સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સરદાર પટેલ રીંગ-રોડ અથવા ટૂંકાક્ષરીમાં એસ.પી.આર.આર ને અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમિટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે[૧]. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમિટર અને શહેરની બહાર નિકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામો માંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યુ છે[૧].

રીંગ રોડના વિભાગો[ફેરફાર કરો]

વિભાગ - ૧[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશન સુધીનો ૧૪.૧૦૬ કિલોમિટરનો વિભાગ

વિભાગ - ૨[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશનથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો ૨૫.૫૧૮ કિલોમિટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી લાંબો છે.

વિભાગ - ૩[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન સુધીનો ૨૨.૮૬૨ કિલોમિટરનો વિભાગ

વિભાગ - ૪[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો રસ્તો ૧૩.૮૨૭ કિલોમિટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી ટૂંકો છે.

તબક્કાવાર ઉપલબ્ધ થનારી માળખાકીય સવલતો[ફેરફાર કરો]

તબક્કો ૧[ફેરફાર કરો]

સંપુર્ણ રીંગ-રોડનું વચ્ચે ડીવાઇડર વાળી અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતા માર્ગની રચના. રીંગ-રોડ બે વખત સાબરમતીને ઓળંગે છે ત્યાં પુલોનિં નિર્માણ. આ તબક્કો ૨૦૦૪માં શરૂ થયેલો અને ૨૦૦૭માં પુરો થયેલ હતો.

તબક્કો ૨[ફેરફાર કરો]

વચ્ચે ડીવાઇડર હોય તેવા અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતાસંપુર્ણ રીંગ-રોડનું ડીવાઇડરની બન્ને બાજુ ચાર ચાર લેન ધરાવતા રીંગ-રોડમાં પરીવર્તન અને બન્ને બાજુ સર્વિસ રોડની રચના. પહેલો તબક્કો હજું સંપુર્ણ પુરો નહોતો થયો ત્યાજ ૨૦૦૬માં જ આ તબક્કાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. અને ૨૦૧૧ સુધીમાં આ કાર્ય પુરૂ થઇ ચુક્યુ હતું.

તબક્કો ૩[ફેરફાર કરો]

આ તબક્કામાં બીઆરટીએસ સેવા ચાલુ કરવામાં આવશે.


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ઔડા. "એસપીઆરઆર વિષે ઔડાની વેબસાઇટ પર માહિતિ" (PDF). ઔડા. મૂળ મૂળ (PDF) થી ૩-જુલાઇ-૨૦૧૫ પર સંગ્રહિત. ૩-જુલાઇ-૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)