સાર્થ જોડણીકોશ
સાર્થ જોડણીકોશ એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલ ગુજરાતી શબ્દોનો શબ્દકોશ - જોડણી કોશ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ઇ.સ. ૧૯૨૯માં બહાર પડેલી સાર્થની પ્રથમ આવૃત્તિમાં ૪૩૭૪૩ શબ્દો હતા. (પૃષ્ઠ ૩૭૩; તેની 'પડતર કિંમત પોણાચાર રૂપિયા' હતી, 'વેચવાની કિંમત ત્રણ રૂપિયા') બીજીમાં ૪૬૬૬૧, (ઈ.સ. ૧૯૩૧), ત્રીજીમાં ૫૬૩૮૦ (૧૯૩૭) ચોથીમાં થોડા વધારે (ઈ.સ. ૧૯૪૯) પણ ખાસ ઉમેરો ન હતો, પાંચમીમાં ૬૮૪૬૭. પાંચમી આવૃત્તિ ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ ત્યારબાદ આજ સુધી પાંચમી આવૃત્તિનાં પુનર્મુદ્રણ જ થયા કર્યાં છે. તેના શબ્દભંડોળમાં કોઈ વધારો થયો નથી. વર્ષ ૨૦૦૫માં તેની પૂરવણી પ્રસિદ્ધ થઈ, તેનો ઉદ્દેશ અન્ય ભાષાના, વિશેષ કરીને અંગ્રેજી ભાષાના જે શબ્દો વ્યાપક રીતે વપરાતા હોય અને લગભગ રૂઢ જેવા થઈ ગયા હોય તે શબ્દો આપવા પૂરતો મર્યાદિત હતો. આ પૂરવણીમાં ૫૦૦૦ શબ્દો છે. આમ સાર્થ જોડણીકોશમાં ૬૮૪૭૩+૫૦૦૦ = ૭૩૪૭૩ જેટલા શબ્દો છે.[૧]
ઇ.સ. ૨૦૦૭માં ગુજરાતીલેક્સિકોન સાથે મળીને સાર્થ સ્પેલચેકર બહાર પાડવામાં આવ્યું હતું.
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સાર્થ જોડણીકોશ ૧૯૪૯ની આવૃત્તિ સંગ્રહિત ૨૦૧૭-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન
- ગુજરાત વિદ્યાપીઠનું મુખપૃષ્ઠ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Welcome to Bhagwadgomandal". www.bhagwadgomandal.com. મેળવેલ 2018-10-03.