની નજીક જ્યાં વિદ્યાર્થીઓના મૃત્યું થયા હતા ત્યાં બીજું સ્મારક બનાવવામાં આવ્યું હતું.[૨૦][૧૯]

નાણાવટી સ્મારક ફુવારો

[ફેરફાર કરો]

ડૉ. બહેરામજી હોરમાસજી નાણાવટી રોયલ કોલેજ ઓફ સર્જન્સ (એફ.આર.સી.એસ.)ની ફેલોશિપ મેળવનારા શહેરના પ્રથમ સ્ત્રીરોગ નિષ્ણાત (ગાયનેકોલોજિસ્ટ) હતા. ધનબાઈ તેમનાં પત્ની હતાં. આ પારસી દંપતીને સંતાનોમાં બે પુત્રીઓ ફ્રેની અને ડૉ. બચુ તથા એક પુત્ર ફિરોઝ હતો. તેમના પુત્રનું લાડકું નામ બોલ હતું, જેનું ૨૬ ડિસેમ્બર ૧૯૧૦ના રોજ ૧૯ વર્ષની વયે અવસાન થયું હતું. તેના અવસાનના કારણ વિશે કોઈ માહિતી નથી.[][][૨૧] આ દંપતી દ્વારા તેમના પુત્ર ફિરોઝના મૃત્યુની યાદમાં ૧૯૧૨માં નાણાવટી સ્મારક ફુવારાનું દાન કરવામાં આવ્યું હતું.[][][૨૧] એએમસીના હેરિટેજ વિભાગ દ્વારા ૨૦૧૬માં તેનું ₹૪.૫ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.[૨૧]

પથ્થરના ફુવારામાં બાળકોની બારીક કોતરણી જોવા મળે છે. ફુવારાના કેન્દ્રમાં રહેલા થાંભલામાં એક પુરુષ ચહેરો છે જેને ફિરોઝનો માનવામાં આવે છે પણ તે વાત સાચી હોવાના પુરાવા નથી. ફુવારા પર આરસપહાણની બે તકતીઓ છે જેમાં અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં ફિરોઝને શ્રદ્ધાંજલિ આપેલ છે. તેમાં બાઇબલનું એક સૂત્ર "દિવસ ઉગે અને પડછાયા ભાગી ન જાય ત્યાં સુધી." પણ ટાંકવામાં આવ્યું છે.[૨૧]

સેવા (SEWA) તકતી

[ફેરફાર કરો]

૧૨ એપ્રિલ ૧૯૭૨ના દિવસે ઇલા ભટ્ટે અહીં મહિલાઓના એક જૂથની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેના પરિણામે સ્વ-રોજગાર મહિલા સંગઠન (સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિયેશન –સેવા)ની સ્થાપના થઈ હતી.[] ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ હિલેરી ક્લિન્ટને સેવા (SEWA)ની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ૨૦૨૨માં ભટ્ટ દ્વારા વાવવામાં આવેલા એક વડ નજીક એક તકતીનું અનાવરણ કર્યું હતું.[૨૨][૨૩]

સુવિધાઓ

[ફેરફાર કરો]

આ ઉદ્યાન લગભગ ૨૮,૨૬૦ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. કેટલાક ઐતિહાસિક સ્મારકો ઉપરાંત, તેમાં બેન્ડસ્ટેન્ડ સાથેનો કેન્દ્રીય ચોક છે. અન્ય સુવિધાઓમાં જૂનો વોટર ગાર્ડન, ઉદ્યાનપથ (વોક-વે), બેઠક વ્યવસ્થા, બાળકો માટેનું રમત ક્ષેત્ર, વોલીબોલ મેદાન, ઓપન વ્યાયામશાળા, ફુવારો, શૌચાલય, પાણીની ટાંકી અને પીવાના પાણીની સુવિધાનો સમાવેશ થાય છે. તેમાં વનપથ (ફોરેસ્ટ વૉક) અને ભુલભુલામણીનો ઉદ્યાન પણ છે. તેમાં ૨.૫ કિમી લાંબો જોગિંગ ટ્રેક છે. એવું કહેવામાં આવે છે કે આ બગીચામાં અમદાવાદમાં પ્રથમ જાહેર રેડિયો ટાવર સ્થાપિત કરવામાં આવ્યો હતો અને તે શહેરનો એકમાત્ર બગીચો છે જ્યાં હજી પણ જાહેર રેડિયો ટાવર છે.[][][૧૧][૨૪][] ભૂતકાળમાં તેની શૂટિંગ રેન્જ[upper-alpha ૩] અને રોકરી[upper-alpha ૪] હતી.[] બગીચામાં મઝાર (મકબરો) પણ આવેલી છે.[][]

