ગુજરાતી સિનેમા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગુજરાતી સિનેમા કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એ ભારતનો એક બિનહિંદી ભાષી, મહત્વનો ફિલ્મ ઉદ્યોગ છે. તેની શરૂઆત ૯ એપ્રિલ ૧૯૩૨ના પ્રથમ ગુજરાતી ચલચિત્ર નરસિંહ મહેતા દ્વારા થઈ હતી. [૧][૨] ૧૯૬૦, ૭૦ અને ૮૦ના દશકમાં ફાલ્યા ફૂલ્યાં પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ૨૦૦૫માં તો સરકારે ગુજરાતી ફિલ્મોને ૧૦૦% કરમુક્ત જાહેર કરી હતી.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૩૨માં સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા આવી. આના દિગ્દર્શક નાનુભાઈ વકીલ હતા. આ ફિલ્મમાં મોહનલાલા, મારુતીરાવ, માસ્ટર મનહર અને મિસ મહેતાબ કલાકાર હતા. આ એક સંત ચરિત્ર ફિલ્મ હતી જે સંત નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ અનોખી હતી કેમકે તેમાં કોઈ ચમત્કાર આદિ બતાવવામાં આવ્યાં ન હતા.

૧૯૩૫માં એક અન્ય ફિલ્મ "ઘર જમાઈ" બની જેના દિગ્દર્શક હોમી માસ્ટર હતા. આ ફિલ્મમાં હીરા, જમના, બેબી નૂરજહાં, અમૂ, અલીમિયાં, જમશેદજી અને ગુલામ રસૂલએ અભિનય કર્યો. આ ફિલ્મ ઘર જમાઈ, સ્ત્રી સ્વાતંત્ર્ય સંબંધે તેનો વિરોધ અને તેના નાસી છૂટવાના પ્રયાસો પર આધારિત એક હાસ્ય ફિલ્મ હતી. આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી. ચત્રભુજ દોશી દ્વારા દિગદર્શીત 'કરિયાવર', રામચંદ્ર ઠાકુર દ્વારા દિગદર્શીત 'વડીલોના વાંકે', રતિભાઈ પુનાતર દ્વારા દિગદર્શીત 'ગાડાનો બેલ' અને વલ્લ્ભ ચોક્સી દ્વારા દિગદર્શીત 'લીલુડી ધરતી' એ ચુનીલાલ મડિયાની નવલકથા પર આધારિત હતી. આધુનિકીકરણના પરિણામે નિર્મિત તકલીફો આ ફિલ્મોમાં જોવા મળે છે. ’ગાડાનો બેલ’ જેવી ફિલ્મોમાં પરિવર્તન અને સત્યનું અસરકારક નિરૂપણ થયલું છે.

એક ફિલ્મ "ગુણસુંદરી" નો ખાસ ઉલ્લેખ થાય છે, કેમકે આ ફિલ્મ ૧૯૨૭ થી ૧૯૪૮ વચ્ચે ત્રણ વખત બની હતી. ચંદુલાલ શાહ દ્વારા ૧૯૨૭માં બનેલી તે પ્રથમ ફિલ્મ એટલી પ્રસિદ્ધ થઈ કે તેમણે ૧૯૩૪માં તેને ફરીથી બનાવી. રતિલાલ હેમચંદ પુનાતરે ફરી તેને ૧૯૪૮માં બનાવી. હિંદી ફિલ્મોની પ્રસિદ્ધ ચરિત્ર અભિનેત્રી નિરુપા રોયએ આ ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

"ગુણસુંદરી" એ એક એવી ગરીબ સ્ત્રીની કથા છે કે જેના ગુણશીલ સ્વભાવને કારણે તેનો પતિ તેને પસંદ કરતો નથી. અંતમાં તે સ્ત્રી રસ્તા પર આવી જાય છે જ્યાં તેને તેના જેવો જ, રસ્તા પર આવી ગયેલો, હારેલો એક પુરુષ મળે છે. ફિલ્મ ત્યાં પૂરી થાય છે. ત્રણે ફિલ્મો પોતાના અંતમાં જુદી પડે છે અને સમયની માગ અનુસાર તેમનો અંત બદલાયો છે.

