ત્રણ દરવાજા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ત્રણ દરવાજા
Teen Darwaza 1880s.jpg
ત્રણ દરવાજા ૧૮૮૦માં
ત્રણ દરવાજા is located in ગુજરાત
ત્રણ દરવાજા
ત્રણ દરવાજા
ગુજરાતમાં સ્થાન
અન્ય નામોતીન દરવાજા
સામાન્ય માહિતી
પ્રકારદરવાજો
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામિક સ્થાપત્ય
સરનામુંભદ્રના કિલ્લાની નજી
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°01′27″N 72°35′05″E / 23.0242034°N 72.5846408°E / 23.0242034; 72.5846408
બાંધકામની શરૂઆતઆશરે ૧૪૧૧
પૂર્ણ૧૪૧૫[૧]
માલિકઆર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા
Designationsરાષ્ટ્રીય મહત્વનું સ્મારક
ASI સ્મારક ક્રમાંક N-GJ-5

ત્રણ દરવાજા એ ભદ્રના કિલ્લા, અમદાવાદનો ઐતહાસિક દરવાજો છે. ઇસ ૧૪૧૫માં બન્યા બાદથી તે ઐતહાસિક ઘટનાઓ સાથે જોડાયેલ છે. આ દરવાજાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિહ્નમાં સમાવવામાં આવ્યો છે.

ઇતિહાસ અને સ્થાપત્ય[ફેરફાર કરો]

ત્રણ દરવાજા ભદ્રના કિલ્લાના પૂર્વમાં આવેલા છે. દરવાજાને ત્રણ કમાનો આવેલી છે જે વધુ ખૂલ્લી અને મોટી જગ્યા ધરાવતા મહેલ મૈદાન શાહ તરફ દોરી જાય છે, જે ભૂતકાળમાં ફૂવારાઓ અને અગાસી ધરાવતો હતો. મધ્યમાંથી ખૂલતો રસ્તો ૧૭ ફીટ લાંબો અને અન્ય બાજુના રસ્તાઓ ૧૩ ફીટ પહોળા છે. તેની કમાનોની વચ્ચેની જગ્યા અત્યંત કોતરણી વાળી અને શણગારેલ છે. કમાનોની ઉંચાઇ ૨૫ ફીટ છે. દરવાજાની છત પહેલાં બાંધેલી હતી, પરંતુ ઇસ ૧૮૭૭માં સમારકામ દરમિયાન બાંધેલી છત ખૂલ્લી કરી દેવામાં આવી હતી. અહીં બહારના પ્રદેશોમાંથી આવતા સચિવો અને અધિકારીઓ ભેગા થતા હતા અને દરવાજાની છત પર ઘણીવાર સમી સાંજે ફૂવારાના આહ્લાદક વાતાવરણમાં દરબાર ભરાતો હતો. હવે, આ જગ્યા અત્યંત સાંકડી બજાર છે.[૨][૩]

આ દરવાજાને અહમદશાહ પ્રથમ દ્વારા અમદાવાદની સ્થાપના પછી તરત જ બાંધવામાં આવ્યો હતો અને ઇસ ૧૪૧૫માં પૂર્ણ કરાયો હતો.[૧] ૧૪૫૯માં મહમદ બેગડો, જે હજુ જુવાન સુલતાન હતો, આ દરવાજામાંથી માત્ર ૩૦૦ ઘોડાઓ સાથે ૩૦,૦૦૦ ની સંખ્યા ધરાવતા બળવાખોરોની સામે લડવા ગયો હતો. મહેલમાંથી બહાર નીકળતા તેણે રસ્તાની બંને બાજુ હાથીઓ અને શાહી સંગીત ગોઠવ્યું હતું. આ જોઇએ તેના ઉચ્ચ અધિકારીઓને તેના પર વિશ્વાસ આવ્યો અને તેઓ તેના લશ્કરમાં જોડાયા અને બળવાખોરોને હરાવ્યા.[સંદર્ભ આપો] નવા નિયુક્ત કરાયેલા મરાઠા સૂબાઓ દરવાજાના સ્થંભ પર એક સાથે પાંચ તીર છોડતા હતા અને તેના નિશાન પરથી તેમનું શાસન સારું છે કે ખરાબ તે નક્કી કરતા હતા.[૨][૩]

