લખાણ પર જાઓ

ગુજરાત સલ્તનત

વિકિપીડિયામાંથી
ગુજરાત સલ્તનત

૧૪૦૭–૧૫૭૩
ગુજરાત સલ્તનતનો ધ્વજ
ધ્વજ
૧૫૨૫માં ગુજરાત સલ્તનત
૧૫૨૫માં ગુજરાત સલ્તનત
રાજધાનીઅણહિલવાડ પાટણ (૧૪૦૭–૧૪૧૧)
અમદાવાદ (૧૪૧૧–૧૪૮૪, ૧૫૩૫–૧૫૭૩) મોહમ્મદાબાદ (૧૪૮૪–૧૫૩૫)
સામાન્ય ભાષાઓજૂની ગુજરાતી
પ્ર્શિયન (અધિકારીક)
ધર્મ
હિંદુ
ઇસ્લામ
જૈન
સરકારરાજાશાહી
મુઝફ્ફર વંશ 
• ૧૪૦૭–૧૪૧૧
મુઝફ્ફર શાહ પ્રથમ (પ્રથમ)
• ૧૫૬૧-૧૫૭૩, ૧૫૮૪
મુઝફ્ફર શાહ તૃતીય (અંતિમ)
ઇતિહાસ 
• મુઝફ્ફરશાહ દ્વારા દિલ્હી સલ્તનતમાંથી આઝાદીની જાહેરાત
૧૪૦૭
• અકબર દ્વારા વિલય
૧૫૭૩
ચલણટકા
પહેલાં
પછી
દિલ્હી સલ્તનત હેઠળ ગુજરાત
તુઘલખ વંશ
મુઘલ સામ્રાજ્ય હેઠળ ગુજરાત
પોર્ટુગીઝ ભારત
આજે ભાગ છે:ભારત
પોર્ટુગીઝો સામે દીવના ઘેરામાં (૧૫૩૭) ઓટ્ટોમાન સામ્રાજ્ય સહયોગી તરીકે ગુજરાતના બહાદુર શાહનું મૃત્યુ. (૧૬મી શતાબ્દીના અંતમાં અકબરનામામાંથી રેખાંકિત)

ગુજરાત સલ્તનત એક મધ્યયુગીન ભારતીય મુસ્લિમ રાજપૂત રાજ્ય હતું, જે ૧૫મી સદીના પ્રારંભમાં ભારતના ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું હતું. સત્તારૂઢ મુઝફ્ફર વંશના સ્થાપક ઝફરખાન (બાદમાં મુઝફ્ફર શાહ પ્રથમ)ને ૧૩૯૧માં ઉત્તર ભારતના મુખ્ય શાસક નાસિર-ઉદ્‌-દિન મોહમ્મદ બિન તુગલક ચોથા (દિલ્હી સલ્તનત) દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઝફરખાનના પિતા સહારન ટંકા રાજપૂત હતા જેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.[][] ઝફરખાને ઝફરખાને અણહિલવાડ પાટણ નજીક ફર્હાત-ઉલ-મુલ્કને હરાવીને શહેરને પોતાની રાજધાની બનાવી દીધી. તૈમુરના દિલ્હી પર આક્રમણ બાદ દિલ્હી સલ્તનત નોંધપાત્ર રીતે નબળું પડ્યું અને તેથી તેમણે ૧૪૦૭માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યા અને ઔપચારિક રીતે ગુજરાત સલ્તનતની સ્થાપના કરી. પછીના સુલતાન, તેમના પૌત્ર અહમદશાહે ૧૪૧૧માં નવી રાજધાની અમદાવાદની સ્થાપના કરી હતી. તેમના ઉત્તરાધિકારી મોહમ્મદ શાહ બીજાએ મોટા ભાગના રાજપૂત પ્રમુખોને તાબામાં લીધા. મહમદ બેગડાના શાસનકાળ દરમિયાન સલ્તનતની સમૃદ્ધિ ચરમસીમાએ પહોંચી હતી. તેમણે મોટાભાગના રાજપૂત વડાઓને દબાવી દીધા હતા અને દીવના દરિયાકિનારે નૌકાદળનું નિર્માણ કર્યું હતું. ૧૫૦૯માં પોર્ટુગીઝોએ દીવના યુદ્ધ બાદ ગુજરાત સલ્તનતમાંથી દીવને પડાવી લીધું. ૧૫૨૬માં સિકંદર શાહની હત્યાથી સલ્તનતના પતનનો આરંભ થયો. મુઘલ સમ્રાટ હુમાયુએ ૧૫૩૫માં ગુજરાત પર હુમલો કર્યો અને થોડા સમય માટે તેના પર કબજો કરી લીધો. ૧૫૩૭માં સંધિ કરતી વખતે બહાદુર શાહની પોર્ટુગીઝોએ હત્યા કરી નાખી હતી. સલ્તનતનો અંત ૧૫૭૩માં આવ્યો, જ્યારે અકબરે પોતાના સામ્રાજ્યમાં ગુજરાતને જોડી દીધું. છેલ્લા શાસક મુઝફ્ફર શાહ ત્રીજાને કેદી તરીકે આગ્રા લઈ જવામાં આવ્યો. ૧૫૮૩માં તેઓ જેલમાંથી ભાગી ગયા અને ઉમરાવોની મદદથી થોડા સમય માટે ગાદી પાછી મેળવવામાં સફળ રહ્યા. છેવટે અકબરના સેનાપતિ અબ્દુલ રહીમ ખાન-એ-ખાનાએ તેમને હરાવી રાજ્ય પર કબજો મેળવી લીધો.[]