આ ઉદ્યાનમાં ૩૦થી વધુ અલગ-અલગ પ્રજાતિના ૭૮૫ જેટલા વૃક્ષો તેમજ ૩૫ હજારથી વધુ ફૂલ-છોડ અને ૧૦૦થી વધુ પ્રજાતિના ઘાસ આવેલા છે. તેમાં રૂખડાનું મોટું વિરાસત વૃક્ષ આવેલું છે જે લગભગ ૧૨૦ વર્ષ જૂનું છે.[૨૪][]

સંસ્કૃતિ

[ફેરફાર કરો]

૧૦૫૦ના દાયકાથી દર રવિવારે બગીચાની પશ્ચિમ બાજુએ રવિવારી અથવા ગુજરી બજાર એકઠું થાય છે; આ પરંપરા ૧૫ મી સદીના ગુજરાત સલ્તનતથી સ્થાપિત થઈ છે.[][૨૫]

આ ઉદ્યાનમાં દરરોજ ૨૫૦૦થી ૩૦૦૦ લોકો અને વાર્ષિક ૧૦-૧૧ લાખ લોકો મુલાકાત લે છે.[]

૨૦૨૪માં ગુજરાત રાજ્યના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા યોજાયેલી સિટી બ્યુટી કોમ્પિટિશનમાં ગ્રીન સ્પેસ શ્રેણીમાં આ ઉદ્યાને પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો.[][૨૪]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  1. યુનાઇટેડ કિંગડમ અને તેની કેટલીક ભૂતપૂર્વ વસાહતોમાં, ફેઇટ એ એક સાર્વજનિક ઉત્સવ છે જે ચેરિટી માટે નાણાં એકત્રિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે મનોરંજન ઉપરાંત માલ-સામાન અને નાસ્તાના વેચાણનો સમાવેશ થાય છે.
  2. કેરારા આરસપહાણ, અથવા રોમન લોકો માટે લુના આરસપહાણ, એ સફેદ અથવા વાદળી-રાખોડી આરસપહાણનો એક પ્રકાર છે જે શિલ્પ અને ભવન સજાવટમાં ઉપયોગ માટે લોકપ્રિય છે. તે રોમન કાળથી જ ઇટાલીના ટસ્કનીના સૌથી ઉત્તરીય છેડાના લુનિગિયાનામાં માસા અને કેરારા પ્રાંતમાં મળી આવે છે.
  3. એક વિશિષ્ટ સુવિધા, સ્થળ અથવા ક્ષેત્ર છે, જેને ખાસ કરીને હથિયારના ઉપયોગની લાયકાતો, તાલીમ, પ્રેક્ટિસ અથવા સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવ્યું હોય છે.
  4. ખડકનો બગીચો અથવા મોટે ભાગે બગીચાનો એક ભાગ છે, જેમાં ખડકો, પત્થરો અને કાંકરાનું ભૂનિર્માણ (લેન્ડસ્કેપિંગ) માળખું હોય છે, જેમાં આ વાતાવરણને અનુકૂળ વાવેતર કરવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "City Beauty Competition: Victoria Garden bags 'Green Space' award". The Indian Express (અંગ્રેજીમાં). 2024-03-12. મેળવેલ 2024-08-04.
  2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ ૨.૧૧ ૨.૧૨ ૨.૧૩ ૨.૧૪ ૨.૧૫ ૨.૧૬ ૨.૧૭ ૨.૧૮ "Ahmedabad Foundation Day: Victoria Garden, cradle of several path-breaking movements in Gujarat". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-26. મેળવેલ 2024-08-01.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ REIMAGINING HISTORY: The Restoration of the Victoria Gardens; Ahmedabad (PDF). LEAF.
  4. "The Diamond Jubilee: Ahmedabad and Its Celebration". The Times of India. 1897-06-02. પૃષ્ઠ 5 – Proquest Historical Newspapers વડે.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ ૫.૮ "Victoria gets a 'royal' revamp". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). 2021-11-17. મેળવેલ 2024-08-04.
  6. ૬.૦ ૬.૧ "Ahmedabad Ceremony: Queen's Statue Unveiled". The Times of India. 1910-01-08. પૃષ્ઠ 9 – Proquest Historical Newspapers વડે.
