લખાણ પર જાઓ

ચીમનલાલ ગીરધરલાલ માર્ગ

વિકિપીડિયામાંથી
સી.જી. રોડની નજીકમાં આવેલો પરિમલ બાગ

ચીમનલાલ ગીરધરલાલ માર્ગ, જેને સામાન્ય રીતે સી.જી. રોડ કહેવાય છે, અમદાવાદનો એક મુખ્ય માર્ગ છે. તેની ગણના શહેરના સૌથી મોંઘા વિસ્તાર તરીકે કરવામાં આવે છે.[૧]

આ માર્ગનું નામ ૧૯૬૦ના દાયકાના ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ચીમનલાલ ગીરધરલાલ પરથી આપવામાં આવ્યું છે.

૧૯૯૦માં આ માર્ગનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું, તે પછી તે શહેરનું મુખ્ય આર્થિક કેન્દ્ર બની ગયો છે. ૨૦૧૦માં કુશમેન અને વેકફિલ્ડ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં સી.જી. રોડ ને "૨૦૧૦ની વિશ્વની મુખ્ય શેરીઓ" માં સૌથી વધુ વિકાસ ધરાવતા ત્રીજા ક્રમના માર્ગ તરીકે મુંબઈના લિંકિંગ રોડ અને હોંગ કોંગ સેન્ટ્રલ પછીના ક્રમે વાર્ષિક ભાડાની ૧૮.૨% વૃદ્ધિના દર ધરાવતા માર્ગ તરીકે સમાવવામાં આવ્યો હતો.[૧]

આ માર્ગ મહાલક્ષ્મી ચાર રસ્તા પરથી શરૂ થઇને સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પર પૂર્ણ થાય છે જે પાલડી અને નવરંગપુરાને જોડે છે.

સંદર્ભ[ફેરફાર કરો]