ઉદ્‌ગમ

[ફેરફાર કરો]

સલ્તનતનો ઉદય બે ટંકા રાજપૂત ભાઈઓ સહારન અને સાધુના નામે છે, જેઓ વર્તમાન હરિયાણાના થાણેસરના રહેવાસી હતા.[]

મોહમ્મદ બિન તુગલુકના શાસન દરમિયાન તેના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક એક સમયે શિકાર અભિયાન પર હતા અને પોતાનો રસ્તો ગુમાવી બેઠા હતા. તે એક ગામમાં પહોંચા જ્યાં તેમનો ભેટો સાધુ અને સહારનથી થયો. બન્ને ભાઈઓના આતિથ્યમાં દારૂ પીધા પછી તેમણે રાજાના પિતરાઈ અને ઉત્તરાધિકારી તરીકેની પોતાની ઓળખ જાહેર કરી. બંને ભાઈઓએ તેમની સુંદર બહેન સાથે લગ્ન કરવાની દરખાસ્ત કરી જે તેમણે સ્વીકારી લીધી. બન્ને ભાઈઓ ફિરોઝ શાહ તુગલુક સાથે પોતાની બહેનને લઈ દિલ્હી ગયા. ત્યાં તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. સાધુએ સમશેર ખાન તથા સહારને વજીહ-ઉલ-મુલ્ક નામ ધારણ કર્યું તેઓ સંત મખદમ-સૈયદ-એ-જહાંજિયાં-જહાંગીના શિષ્યો હતા.[][][][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Rajput, Eva Ulian, pg. 180
  2. ૨.૦ ૨.૧ The Rajputs of Saurashtra, Virbhadra Singhji, pg. 45
  3. Sudipta Mitra (2005). Gir Forest and the Saga of the Asiatic Lion. Indus Publishing. પૃષ્ઠ 14. ISBN 978-81-7387-183-2.
  4. Aparna Kapadia (16 May 2018). Gujarat: The Long Fifteenth Century and the Making of a Region. Cambridge University Press. પૃષ્ઠ 183–185. ISBN 978-1-107-15331-8.
  5. Taylor 1902, pp. 2.
  6. James Macnabb Campbell, સંપાદક (1896). "MUSALMÁN GUJARÁT. (A.D. 1297–1760): Introduction) and II. Áhmedábád King. (A.D. 1403–1573.". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part II. The Government Central Press. પૃષ્ઠ 210–212, 236–270. |volume= has extra text (મદદ)  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]