વસ્ત્રાપુર તળાવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વસ્ત્રાપુર તળાવ
સ્થાનવસ્ત્રાપુર, અમદાવાદ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°02′18″N 72°31′44″E / 23.0384°N 72.5290°E / 23.0384; 72.5290
પ્રકારકૃત્રિમ
બેસિન દેશોભારત
રહેણાંક વિસ્તારઅમદાવાદ
વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૨
વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૭

વસ્ત્રાપુર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું એક તળાવ છે. ઇ.સ. ૨૦૦૨માં તળાવનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

તળાવની ફરતે ચાલવા-જોગિંગ કરવા માટેની કેડી, નાના બગીચા, બેસવા માટેના બાંકડાઓ તથા બાળકો માટે ચકડોળ અને રમવા માટેની અન્ય સુવિધાઓ છે. નર્મદા નદીની કેનાલમાંથી પાણી તળાવમાં પાઈપલાઇન વડે લાવવામાં આવે છે.[૧] તળાવની બધી બાજુ રસ્તાઓ આવેલા છે, જેની બીજી બાજુએ શોપિંગ સેન્ટરો (બજાર) વિકાસ પામ્યાં છે. આજુબાજુમાં ખાણી-પીણીની પણ ઘણી છે. તળાવ સંકુલમાં એક ઓપન એર થિયેટર પણ આવેલું છે. તળાવની નજીકમાં અમદાવાદ વન (જુનું નામ: આલ્ફા વન) નામનો મૉલ આવેલો છે.

૨૦૧૩માં વસ્ત્રાપુર તળાવનું નામકરણ 'ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર' તરીકે કરવામાં આવ્યું છે. તેમજ તળાવમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે.[૨]

૨૦૧૬માં તળાવ લગભગ સંપૂર્ણપણે સૂકાઇ ગયું હતું. લોકોએ મૃત માછલીઓને દૂર કરીને જીવિત માછલીઓને બચાવવા માટે તેમને અન્ય સ્થળોએ ખસેડી હતી.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vastrappur lake". The Times of India.
  2. "Vastrapur Lake to become Narsinh Mehta Sarovar". ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૬.
  3. AFP (૩૦ એપ્રિલ ૨૦૧૬). "El Niño dries up Asia as La Niña looms". Cebu Daily News (અંગ્રેજીમાં). મેળવેલ ૨ મે ૨૦૧૬.