જીએમઈઆરએસ મેડીકલ કોલેજ, સોલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જીએમઈઆરએસ મેડીકલ કોલેજ, સોલા (અંગ્રેજી:GMERS Medical College Sola) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલ અમદાવાદ શહેરના સોલા વિસ્તાર ખાતે આવેલ દાક્તરી અભ્યાસ માટેની કોલેજ છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા માન્ય આ સંસ્થા ખાતે સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાના દાક્તરી અભ્યાસક્રમો ચાલે છે. આ કોલેજ સરખેજ-ગાંધીનગર હાઇવે પર સોલા સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ છે.

આ કોલેજ ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીના ઉપક્રમે વર્ષ ૨૦૦૯ના સમયમાં આરોગ્ય મંત્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. અહીં દર વર્ષે ૧૫૦ વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]