અમદાવાદ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અમદાવાદ રેલ્વે સ્ટેશન
કાલુપુર સ્ટેશન

અમદાવાદ જંકશન
अहमदाबाद जंक्शन
ભારતીય રેલ્વે સ્ટેશન
જંકશન સ્ટેશન
Ahmedabad Station.jpg
સ્થાન કાલુપુર, અમદાવાદ (મધ્ય વિભાગ), ગુજરાત
 India
અક્ષાંશ-રેખાંશ 23°01′30″N 72°36′04″E / 23.025°N 72.601°E / 23.025; 72.601Coordinates: 23°01′30″N 72°36′04″E / 23.025°N 72.601°E / 23.025; 72.601
ઊંચાઇ 52.50 metres (172.2 ft)
માલિકી ભારતીય રેલ્વે
સંચાલન પશ્ચિમ રેલ્વે
લાઇન અમદાવાદ-મુંબઇ રેલ્વે લાઇન
અમદાવાદ-બોટાદ રેલ્વે લાઇન
અમદાવાદ-મહેસાણા રેલ્વે લાઇન
અમદાવાદ-ગાંધીધામ રેલ્વે લાઇન
પ્લેટફોર્મ ૧૨
પાટાઓ ૧૬ કરતા વધુ
બાંધકામ
બાંધકામ પ્રકાર ભૂ-સ્થિત સામાન્ય સ્ટેશન
પાર્કિંગ ઉપલબ્ધ છે
અન્ય માહિતી
સ્થિતિ કાર્યરત
સ્ટેશન કોડ ADI
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ અમદાવાદ
વીજળીકરણ મોટાભાગની લાઇનો પર ઉપલબ્ધ

અમદાવાદ રેલ્વે સ્ટેશન અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પણ છે. પશ્ચિમ રેલ્વે વિભાગમાં મુંબઈ વિભાગ પછી તે સૌથી વધુ આવક ધરાવતો વિભાગ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ખંડિત મસ્જિદના બે મિનારાઓ, જે હવે અમદાવાદ રેલ્વે સ્ટેશનમાં છે, ૧૮૬૬.

ભારતના વિભાજન પહેલાં, સિંધ મેલની હૈદરાબાદ - મિરાપુર ખાસ - ખોખરાપુર - મુનાબાઓ - બારમેડ - લુણી - જોધપુર - પાલી - મારવાડ - પાલનપુર - અમદાવાદ માર્ગ પર સફર થતી હતી.[૧][૨][૩]ઉત્તરની બાજુએ જ્યાં ટ્રેન સ્ટેશનમાં દાખલ થાય છે, ત્યાં અમદાવાદના સૌથી ઉંચા મિનારાઓ આવેલા છે. આ મસ્જિદનું નામ તેમજ અન્ય વિગતો દસ્તાવેજીત કરાયેલ નથી. અહીં વપરાયેલ શૈલી અને બાંધકામ મહંમદ બેગડાના શાસન (૧૫૧૧) અથવા તેની પહેલાંનું હોય એમ જણાય છે. તૂટેલી હોવા છતાં મિનારાની અંદરની સીડીઓ વપરાશ કરી શકાય તેવી હાલતમાં છે.[૪]

સ્ટેશન[ફેરફાર કરો]

અમદાવાદ જંકશનનું સ્ટેશન દર્શક
અમદાવાદ જંકશનનું પ્લેટફોર્મ દર્શક
અમદાવાદ સ્ટેશનની બહારના ઝૂલતા મિનારાઓ
અમદાવાદ સ્ટેશનનું મુખ્ય પ્રવેશ દ્વાર

અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન, જે અમદાવાદ જંકશન રેલ્વે સ્ટેશન અથવા કાલુપુર રેલ્વે સ્ટેશન તરીકે પણ ઓળખાય છે, ગુજરાતના અમદાવાદ શહેરનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. સ્થાનિક લોકો તેને શહેરમાં આવેલા બીજા રેલ્વે સ્ટેશન (ગાંધીગ્રામ, અસારવા, સરખેજ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, વટવા, મણિનગર અને સાબરમતી જંકશન) થી અલગ પાડવા માટે કાલુપુર સ્ટેશન તરીકે ઓળખે છે (કાલુપુર વિસ્તારમાં આવેલ હોવાથી). આ સ્ટેશન ગુજરાત અને ભારતનાં અન્ય મોટા શહેરોને અમદાવાદથી જોડે છે.

સ્ટેશનને બાર પ્લેટફોર્મ છે. સ્ટેશન પર મોટી સંખ્યામાં ચાની કીટલીઓ, નાસ્તાગૃહો, મેડિકલની દુકાનો અને પૂછપરછ કેન્દ્રો આવેલાં છે. ટાટા ઇન્ડિકોમ દ્વારા સ્ટેશન પર સાયબર કાફે ચલાવવામાં આવે છે. સ્ટેશનની બહાર એ.ટી.એમ. પણ આવેલાં છે.