વિષય વસ્તુના સંદર્ભે નાટકીય અને ભાવનાત્મક ફિલ્મો દર્શકોમાં પ્રિય રહેલી છે, અખંડ સૌભાગ્યવતી, જેમાં બોલીવૂડની અભિનેત્રી આશા પારેખએ અભિનય કર્યો હતો, તે ૧૯૬૩ની સફળ ફિલ્મ હતી. ગુજરાતી ટીવી. શ્રેણીઓના નિર્માણ ક્ષેત્રે આશા પારેખનું ઘણું સારું યોગદાન રહ્યું છે. ઘણા લાંબા સમય સુધી તેમની નિર્માણ કંપની 'જ્યોતિ' ઘરઘરમાં પ્રચલિત હતી.

૧૯૭૫માં બનેલી ચંદ્રકાંત સાંગાણી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ 'તાનારીરી' એ અકબરના જીવનનું અન્ય પાસું પ્રગટ કરે છે જે સામાન્ય રીતે એક રાજા સ્વરૂપે દર્શાવેલું હોય છે. ૧૯૭૬ની ગિરીશ મનુકાંત 'સોનબાઈની ચૂંદડી' એ પહેલી ગુજરાતી સિનેમા સ્કોપ ફિલ્મ હતી. આ ઉપરાંત ૧૯૮૦માં નિર્મિત કેતન મહેતાની ફિલ્મ ભવની ભવાઈ નામે એક ફીલ્મ બનાવાઈ હતી. આ ફિલ્મ ઉત્કૃષ્ટ અભિનય, છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે મીરા લાખીયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાંસના નેન્ટ્સ ફેસ્ટીવલમાં ઈનામ મળ્યું હતું. ૧૯૯૨ની સંજીવ શાહ દિગ્દર્શીત ફિલ્મ 'હું હુંશી હુંશીલાલ' એક અર્વાચીન ફિલ્મ હતી.

વિષયો[ફેરફાર કરો]

ગુજરાતી ફિલ્મો મોટે ભાગે માનવીય કે સામાજિક ભાવનાઓ દ્વારા વણાયેલી હોય છે. આમાં પારિવારિક સંબંધો, માનવ્ચ મનની ઈચ્છાઓ અને સમાજ જીવન સંબંધી વિષયવસ્તુ હોય છે.

કલાકારો[ફેરફાર કરો]

મલ્લિકા સારાભાઈ

ઘણા પ્રસિદ્ધ કલાકારોએ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમકે, સંજીવ કુમાર, રાજેંદ્ર કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણકુમાર, રીટા ભાદુરી, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, સ્નેહલતા, જયશ્રી ટી., હીતેન કુમાર વગેરે.

અન્ય ફિલ્મ ઉદ્યોગોમાં ગુજરાતી વ્યક્તિઓ[ફેરફાર કરો]

ગુજરાતી સિનેમાના ખેલ સમય

બોલીવુડ કે હિંદી ફિલ્મ જગતમાં ઘણા ગુજરાતીઓનો નોંધપાત્ર ફાળો છે જેમ કે સ્વ. સંજીવ કુમાર, આશા પારેખ, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પ્રાચી દેસાઇ, જેકી શ્રૉફ, પરેશ રાવલ, દીપશિખા, દર્શન જરીવાલા, પૂજા ભટ્ટ, સરમન જોશી, નિરુપા રોય, સ્વ. કલ્પના દિવાન, બિંદુ ઝવેરી, અનંગ દેસાઈ, ટીકુ તલસાણીયા, સતીષ શાહ, સ્વ. દીના પાઠક, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, ટીના અંબાણી, સ્વ. પરવીન બાબી, ડિમ્પલ કાપડીયા, અમીષા પટેલ, તુલીપ જોશી, આયેશા ટાકિયા, દીપીકા ચિખલિયા, નીલમ કોઠારી, સ્વ. અજીત વાછાની, સ્વ. ઉર્મિલા ભટ્ટ, ઉપેન પટેલ, હિમેશ રેશમિયા, શ્રુતી શેઠ, ફારુખ શેખ, માનવ ગોહીલ, રોમા માણેક વગેરે.