  7. "Coronation Day in India: Rejoicing All Over the Country". The Times of India. 1902-08-11. પૃષ્ઠ 7 – Proquest Historical Newspapers વડે.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "૧૨૪ વર્ષ જૂના વિક્ટોરિયા ગાર્ડનનું ભવ્ય રિડેવલપમેન્ટ". NavGujarat Samay. 2021-11-18. મેળવેલ 2024-08-07.
  9. "Ahmedabad". The Times of India. 1918-11-30. પૃષ્ઠ 11.
  10. "અમદાવાદ : 200 વર્ષ જૂના વિક્ટોરિયા ગાર્ડનનું 10 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલોપમેન્ટ કરાશે, આવી હશે વિશેષતા". News18 ગુજરાતી. 2021-08-28. મેળવેલ 2024-08-07.
  11. ૧૧.૦ ૧૧.૧ Makwana, Aniruddhsinh (2021). "એક્સક્લૂઝિવ:અમદાવાદના 200 વર્ષ જૂના વિક્ટોરિયા ગાર્ડનને હેરિટેજ લુક સાથે રિડેવલપ કરાશે, જિમથી લઈ જોગિંગ-ટ્રેક સહિતની સુવિધા ઊભી કરાશે". Divya Bhaskar.
  12. Shelar, Jyoti (2020-03-10). "On a long quest to rediscover Mhatre's frozen art". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2024-08-06.
  13. "Know Your City: Statues of Ahmedabad and their storied past". The Indian Express (અંગ્રેજીમાં). 2022-02-15. મેળવેલ 2024-08-06.
  14. Yagnik, Achyut (2011-02-02). Ahmedabad: From Royal city to Megacity (અંગ્રેજીમાં). Penguin UK. ISBN 978-81-8475-473-5.
  15. John, Paul (2020-08-01). "Lokmanya Bal Gangadhar Tilak in bronze shows iron will of Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel". The Times of India. ISSN 0971-8257. મેળવેલ 2024-08-04.
  16. "Tilak Bagh missing a signboard". The Times of India. 2018-07-30. ISSN 0971-8257. મેળવેલ 2024-08-04.
  17. "Tilak's Statue: Unveiled by Mr. Gandhi At Ahmedabad". The Times of India. 1929-03-01. પૃષ્ઠ 7 – Proquest Historical Newspapers વડે.
  18. Yagnik, Achyut; Suchitra Sheth (2005). The Shaping of Modern Gujarat: Plurality, Hindutva, and Beyond. Penguin Books India. પૃષ્ઠ 226. ISBN 9780144000388. મેળવેલ 24 November 2012.
  19. ૧૯.૦ ૧૯.૧ Pathak, Dhwani (2 May 2011). "Unsung heroes". The Times of India. મૂળ માંથી 13 September 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2012.
  20. "શહીદોની બે ખાંભીથી વિવાદ, ડુપ્લિકેટ ખાંભી દૂર કરવાની માગણી". દિવ્ય ભાસ્કર. 2018.
  21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ ૨૧.૩ "AMC to fix 104-yr-old fountain in Raikhad". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2024-08-06.
  22. "Former US Secretary of State Hillary Clinton on two-day Gujarat visit from Sunday; will pay tribute to SEWA founder Ela Bhatt". The Economic Times. 2023-02-04. ISSN 0013-0389. મેળવેલ 2024-08-04.
  23. "Hillary Clinton and Elaben Bhatt: Why the former US First Lady saw the late founder of SEWA as a role model". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-04. મેળવેલ 2024-08-04.
  24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ "'સિટી બ્યૂટી કોમ્પિટિશન'માં લોકમાન્ય તિલક બાગ 'ગ્રીન સ્પેસ' કેટેગરીમાં પ્રથમ". Chitralekha. 2024-03-11. મેળવેલ 2024-08-07.
  25. "Lokmanya Tilak Bag (Victoria Garden)". AMC Heritage City. મેળવેલ 2024-08-01.