નીલમ પંચાલ

વિકિપીડિયામાંથી
નીલમ પંચાલ
જન્મની વિગત૨૪ નવેમ્બર ૧૯૮૪
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૨૦૦૩-હાલ
પુરસ્કારોહેલ્લારો ચલચિત્ર (૨૦૧૯) માટે સ્પેશિયલ જ્યુરી એવોર્ડ

નીલમ પંચાલ (૨૪ નવેમ્બર ૧૯૮૪) એ એક ભારતીય સિનેમા અને ટેલિવિઝન અભિનેત્રી છે. તેણીએ હમારી દેવરાની, રુક જાના નહી, એક વીર કી અરદાસ… વીરા, લાજવંતી અને ઈશ્કબાઝ સહિતની ટેલિવિઝન ધારાવાહિકોમાં અભિનય આપ્યો છે. તેણીએ ૨૦૧૯માં ગુજરાતી ચિત્રપટ હેલ્લારો માં કામ કર્યુ હતું. તે ચિત્રપટ માટે તેણીએ ૬૬મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્પેશિયલ જ્યુરી એવોર્ડ જીત્યો હતો.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

નીલમે અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં તેણીએ ડીડી ગિરનાર પર એક ડાળના પંખી, ગીત ગુંજન, અને યુવા સંગ્રામ, ઈટીવી ગુજરાતી પર પરણ્યા એટલે પતી ગયા, પતિ પત્ની અને વાવાઝોડું અને ઝી ગુજરાતી પર સરસ્વતીચંદ્ર સહિત અનેક ગુજરાતી ભાષાની ટેલિવિઝન ધારાવાહિકોમાં જોવા મળી હતી.

તેણીએ ૨૦૦૭ ની ગુજરાતી ચિત્રપટ સ્નેહ ના સગપણ થી તેના સિનેમા ક્ષેત્રે પદાર્પણ કર્યુ. ૨૦૧૯ માં તેણી એ ગુજરાતી પીરિયડ ડ્રામા ચિત્રપટ હેલ્લારો માં અભિનય કર્યો હતો. જેમાં તેણીને ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. અને તેણીના અભિનય માટે તેણીએ વિશેષ જ્યુરી એવોર્ડ પણ મેળવ્યો હતો. સકારાત્મક સમીક્ષાઓ માટે આ ચલચિત્ર ૮ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેમાં તેણીના અભિનયની પ્રેક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

તેણી હમારી દેવરાની, રુક જાના નહી, એક વીર કી અરદાસ… વીરા, લાજવંતી અને ઈશ્કબાઝ સહિત હિન્દી ટેલિવિઝન શ્રેણીઓમાં જોવા મળી હતી. તેણીએ ૨૦૨૦માં મરાઠી ભાષાની ટેલિવિઝન શ્રેણી વૈજુ નં.૧ માં પારૂલ નામની ગુજરાતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું.

તેણીએ ભારત ભાગ્ય વિધાતા નાટકમાં કસ્તુરબા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. તેણી એ ૨૦૧૭ માં કાબીલ ચિત્રપટ સાથે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

તેણીએ વિજયગીરી બાવા દિગ્દર્શિત ગુજરાતી ચિત્રપટ ૨૧મું ટિફિનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૦૭ સ્નેહ ના સગપણ ગુજરાતી ગુજરાતી સિનેમા ક્ષેત્રે પદાર્પણ
૨૦૧૭ કાબીલ ઝફર ની પત્ની હિન્દી હિન્દી સિનેમા ક્ષેત્રે પદાર્પણ
૨૦૧૯ હેલ્લારો લીલા ગુજરાતી ૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્પેશિયલ જ્યુરી એવોર્ડ
૨૦૨૧ ૨૧મું ટિફિન નીતલ ની મમ્મી ગુજરાતી [૧]
૨૦૨૩ વશ બીના ગુજરાતી

શ્રેણી[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર ભાષા ચેનલ નોંધ
૨૦૦૩ પતિ પત્ની અને વાવાઝોડું ગુજરાતી ઈટીવી ગુજરાતી
એક ડાળ ના પંખી ગુજરાતી ડીડી ગિરનાર
ગીત ગુંજન ગુજરાતી ડીડી ગિરનાર સિંગીંગ શો
યુવા સંગ્રામ ગુજરાતી ડીડી ગિરનાર ગેમ શો
સરસ્વતીચંદ્ર ગુજરાતી ઝી ગુજરાતી
૨૦૦૮-૧૨ હમારી દેવરાની રાજેશ્વરી ગૌતમ નાણાવટી હિન્દી સ્ટાર પ્લસ
૨૦૧૧-૧૨ રુક જાના નહીં માલતી દેવી સિંહ હિન્દી સ્ટાર પ્લસ
૨૦૧૨ ક્રાઈમ પેટ્રોલ વકીલ ગાયત્રી હિન્દી સોની ટીવી
૨૦૧૨-૧૫ એક વીર કી અરદાસ... વીરા અમૃત કૌર હિન્દી સ્ટાર પ્લસ
૨૦૧૫-૧૬ લાજવંતી શકુંતા કિશનલાલ ભારદ્વાજ હિન્દી ઝી ટીવી
૨૦૧૬-૧૯ ઈશ્કબાઝ સાહીલ ની મમ્મી હિન્દી સ્ટાર પ્લસ
૨૦૧૬ મન મેં હૈ વિશ્વાસ રસીલા હિન્દી સોની ટીવી
૨૦૨૦ વૈજુ નં.૧ પારૂલ મરાઠી સ્ટાર પ્રવાહ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "નીલમ પંચાલ અભિનીત ફિલ્મ '૨૧મું ટિફિન'નું ટ્રેલર રિલીઝ,ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ થઈ છે આ ફિલ્મ-મિડ-ડે". ગુજરાતી મિડ-ડે. મેળવેલ ૨૦૨૧-૧૨-૦૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]