જૂની ગુજરાતી
જૂની ગુજરાતી | |
---|---|
યુગ | ૧૬મી સદીમાં મધ્ય ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓમાં વિકસિત થઈ |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
પ્રારંભિક સ્વરૂપ | ગુર્જર અપભ્રંશ
|
લિપિ | દેવનાગરી |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | – |
ગ્લોટ્ટોલોગ | None |
જૂની ગુજરાતી (જેને ગુજરાતી ભાખા કે ગુર્જર અપભ્રંશ પણ કહેવામાં આવે છે, ઈસ.૧૧૦૦–૧૫૦૦), આધુનિક ગુજરાતી અને રાજસ્થાનીની પૂર્વજ છે.[૨] તે ગુજરાત, પંજાબ, રાજપુતાના અને મધ્ય ભારતમાં વસતા અને શાસન કરતા ગુર્જરો દ્વારા બોલવામાં આવતી હતી.[૩][૪] ૧૨મી સદીની શરૂઆતમાં આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાતી હતી. આ સમયનાં લખાણોમાં સીધા/ત્રાંસા સંજ્ઞા સ્વરૂપો, સહાયક ક્રિયાપદો અને postpositions જેવાં લાક્ષણિક ગુજરાતી લક્ષણો દેખાય છે.[૫] આજની ગુજરાતીની જેમ તેમાં પણ ૩ જાતિઓ (વ્યાકરણ જાતિ) હતી, અને ઈસ. ૧૩૦૦ આસપાસ આ ભાષાનું એકદમ પ્રમાણિત સ્વરૂપ ઉભરેલું. સામાન્ય રીતે તો આ ભાષા "જૂની ગુજરાતી" તરીકે જ ઓળખાય છે પણ કેટલાંક વિદ્વાનો તેને જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે પણ ઓળખાવવી પસંદ કરે છે. તેમની દલીલનો પાયો એ છે કે, ગુજરાતી અને રાજસ્થાની ત્યારે અલગ નહોતી. આ માન્યતા માટે કારણરૂપ એવું પરિબળ એ દર્શાવવામાં આવે છે કે, આધુનિક રાજસ્થાનીમાં છૂટીછવાઈ રીતે નાન્યતર જાતિ વપરાય છે, આ ખોટા નિષ્કર્ષનું કારણ એ છે કે, કેટલાંક વિસ્તારમાં અનુનાસિક વ્યંજન પછી પુલ્લિંગ "ઓ" ને સ્થાને "ઉ" વપરાય છે તે અને ગુજરાતીનો નાન્યતર "ઉ" સમાન છે.[૬] આ ભાષાના પુરોગામી સમુ ઔપચારિક વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ જૈન મુની અને પ્રસિદ્ધ વિદ્વાન હેમચંદ્રાચાર્ય સુરીએ, અણહિલવાડ પાટણનાં ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહનાં રાજ્યકાળમાં લખ્યું હતું.[૭]
સાહિત્ય
[ફેરફાર કરો]મોટાભાગનું સાહિત્ય વિવિધ શૈલીઓમાં લખાયેલું છે, જેમાંનું ઘણુંખરું શ્લોકરૂપે (કે કાવ્ય સ્વરૂપે) છે, જેમ કે:[૮]
- રાસા, મુખ્યત્વે ઉપદેશાત્મક વર્ણનો, જેમાંનુ બહુ જૂનો અને જાણીતો છે શાલિભદ્રસુરીનો ભારતેશ્વરબાહુબલી (૧૧૮૫).
- ફાગુ, જેમાં વસંતોત્સવનાં વર્ણનો અને ઉજવણીઓ હોય છે, જેમાં જૂનું છે જિનપદ્મસુરીનું સિરીતુલિબ્ડ્ડા (Sirithūlibadda) (સને. ૧૩૩૫). બહુ જ જાણીતું છે, અજ્ઞાત રચનાકારનું ૧૪ કે ૧૫મી સદીનું કે તેનાથી પણ જૂનું, વસંતવિલાસ.
- બારમાસી, બારે બાર માસનાં કુદરતી સૌંદર્ય (ઋતુસૌંદર્ય)નું વર્ણન.
- આખ્યાન, જેમાં દરેક પ્રકરણ સમાન લંબાઈનું હોય છે. ધાર્મિક પુસ્તકની ઉપકથા જેને ગ્રંથિક અથવા વ્યવસાયી કથાકાર દ્વારા ગાયન અને નાટક દ્વારા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી શકાય. ઓખાહરણ તેનું એક ઉદાહરણ છે.
નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવે છે. યુવાવયે સરસ સંપાદનના ગુણયુક્ત ૧૪મી સદીની મહત્વની ગદ્યરચનારૂપે "તરુણપ્રભા"નું ભાષ્ય, સદ્વસ્યકબાલબોધવ્રત્તિ (Ṣaḍāvaśyakabālabodhavr̥tti) ગણાય છે.[૮]
ધ્વનિશાસ્ત્ર
[ફેરફાર કરો]જૂની ગુજરાતીમાં ળકાર મહદાંશે ગેરહાજર છે, જેનો ઉપયોગ હાલની આધુનિક ગુજરાતીમાં સામાન્ય છે. શક્ય છે કે મરાઠા અને મરાઠી ભાષાના સંસર્ગને કારણે તેનો પછીથી ફેર પરિચય થયો છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Ernst Kausen, 2006. Die Klassifikation der indogermanischen Sprachen (Microsoft Word, 133 KB)
- ↑ Dalby 1998, p. 237
- ↑ Ajay Mitra Shastri; R. K. Sharma; Devendra Handa (2005), Revealing India's past: recent trends in art and archaeology, Aryan Books International, p. 227, ISBN 8173052875, "It is an established fact that during 10th-11th century ... Interestingly the language was known as the Gujjar Bhakha."
- ↑ K. Ayyappapanicker (1997), Medieval Indian literature: an anthology, Volume 3, Sahitya Akademi, p. 91, ISBN 9788126003655, https://books.google.com/books?id=KYLpvaKJIMEC&pg=PA91&dq
- ↑ Mistry 2003, p. 115
- ↑ Smith, J.D. (2001) "Rajasthani." Facts about the world's languages: An encyclopedia of the world's major languages, past and present. Ed. Jane Garry, and Carl Rubino: New England Publishing Associates. pp. 591-593.
- ↑ Rita Kothari (8 April 2014). Translating India. Routledge. પૃષ્ઠ 73–74. ISBN 978-1-317-64216-9. મેળવેલ 5 August 2014.
- ↑ ૮.૦ ૮.૧ Cardona & Suthar 2003, p. 661
વધુ વાંચો
[ફેરફાર કરો]- Bender, E. (1992) The Salibhadra-Dhanna-Carita: A Work in Old Gujarati Critically Edited and Translated, with a Grammatical Analysis and Glossary. American Oriental Society: New Haven, Conn. ISBN 0-940490-73-0
- Brown, W.N. (1938), "An Old Gujarati Text of the Kalaka Story", Journal of the American Oriental Society 58 (1): 5–29, doi:10.2307/594192, http://www.jstor.org/stable/594192.
- Dave, T.N. (1935) A Study of the Gujarati Language in the XVth Century. The Royal Asiatic Society. ISBN 0-947593-30-6
- Tessitori, L.P. (1914–1916) "Notes on the Grammar of Old Western Rajasthani." Indian Antiquary. 43–45.