હેલ્લારો
હેલ્લારો ૨૦૧૯ની ભારતીય ગુજરાતી ઐતિહાસિક ચિત્રપટ છે, જે અભિષેક શાહ દ્વારા સહ-લેખિત અને નિર્દેશન કરેલ છે અને આશિષ પટેલ, નીરવ પટેલ, આયુષ પટેલ, પ્રિતિક ગુપ્તા, મિત જાની અને અભિષેક શાહ દ્વારા સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મોના બેનર હેઠળ નિર્માણ કરાયેલ છે. જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર, બ્રિંદા ત્રિવેદી નાયક, શચી જોશી, નીલમ પંચાલ, તેજલ પંચાસરા અને કૌસાંબી ભટ્ટની જોડીવાળી આ ફિલ્મ અભિષેક શાહના દિગ્દર્શક પદાર્પણની નિશાની છે.
હેલ્લારો એ ૬૬ મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર (feature) ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.[૧] ૨૦ નવેમ્બરથી ૨૮ દરમિયાન યોજાયેલ ગોઆના ૫૦ મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઈ.એફ.એફ.આઈ) ખાતે ભારતીય પેનોરમાં દ્વારા સત્તાવાર રીતે તેની પસંદગી કરવામાં આવી છે.[૨] ફિલ્મ મહોત્સવમાં તે દિગ્દર્શકની પ્રથમ શ્રેષ્ઠ ચિત્રપટ માટે પણ નામાંકિત છે.[૩] આ ફિલ્મ ૮ નવેમ્બર ૨૦૧૯ ના રોજ ભારતમાં રજૂ થઇ હતી.
સારાંશ
[ફેરફાર કરો]૧૯૭૫માં, મંજરી નામની એક યુવતી, કચ્છના રણના મધ્યમાં એક નાનકડા ગામમાં લગ્ન કરે છે. ત્યાં, તે પિતૃપ્રધાન આદેશો દ્વારા જીવતી સ્ત્રીઓના જૂથમાં જોડાય છે. જ્યારે તેઓ દરરોજ સવારે કોઈ દૂરના સ્થળે પાણી લેવા માટે જાય છે ત્યારે દમનથી તેમને થોડો છુટકારો મળે છે. દરરોજ તે થોડા કલાકો સિવાય, તેમના જીવન પુરુષો દ્વારા બનાવેલા નિયમો દ્વારા બંધાયેલા છે, જેનું તેઓ પાલન કરે છે. તેઓ ખૂબ જ દયનીય જીવન જીવે છે. એક દિવસ, પાણી લાવવા જતા હતા ત્યારે તેઓને કોઈ રણની વચ્ચે દેખાય છે અને તેમનું જીવન હંમેશ માટે બદલાઈ જાય છે.[૪]
કલાકારો
[ફેરફાર કરો]- શ્રદ્ધા ડાંગર
- જયેશ મોરે
- તેજલ પંચાસરા
- શૈલેષ પ્રજાપતિ
- મૌલિક નાયક
- આર્જવ ત્રિવેદી
- બ્રીંદા ત્રિવેદી નાયક
- તર્જની ભડલા
- નીલમ પંચાલ
- કૌશાંબી ભટ્ટ
- સ્વાતિ દવે
- ડેનીશા ઘૂમરા
- આકાશ ઝાલા
- રાજન ઠાકર
- કિશન ગઢવી
- કમલેશ પરમાર
- સચી જોષી
- રિદ્ધિ યાદવ
- જાગૃતિ ઠાકોર
- કામિની પંચાલ
- એકતા બચવાની [૫]
ઉત્પાદન
[ફેરફાર કરો]નવોદિત દિગ્દર્શક અને સહ-લેખક શાહે જણાવ્યું હતું કે તેમણે વાર્તા લોકગીત અને વાસ્તવિક જીવનના ઉદાહરણોથી પ્રેરિત થઈ લખી છે. પ્રતીક ગુપ્તાએ સહયોગી ડાયરેક્ટર તરીકે સાથે મળીને પટકથા, સંપાદન અને સહ-નિર્માણ કર્યું હતું. નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશી એ ગીતો, વધારાની પટકથા અને સંવાદો લખ્યા હતા. મેહુલ સુરતી એ સંગીત આપ્યું હતું.[૫] આશિષ પટેલ, નીરવ પટેલ, આયુષ પટેલ, અભિષેક શાહ, મિત જાની અને પ્રિતિક ગુપ્તાએ ફિલ્મ નિર્માણ કરી હતી. સર્જનાત્મક અને કારોબારી નિર્માતા તરીકે આયુષ પટેલ અને મિત જાની એ મદદ કરી.
ફિલ્મનું શૂટિંગ કચ્છના રણમાં બનાવવામાં આવેલા ગામના એક સેટમાં કરવામાં આવ્યું હતું.
પ્રકાશન
[ફેરફાર કરો]૧૦ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ નિર્માતાઓ દ્વારા ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરનું અનાવરણ કરાયું હતું.[૬]
આ ફિલ્મ ૮ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સિનેમા ઘરોમાં રજૂ થઇ હતી.[૪][૫][૭]
પ્રતિભાવ
[ફેરફાર કરો]આ ફિલ્મે ૬૬ મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો. તેર મહિલા અભિનેત્રીઓએ પણ તેમના અભિનય બદલ વિશેષ જ્યુરી એવોર્ડ જીત્યો. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવનારી તે પહેલી ગુજરાતી ફિલ્મ હતી.[૪][૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Staff, Scroll (9 August 2019). "National Awards: Aditya Dhar gets best director for 'Uri', Gujarati movie 'Hellaro' wins Best Film". Scroll.in. મેળવેલ 9 August 2019.
- ↑ "Gujarati film Hellaro to be IFFI Goa opening feature". mid-day. 7 October 2019.
- ↑ ANI (2019-10-20). "Indian films 'Hellaro', 'Uyare' to vie for Best Debut Feature Award at IFFI". Business Standard India. મેળવેલ 2019-12-09.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "Guj's 'Hellaro' is nation's best". Ahmedabad Mirror. 2018-08-10. મેળવેલ 2019-08-12.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "'Hellaro' 1st Gujarati film to win top national award". The Times of India. 2019-08-10. મેળવેલ 2019-08-12.
- ↑ "Hellaro | Official Trailer | Abhishek Shah - Jayesh More | Shraddha Dangar | 8th November 2019". YouTube. Hellaro. 10 October 2019.
- ↑ Singh, Suhani (2019-08-14). "How a little-known Gujarati movie won the best feature film award". India Today. મેળવેલ 2019-08-15.