અન્ય ગુજરાતીભાષી દિગદર્શકો અને નિર્માતાઓ પણ બોલીવુડમાં કાર્યરત છે, જેમકે સંજય લીલા ભણસાલી, જીતેન પુરોહીત, વિજય ભટ્ટ, નાનાભઈ ભટ્ટ, મનમોહન દેસાઈ, કેતન દેસાઈ, મહેબૂબ ખાન, મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, વિક્ર્મ ભટ્ટ, ચંદ્ર બારોટ, નરિમન એ. ઈરાની, સંજય ગઢવી, ઈંદ્ર કુમાર, ધીરજલાલ શાહ, અબ્બાસ-મસ્તાન, મેહુલ કુમાર, વિપુલ શાહ, રાહુલ ઢોલકીયા વગેરે.

આલિશા ચિનોઇ, અલકા યાજ્ઞિક, મનહર ઉધાસ, પંકજ ઉધાસ, ફાલ્ગુની પાઠક, હિમેશ રેશમિયાએ હોલીવુડના જાણીતા ગુજરાતી ગાયકો છે. કલ્યાણજી આણંદજી, ઈસ્માઈલ દરબાર અને જયકિશન (શંકર જયકિશન જોડીના) જાણીતા ગુજરાતીભાષી સંગીતકારો છે.

કોલીવુડ (તમિલ ફિલ્મ ઉદ્યોગ)ની નમિતા, એટલે કે નમિતા મુકેશ વાંકવાળા એ જાણીતી અભિનેત્રી છે.

કલ્પેન મોદી એ કાલ પેન તરીકે જાણીતા હોલીવુડ વ્યક્તિ છે. દેવ પટેલ સ્લમ ડૉગ મિલિયનેર નામક ચિત્રપટ પછી જાણીતા બન્યા છે. ગાંધી નામની ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર ભજવનાર મુખ્ય અભિનેતા બેન કિંગ્સ્લી પણ ગુજરાતી મૂળ ધરાવે છે.

સુવર્ણ કાળ[ફેરફાર કરો]

૧૯૬૫ થી ૧૯૯૦નો કાળ ગુજરાતી ફિલ્મોનો સૂવર્ણ કાળ હતો.(સંદર્ભ આપો)

રાષ્ટ્રીય પુરસ્કાર[ફેરફાર કરો]

'ભવની ભવાઈ' એ ૧૯૮૦માં પ્રસિદ્ધ થયેલી ફિલ્મ કેતન મહેતા દ્વારા દિગદર્શિત હતી. આ ફિલ્મ ઉત્કૃષ્ટ અભિનય, છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે મીરા લાખીયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાંસના નેન્ટ્સ ફેસ્ટીવલમાં ઈનામ મળ્યું હતું. ૨૦૦૯માં "લીટલ ઝીઝો", નામની હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બનેલી ફિલ્મ, જેનું દિગદર્શન સૂની તારાપોરવાલાએ કર્યું હતું, તેને પરિવાર કલ્યાણ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર ’રજત કમળ’ મળ્યો હતો.(સંદર્ભ આપો)

અન્ય માહિતી[ફેરફાર કરો]

અત્યાર સુધી ૭૬૨ જેટલી ગુજરાતી ફિલ્મો બની છે.(સંદર્ભ આપો) ૮૦ થી ૧૦૦ દ્રશ્યોની હિંદી ફિલ્મ માટે ૫૦૦૦ થી ૮૦૦૦ શૉટ લેવાય છે જ્યારે ગુજરાતી ફિલ્મો ૫૦૦ થી ૮૦૦ શૉટ લે છે, કેમકે ફિલ્મના બજેટ અનુસાર એટલા શૉટ લેવાનું તેમને પાલવે નહીં. હાલમાં સરકારે ગુજરાતી ફિલ્મોને ૧૦૦% કર મુક્તિ આપી છે. સિનેમાગૃહને ૧ રૂ. નો વધારાનો સર્વિસ ચાર્જ પણ મળશે.(સંદર્ભ આપો)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]