મોટેરા
Appearance
મોટેરા અમદાવાદનો એક વિસ્તાર છે. મોટેરા સાબરમતી નદીના કિનારે આવેલું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવે છે. તે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારનો ભાગ છે અને ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. મોટેરાનું મુખ્ય આર્કષણ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.[૧] ૨૦૧૫માં જૂનું સ્ટેડિયમ તોડી પાડીને નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું.
ઈતિહાસ
[ફેરફાર કરો]મોટેરા અગાઉ ગાંધીનગર જિલ્લામાં આવતું હતું. જાન્યુઆરી ૨૦૦૮ પછી તે દસ્ક્રોઇ તાલુકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ થયું હતું. ગાંધીનગરની નજીક અને ઉત્તર-પશ્ચિમે હોવા છતાં તેનો સમાવેશ પશ્ચિમ ઝોનમાં કરાયો હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "After new look, world's largest cricket arena gets a name: Narendra Modi Stadium". The Indian Express (અંગ્રેજીમાં). 2021-02-25. મેળવેલ 2022-02-10.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |