આશ્રમ રોડ
Appearance
Coordinates: 23°02′10″N 72°34′08″E / 23.036165°N 72.568935°E
આશ્રમ રોડ એ ભારત દેશના અમદાવાદ શહેરમાં આવેલ મુખ્ય માર્ગોમાંનો એક છે. આ માર્ગનો મોટો ભાગ સાબરમતી નદીના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ માર્ગ પર આવેલી છે.
આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઇમારતો અને સીમાચિહ્નો:
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કાર્યાલય
- સાબરમતી આશ્રમ
- ગુજરાત વિદ્યાપીઠ
- અમદાવાદ કલેક્ટર કાર્યાલય
- આવકવેરા ખાતાની ઓફિસ
- ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કાર્યાલય
- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ
- મા. જે. પુસ્તકાલય
- ટાઉન હોલ
- ઓલ ઇન્ડિયા રેડિયો
- સ્થાનિક પરિવહન કચેરી (આર.ટી.ઓ.)
- વાડીલાલ સારાભાઈ કાર્યાલય