લૉ ગાર્ડન

વિકિપીડિયામાંથી
લૉ ગાર્ડન
શેઠ મોતીલાલ હીરાલાલ પાર્ક
નકશો
અમદાવાદમાં સ્થાન
પ્રકારશહેરી બગીચો
સ્થાનઅમદાવાદ, ભારત
અક્ષાંશ-રેખાંશ23°01′35″N 72°33′39″E / 23.0264°N 72.5608°E / 23.0264; 72.5608Coordinates: 23°01′35″N 72°33′39″E / 23.0264°N 72.5608°E / 23.0264; 72.5608
વિસ્તાર10.16 acres (41,100 m2)
રચનાકારકમલ મંગળદાસ
માલિકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલનઆશિમા ગ્રૂપ
Openસંપૂર્ણ વર્ષ
Waterતળાવ
જાહેર પરિવહનઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ
જનમાર્ગ રૂટ ૮

લૉ ગાર્ડન, અધિકૃત નામ શેઠ મોતીલાલ હીરાલાલ પાર્ક,[૧]ભારત દેશના, અમદાવાદ શહેરમાં આવેલો એક જાહેર બગીચો છે અને ઘણા સમયથી જાણીતું પર્યટન-સ્થળ છે. આ બગીચાનું ૧૯૯૭માં ફરીથી વિકસિત કરવામાં આવેલો. આ બગીચાની દીવાલોને અડીને હસ્તકલાની વસ્તુઓનું બજાર, ખાણીપીણી બજાર અને અન્ય વસ્તુઓનું શેરીબજાર ભરાય છે. આ શેરીબજારનું ૨૦૨૦માં નવીનીકરણ કરવામાં આવેલું છે.

સ્થાન[ફેરફાર કરો]

લૉ ગાર્ડન એ એલિસબ્રિજ નગરરચના યોજના ક્રમાંક ૩ના અંતિમ પ્લોટ નંબર ૪૩૦માં આવેલો છે.[૧] શહેરના પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં આવેલ ગુજરાત લૉ સોસાયટી (GLS) ની સામે એક વિશાળ ત્રિકોણાકાર ખુલ્લી જગ્યા હતી. બાદમાં તેને સાર્વજનિક ઉદ્યાનમાં વિકસાવવામાં આવી.[૧] [૨] [૩]

બગીચાનું નામ નજીક આવેલ લૉ કોલેજ પરથી પડ્યું છે.[૩] તે ત્રણે બાજુથી રસ્તાઓથી ઘેરાયેલું છે. ઉત્તર બાજુએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરના બંગલા આવેલા છે જ્યારે પશ્ચિમમાં લો કોલેજ અને સીજી રોડ આવેલા છે. બ્રિટિશ લાઇબ્રેરી, એલિસબ્રિજ જીમખાના, ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ ઑફ ઇન્ડિયા અને રાજ્ય કક્ષાનું રવિશંકર રાવળ કલાભવન દક્ષિણ બાજુએ છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૯૯૫માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ પાર્કના પુનઃવિકાસની દરખાસ્ત કરી હતી. આશિમા ગ્રૂપની બાંધકામ કંપની સૌમ્યા કન્સ્ટ્રક્શન્સ દ્વારા પુનઃવિકાસ માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ કરાર ઓક્ટોબર ૧૯૯૫માં થયો હતો. કમલ મંગળદાસ આ કામના સ્થપતિ હતા અને સપ્ટેમ્બર ૧૯૯૫માં બગીચાને ઔપચારિક રીતે આશિમા ગ્રૂપને સોંપવામાં આવ્યો હતો. લગભગ ૮૦ લાખના ખર્ચે આ કામ ૧૯૯૭માં પૂરું થયું હતું. આ કરાર ઓક્ટોબર ૨૦૦૦માં વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.[૨] [૩] [૧]

વિશેષતા[ફેરફાર કરો]

આ બગીચો 10.16 acres (41,100 m2) વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં ફુલ સુશોભન અને ઘાસનું મેદાન, મોટી સંખ્યામાં બાંકડા, બાળકોના રમવાની જગ્યા, નાનું તળાવ, ફુવારા અને 855 metres (2,805 ft) લાંબો જોગિંગ ટ્રેક છે.[૩][૨] [૧]

શેરીબજાર[ફેરફાર કરો]

બગીચાની દિવાલની બહાર અને તેને ટેકે આવેલ અનૌપચારિક બજાર સ્થાનિક પ્રવાસીઓનું લોકપ્રિય આકર્ષણ છે. સવારે બગીચામાં ચાલવા અને દોડવા આવનારા લોકો માટે ખાણીપીણી બજાર ભરાય છે. રસ્તાની ફૂટપાથ પર ભરાતું હસ્તકલા બજાર આખો દિવસ કપડાં, ઘરેણાં અને કલાકૃતિઓનું વેચાણ કરે છે. સાંજના સમયે બગીચાની બાજુના રસ્તા પર વિવિધ ખાદ્યપદાર્થો અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓથી ભરાઈ જાય છે.[૨] સ્થાનિક રીતે ખાઉ ગલી તરીકે ઓળખાતા આ ખાણીપીણી બજારને ૨૦૨૦માં હેપ્પી સ્ટ્રીટ તરીકે નવીકરણ કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.[૪][૫][૬]

ફોટા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Ray, C. N.; Sanghvi, Ajaykumar S. (January–March 2005). "Partnership for Development and Maintenance of Public Gardens: The Case of Ahmedabad". Nagarlok (અંગ્રેજીમાં). XXXVII. Centre for Training and Research in Municipal Administration, Indian Institute of Public Administration. પૃષ્ઠ 21–26. ISSN 0027-7584.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Ray, C. N. "6. Redevelopment of Street Vending of Law Garden in Ahmedabad". Urban Informal Sector, Urbanisation and Street Vendors in Gujarat. Lulu Publication. પૃષ્ઠ 116–120. ISBN 978-1-387-21756-4.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "At CEPT Exhibition, spotlight on Law Garden of Ahmedabad, design partners". The Indian Express (અંગ્રેજીમાં). 2022-09-13. મેળવેલ 2023-09-26.
  4. "Law Garden Khau Gully reborn as 'Happy Street'". The Times of India. 2020-02-08. મેળવેલ 2020-08-20.
  5. Highlites of Ahmedabad civic budget 2009-10
  6. MEHULKUMAR, CHAUHAN (2020-02-07). "લૉ ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે આજે લોકાર્પણ". divyabhaskar. મેળવેલ 2020-03-26.