અહમદશાહની મસ્જિદ

વિકિપીડિયામાંથી
અહમદશાહની મસ્જિદ
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિActive
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
અહમદશાહની મસ્જિદ is located in Ahmedabad
અહમદશાહની મસ્જિદ
અમદાવાદ, ગુજરાત, ભારત ખાતેનું સ્થાન
અહમદશાહની મસ્જિદ is located in ગુજરાત
અહમદશાહની મસ્જિદ
અહમદશાહની મસ્જિદ (ગુજરાત)
અક્ષાંશ-રેખાંશ23°01′21″N 72°34′45″E / 23.0226366°N 72.5791077°E / 23.0226366; 72.5791077Coordinates: 23°01′21″N 72°34′45″E / 23.0226366°N 72.5791077°E / 23.0226366; 72.5791077
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ
સ્થાપત્ય શૈલીઇસ્લામિક
સ્થાપકઅહમદ શાહ પહેલો
પૂર્ણ તારીખ૧૪૧૪
NHL તરીકે સમાવેશરાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક
ASI સ્મારક ક્રમાંક N-GJ-4

અહમદશાહની મસ્જિદ, જે શાહી જામ-એ-મસ્જિદ અથવા જૂની જુમા મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે અમદાવાદ, ભારતની સૌથી પ્રાચીન મસ્જિદ પૈકીની એક છે.

ઇતિહાસ અને સ્થાપત્ય[ફેરફાર કરો]

૧૮૬૦માં અહમદશાહની મસ્જિદ
અહમદશાહ મસ્જિદ

આ મસ્જિદનું નિર્માણ અમદાવાદના સ્થાપક અહમદશાહ પહેલાએ ઈ.સ. ૧૪૧૪માં કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે તેનો ઉપયોગ શાહી ઘરની ખાનગી મસ્જિદ તરીકે કરવામાં આવતો હતો. કેન્દ્રીય મિહરાબ[upper-alpha ૧]ના ઉપરના ભાગમાં આવેલા શિલાલેખ અનુસાર, પાયાની તારીખ ૮૧૭ હિજરી સંવતમાં શવ્વાલ મહિનાનો ચોથો દિવસ હોય તેવું લાગે છે, જે ૧૭ ડિસેમ્બર ૧૪૧૪ છે.

ફરસ સફેદ આરસપહાણની છે, છત્રથી આચ્છાદિત પડથારમાં પીળા રંગના આરસપહાણની થાંભલીઓ અને કઠેરા છે, જે પાંદડાવાળી ભાતમાં કોતરવામાં આવ્યા છે, અને પગથિયાં સફેદ આરસપહાણનાં બનાવેલા છે. આંગણામાં એક ટેકરો છે જેને ગંજ શાહિદ અથવા શહીદોનો ટેકરો કહેવામાં આવે છે, જે સુલતાન અહેમદની પ્રારંભિક લડાઇમાં મૃત્યુ પામેલા યોદ્ધાઓની સમાધિ છે.[૧][૨]

મસ્જિદ ૭૦૦ ચોરસ મીટરના વિસ્તારને આવરી લે છે અને તેમાં દસ મોટા ગુંબજની બે હરોળ છે જેની આસપાસ ઘણા નાના ગુંબજ છે. મસ્જિદને ૧૫૨ થાંભલાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે અને તેમાં ચાર કમાનવાળા પ્રવેશદ્વાર છે. ત્યાં આઠ છિદ્રિત પથ્થરની બારીઓ અને ૨૫ સરસ કોતરણીવાળા સ્તંભો છે.[૨] મસ્જિદની અંદરના થાંભલાઓ હિન્દુ/જૈન મંદિરોમાંથી લેવામાં આવ્યા હતા, અને કેટલાક હજુ પણ હિન્દુ આકૃતિઓ ધરાવે છે. એક સ્તંભ પર જૂના ગુજરાતીમાં વિશળદેવ વાઘેલાના શાસનકાળની તારીખનો ઈ.સ. ૧૨૫૨નો એક શિલાલેખ છે, જેનું મૂળ મહિમસાક (ઉત્તર ગુજરાતમાંનો એક અજાણ્યો વિસ્તાર)ના ઉત્તરેસ્વરના એક મંદિર સાથેનો સંબધ પ્રસ્થાપિત કરે છે.[૧][૩][૪][૫]

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આ મસ્જિદને ૨૦૧૧માં ૨૨ લાખ (૨૮,૦ અમેરિકન ડોલર) ૨૨ lakh (US$૨૯,૦૦૦)ના ખર્ચે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.[૨]

ચિત્રદીર્ઘા[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. મિહરાબ એક મસ્જિદની દિવાલમાં એક ખાસ સ્થળ છે જે કિબલાને સૂચવે છે, જે મક્કામાં કાબાની દિશા દર્શાવે છે, પ્રાર્થના કરતી વખતે મુસ્લિમોએ આ દિશામાં અભિમુખ હોવું જોઈએ. જે દિવાલમાં મિહરાબ દેખાય છે તે "કિબ્લાની દિવાલ" કહેવાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 276.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Ahmed Shah mosque to get Rs22 lakh facelift". DNA. 2 November 2011. મેળવેલ 14 December 2014. CS1 maint: discouraged parameter (link)
  3. Hope, Theodore C. (1866). "Description of the Buildings at Ahmedabad". Architecture at Ahmadabad: The Capital of Goozerat. John Murray. પૃષ્ઠ 40.
  4. Commissariat, M. S. (1938). A History of Gujarat: Including a Survey of its Chief Architectural Monuments and Inscriptions. I. Longmans, Greene, and Co. Ltd. પૃષ્ઠ 106–107.
  5. Sankalia, Hasmukh D. (1949). Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat. Deccan College. પૃષ્ઠ 194.