ઝૂલતા મિનારા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સીદી બશીર મસ્જિદ
Shaking Minarets.jpg
ઝૂલતા મિનારા
ઝૂલતા મિનારા is located in Gujarat
ઝૂલતા મિનારા
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાન અમદાવાદ, ભારત
ભૌગોલિક સ્થાન 23°01′40″N 72°36′04″E / 23.0276771°N 72.6011676°E / 23.0276771; 72.6011676
જોડાણ ઇસ્લામ
મ્યુનિસિપાલિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સ્થિતિ સક્રિય
સ્થાપત્ય માહિતી
સ્થાપત્ય પ્રકાર મસ્જિદ
પૂર્ણ ૧૪૫૨
મિનારા

ઝૂલતા મિનારા અથવા મૂળ નામ સીદી બશીર મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ કે જે એક સમયે રાજ્યની રાજધાની હતી, તે શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલા આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં, જે સુલતાન અહમદ શાહનાં ગુલામ સીદી બશીરે બાંધ્યા હતાં તેમ માનવામાં આવે છે. અન્ય એક મત મુજબ સુલતાન મહમદ બેગડાનાં શાસન દરમિયાન મલિક સારંગ નામના એક ઉમરાવે તે બંધાવ્યા હતાં. મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું.[૧]

મિનારા[ફેરફાર કરો]

એક મિનારા પર ચઢીને તેને હળવેથી હલાવતા બીજો મિનારો થોડી ક્ષણો પછી આપોઆપ હલે છે, અને આ કંપનની અસર બન્ને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મોનિયર એમ. વિલિયમ્સ નામના અંગ્રેજ સંસ્કૃત વિદ્વાનને ૧૯મી સદીમાં મિનારાઓની આ લાક્ષણિકતાની સૌપ્રથમ જાણ થઈ હતી.[૨]

અન્ય મિનારા[ફેરફાર કરો]

રાજ બીબીની મસ્જિદમાં પણ આવા મિનારાઓ આવેલા છે, જેમાંનો એક બ્રિટિશરોએ સંશોધન કરવા માટે છૂટો પાડ્યો હતો, પરંતુ તેમનાં સંશોધનમાં તેઓ કશું જાણી ના શક્યા અને ના તો તેઓ તે મિનારાને પાછો ઉભો કરી શક્યા. આ ઉપરાંત ઇરાનનાં ઇસફહાનમાં પણ આ પ્રકારના મિનારા છે, જે મોનાર જોનબન તરીકે જાણીતા છે. મોનાર જોનબનનો શબ્દશ: અર્થ ઝૂલતા મિનારા થાય છે.

હાલની સ્થિતિ[ફેરફાર કરો]

૧૯૮૧માં કુતુબ મિનારમાં બનેલી દુર્ઘટના પછી આ મિનારાઓ પર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મિનારાનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Sultanate Architecture". The Ahmedabad Chronicle: Imprints of a millennium. વાસ્તુ-શિલ્પ ફાઉન્ડેશન ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન એન્વાયર્મેન્ટલ ડિઝાઇન. ૨૦૦૨. p. ૧૩૪. 
  2. "Siddi bashir mosque (shaking minarets)". All India Tour Travel Guide. Retrieved ૭ સપ્ટેમ્બર ૨૦૦૬.