સુવિધાઓ[ફેરફાર કરો]

અમદાવાદ સ્ટેશન પર સામાન લઇ જવા, લાવવા માટે ટ્રોલીની સગવડ છે, જે માટે પ્રતિ વ્યક્તિ દીઠ ૫ રૂપિયા વસૂલવામાં આવે છે. હાલમાં આ સેવા પ્લેટફોર્મ ૧ પર પ્રાપ્ત છે.

સ્ટેશન પર વાઇ-ફાઇની સુવિધા પ્રાપ્ત છે.

મે ૨૦૧૦માં સ્ટેશનમાં વૃદ્ધો અને શારીરિક વિકલાંગો માટે ગોલ્ફ કાર સેવા શરૂ કરવામાં આવી હતી.[૫]

ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

મુંબઇ માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

ટ્રેન ક્રમાંક ટ્રેન નામ શરૂઆત અંત આવૃત્તિ
૧૪૭૦૭/૦૮ રાણકપુર એક્સપ્રેસ બિકાનેર બાંદ્રા દરરોજ
૧૯૧૩૨/૩૧ કચ્છ એક્સપ્રેસ ભૂજ બાંદ્રા દરરોજ
૧૨૪૭૯/૮૦ સૂર્યનગરી એક્સપ્રેસ જોધપુર બાંદ્રા દરરોજ
૧૯૧૧૬/૧૫ સયાજીનગરી એક્સપ્રેસ ભૂજ બાંદ્રા દરરોજ
૧૨૯૯૦/૮૯ અજમેર દાદર એક્સપ્રેસ અજમેર દાદર બુધ/શુક્ર/શનિ
૧૯૦૬૬/૬૫ બાંદ્રા ટર્મિનસ જોધપુર એક્સપ્રેસ જોધપુર બાંદ્રા શનિ
૧૨૯૩૪/૩૩ કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ દરરોજ
૧૯૦૧૨/૧૧ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ દરરોજ
૧૨૯૩૨/૩૧ અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ રવિવાર સિવાય
૧૨૦૧૦/૦૯ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ રવિવાર સિવાય
૧૯૨૧૬/૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પોરબંદર મુંબઇ સેન્ટ્રલ દરરોજ
૧૨૨૧૫/૧૬ દિલ્હી સરાઇ રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ દિલ્હી સરાઇ રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ સોમ, મંગળ, ગુરૂ, શનિ
૨૨૪૫૨/૫૧ ચંદીગઢ બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ચંદીગઢ બાંદ્રા ટર્મિનસ રવિ
૧૯૦૨૮/૨૭ બાંદ્રા ટર્મિનસ જમ્મુ તાવી વિવેક એક્સપ્રેસ જમ્મુ બાંદ્રા ટર્મિનસ સોમ
૧૨૯૬૦/૫૯ ભૂજ દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ભૂજ દાદર સોમ, ગુરૂ
૧૯૦૧૮/૧૭ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જામનગર બાંદ્રા ટર્મિનસ દરરોજ
૧૯૧૪૪/૪૩ લોક શક્તિ એક્સપ્રેસ અમદાવાદ બાંદ્રા ટર્મિનસ દરરોજ
૧૯૭૦૮/૦૭ અરાવલી એક્સપ્રેસ જયપુર બાંદ્રા ટર્મિનસ દરરોજ
૧૨૯૦૨/૦૧ ગુજરાત મેલ અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ દરરોજ
૧૯૦૦૬/૦૫ સૌરાષ્ટ્ર મેલ ઓખા મુંબઇ સેન્ટ્રલ દરરોજ
૫૯૪૬૦/૫૯ લિંક એક્સપ્રેસ વેરાવળ મુંબઇ સેન્ટ્રલ દરરોજ
૧૨૨૬૮/૬૭ અમદાવાદ દુરાન્તો એક્સપ્રેસ અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ દરરોજ
૧૨૪૮૯/૯૦ બિકાનેર દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ બિકાનેર દાદર મંગળ, શનિ
૧૯૧૦૯/૧૦ ગુજરાત ક્વિન અમદાવાદ વલસાડ દરરોજ
૧૨૯૭૦/૭૧ ભાવનગર-બાંદ્રા ટરમીનસ ભાવનગર બાંદ્રા ટરમીનસ દરરોજ
22964/65 ભાવનગર-બાંદ્રા એસએફ એક્ષપ્રેસ ભાવનગર બાંદ્રા ટરમીનસ ફક્ત રવિવારે