મરાઠા લખાણ[ફેરફાર કરો]

ત્રણ દરવાજાના સ્થંભ પર પુત્રીને પિતાની સંપત્તિમાં સમાન હક્ક આપવાનું દર્શાવતું લખાણ

મરાઠા સૂબા ચિમનજી રઘુનાથે ૧૮૧૨માં ત્રણ દરવાજામાં ફરમાન લખાવ્યું હતું કે હવેથી સ્ત્રીઓને પિતૃક સંપતિમાં સમાન હક્ક રહેશે. રઘુનાથે હિંદુઓ અને મુસ્લિમો બંનેને આ વિનંતી કરી હતી. આ લખાણ દેવનાગરી લિપિમાં છે અને ૧૦ ઓક્ટોબર ૧૮૧૨ની તારીખ દર્શાવે છે અને લખ્યું છે કે, પુત્રીને પિતાની સંપત્તિમાં કોઇ પણ અચકાટ વગર સમાન ભાગ આપો છે. આ ભગવાન વિશ્વનાથનો હુકમ છે. જો આમાં કંઇ કસર થશે તો હિંદુઓએ મહાદેવને અને મુસલમાનોએ અલ્લાહ અથવા રસૂલને જવાબ દેવો પડશે.[૪][૫]

અખંડ દીવો[ફેરફાર કરો]

કથા[ફેરફાર કરો]

વર્ષો પહેલાં ધનની દેવી લક્ષ્મી ભદ્રના કિલ્લા આગળ શહેરને છોડી જવા માટે રાત્રે આવી. ચોકીદાર ખ્વાજા સિદ્દિક કોટવાલે તેમને અટકાવ્યા અને ઓળખાણ આપવા કહ્યું. તેણે જ્યાં સુધી રાજા અહમદ શાહ પરવાનગી ન આપે ત્યાં સુધી ત્યાં રોકાવા કહ્યું. કોટવાલ રાજા પાસે ગયો અને લક્ષ્મીને શહેરમાં રાખવા માટે પોતાનો વધ કરવા જણાવ્યું. પરિણામ, શહેરની સમૃદ્ધિ જળવાઇ રહી.[૬][૭]

ભદ્રના દરવાજા આગળ સિદ્દિક કોટવાલની કબર આવેલી છે અને લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરતું ભદ્ર કાલીનું મંદિર આવેલું છે.[૭] આ કથાને સમર્પિત ત્રણ દરવાજાના એક ગોખમાંનો દીવો ૬૦૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી મુસ્લિમ પરિવાર દ્વારા પ્રજ્જવલિત છે.[૬]

ચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Earthquake Spectra: The Professional Journal of the Earthquake Engineering Research Institute. The Institute. p. 242.
  2. ૨.૦ ૨.૧ Lonely Planet (૧ એપ્રિલ ૨૦૧૨). Lonely Planet Gujarat: Chapter from India Travel Guide. Lonely Planet. p. 29. ISBN 978-1-74321-201-1. Check date values in: |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ Achyut Yagnik (૨ ફેબ્રુઆરી ૨૦૧૧). Ahmedabad: From Royal city to Megacity. Penguin Books Limited. p. 26. ISBN 978-81-8475-473-5. Check date values in: |date= (મદદ)
  4. "MARATHA MAGIC:Abad always saved the girl child!". The Times of India Publications. ૮ ફેબ્રુઆરી ૨૦૧૧. p. ૩૪. Retrieved ૧૧ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  5. "Girls got property rights in 1800s". The Times of India. ૨૦ જાન્યુઆરી ૨૦૦૮. Retrieved ૧૧ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ "Lamp of hope burns bright at historic Teen Darwaza". The Times of India. ૩ સપ્ટેમ્બર ૨૦૧૩. Retrieved ૧૧ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  7. ૭.૦ ૭.૧ Jadav, Ruturaj (૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧). "Kankaria to showcase city". Ahmedabad Mirror. Retrieved ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)