કાનપુર માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

 • ગોરખપુર એક્સપ્રેસ
 • સાબરમતી એક્સપ્રેસ
 • અઝિમાબાદ એક્સપ્રેસ
 • ગૌહાટી એક્સપ્રેસ
 • અદિ ગોરખપુર એક્સપ્રેસ (અજમેર/જયપુર થઇને)
 • કામખ્યા એક્સપ્રેસ
 • ઓખા બીએસબી એક્સપ્રેસ
 • ભાવનગર (T) આસનસોલ એક્સપ્રેસ
 • લખનૌ સ્પેશિઅલ
 • ગિમ્બ હાવર એક્સપ્રેસ
 • વારાણસી - અમદાવાદ એક્સપ્રેસ (DLI, LKO & અજમેર થઇને)
 • સુલ્તાનપુર - અમદાવાદ એક્સપ્રેસ (DLI, LKO & અજમેર થઇને)
 • અમદાવાદ લખનૌ એક્સપ્રેસ (અઠવાડિક)
 • ગરાભા એક્સપ્રેસ

દિલ્હી માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

 • સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
 • આશ્રમ એક્સપ્રેસ
 • હરિદ્વાર મેલ
 • ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
 • દિલ્હી સરાઇ રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ

હાવરા માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

 • હાવરા અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ
 • અમદાવાદ કોલકાતા એક્સપ્રેસ
 • પોરબંદર હાવરા એક્સપ્રેસ
 • ગરાભા એક્સપ્રેસ
 • પોરબંદર સાન્ત્રાગાચી કવિ ગુરૂ (અઠવાડિક)
 • ભૂજ શાલિમાર (અઠવાડિક)

પુને માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

 • જોધપુર પુને એક્સપ્રેસ (અઠવાડિક)
 • ન્યૂ ભૂજ પુને એક્સપ્રેસ (અઠવાડિક)
 • વેરાવળ પુને એક્સપ્રેસ (અઠવાડિક)
 • રાજકોટ એક્સપ્રેસ (ત્રણ અઠવાડિક)
 • ૧૧૦૯૫/૯૬ અહિંસા એક્સપ્રેસ (ગુરૂવાર)
 • ૧૨૨૯૭/૯૮ પુને અમદાવાદ દુરાન્તો એક્સપ્રેસ (ગુરૂ, શુક્ર, શનિ)
 • ૧૪૮૦૫/૦૬ બાડમેર યશવંતપુર એસી એક્સપ્રેસ (શનિવાર)

ઇન્દોર માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

 • ૧૯૩૦૯/૧૦ ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ (દરરોજ)

વિશાખાપટ્ટનમ માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

 • ગાંધીગ્રમા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ (અઠવાડિક)
 • પુરી-ઓખા એક્સપ્રેસ (અઠવાડિક)

જમ્મુ તાવી માટેની ટ્રેન સેવાઓ[ફેરફાર કરો]

 • જમ્મુ તાવી એક્સપ્રેસ
 • જન્મભૂમિ એક્સપ્રેસ
 • વિવેક એક્સપ્રેસ
 • સર્વોદય એક્સપ્રેસ
 • જામનગર જમ્મુ તાવી એક્સપ્રેસ
 • અમદાવાદ કટરા એક્સપ્રેસ

મીટર ગેજ ટ્રેન[ફેરફાર કરો]

અમદાવાદ મીટર ગેજ વિભાગ પર YDM 4
 1. અમદાવાદ-મહેસાણા ફાસ્ટ પેસેન્જર (દિવસમાં ૪ વખત)
 2. અમદાવાદ-મહેસાણા એક્સપ્રેસ
 3. મહેસાણા-વિજાપુર પેસેન્જર
 4. અમદાવાદ-રણુજ પેસેન્જર ‍(હાલમાં બ્રોડગેજ પરિવર્તન માટે બંધ)
 5. અમદાવાદ-મહેસાણા ઇન્ટરસિટી એક્સપ્રેસ (હાલમાં બ્રોડગેજ પરિવર્તન માટે બંધ)
 6. અમદાવાદ-ઉદયપુર એક્સપ્રેસ
 7. અમદાવાદ-ઉદયપુર મેવાડ ફાસ્ટ પેસેન્જર
 8. અમદાવાદ-ખેડબ્રહ્મા પેસેન્જર (દિવસમાં ૨ વખત)
 9. અમદાવાદ-હિંમતનગર પેસેન્જર (દિવસમાં ૨ વખત)
 10. અમદાવાદ-નાંદોલ દહેગામ એક્સપ્રેસ (દિવસમાં ૨ વખત)
 11. અમદાવાદ-રણુજ ફાસ્ટ પેસેન્જર
 12. ગાંધીગ્રામ-બોટાદ પેસેન્જર (દિવસમાં ૫ વખત) (પહેલી ટ્રેન અમદાવાદ જંકશનથી ગાંધીગ્રામ સુધી ખાલી જાય છે અને ત્યાંથી ગાંધીગ્રામ-બોટાદ પેસેન્જર બને છે. છેલ્લી ટ્રેન બોટાદ થી ગાંધીગ્રામ અને ત્યાંથી અમદાવાદ જંકશને ખાલી આવે છે.) (હાલમાં બ્રોડગેજ પરિવર્તન માટે બંધ)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]