લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

૨૧મું ટિફિન

વિકિપીડિયામાંથી
૨૧મું ટિફિન
દિગ્દર્શકવિજયગીરી બાવા
પટકથા લેખક
  • વિજયગીરી બાવા
  • રામ મોરી
કથારામ મોરી
આધારીત૨૧મું ટિફિન (રામ મોરી)
નિર્માતાટ્વિંકલ વિજયગીરી
કલાકારો
  • નીલમ પંચાલ
  • રોનક કામદાર
  • નેત્રી ત્રિવેદી
છબીકલાપાર્થ ચૌહાણ
સંપાદન
  • આલોક મહેતા
  • વિજયગીરી બાવા
સંગીતમેહુલ સુરતી
રજૂઆત તારીખ
૧૦ ડિસેમ્બર ૨૦૨૧
અવધિ
૧૨૮ મિનીટ
દેશભારત
ભાષાગુજરાતી

૨૧મું ટિફિનવિજયગીરી બાવા દિગ્દર્શિત ૨૦૨૧ ની ગુજરાતી ચલચિત્ર છે. જેનું નિર્માણ વિજયગીરી ફિલ્મોસ બેનર હેઠળ ટ્વિંકલ વિજયગીરી દ્વારા કરવામાં આવેલ છે. આ ચલચિત્ર રામ મોરી ની ટૂંકી વાર્તા ૨૧મું ટિફિન પર આધારિત છે. આ ચિત્રપટ ટિફિન સર્વિસ નો વ્યવસાય કરતી એક મહિલા પર આધારિત છે.[]

વાર્તા

[ફેરફાર કરો]

ટિફિન નો વ્યવસાય ચલાવતી એક મહિલા તેના ૨૧માં ટિફિન માટે એક ગ્રાહક મળે છે. તેના આવવાથી તેણી નું જીવન ઘણું બદલાઈ જાય છે. તેણી નાં જીવનમાં સંઘર્ષો હોવા છતાં તે તેના અવરોધો ને દૂર કરે છે.

કલાકાર

[ફેરફાર કરો]
  • રોનક કામદાર
  • નેત્રી ત્રિવેદી

ઉત્પાદન

[ફેરફાર કરો]

આ ચિત્રપટ નું નિર્દેશન અને વાર્તા વિજયગીરી બાવા દ્વારા કરવામાં આવી છે. તે વિજયગીરી ફિલ્મોસ ના બેનર હેઠળ ટ્વિંકલ વિજયગીરી દ્વારા નિર્મિત છે. આ ચિત્રપટ રામ મોરી દ્વારા સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ટૂંકી વાર્તા સંગ્રહ મહોતુ ની વાર્તા છે.

મહાલક્ષ્મી ઐયર દ્વારા ગવાયેલ રાહ જુવે શણગાર અધુરો ૧૨ નવેમ્બર ૨૦૨૧ ના રોજ યુટ્યુબ ઉપર પ્રદર્શિત કરવા માં આવ્યું હતું. આ ગીત ને પ્રેક્ષકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો.

પ્રદર્શિત

[ફેરફાર કરો]

આ ચિત્રપટનું ટ્રેલર યુટ્યુબ ઉપર ૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, અને આ ચિત્રપટ ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ ના દિવસે પ્રદર્શિત થઈ.

રીસેપ્શન

[ફેરફાર કરો]

સીનેસ્તાન ની સોનલ પંડ્યાએ આ ચલચિત્રને ૫ માંથી ૩ નું રેટિંગ આપ્યું. તેણી એ ૨૦૨૧ ની મલયાલમ ચિત્રપટ ધ ગ્રેટ ઇન્ડિયન કિચન સાથે સરખામણી કરી. તેણી એ વાર્તા, અભિનય, દિગ્દર્શન અને સંગીત ના પણ વખાણ કર્યા. મિડ-ડે માટે લખતા નિરાલી કલાનીએ આ ચિત્રપટ ની વાર્તા, અભિનય, સંવાદો અને સંદેશા ના વખાણ કર્યા. સોશિયલ મીડિયા ના સમીક્ષક નીરજ સોલંકીએ આ ચિત્રપટને મેગ્નમ ઓપ્સ ગણાવી અમે તમામ સિનેમેટિક પાસા ઓ ના વખાણ કર્યા.

આ ચિત્રપટ ની પસંદગી ટોરન્ટો ઇન્ટરનેશનલ વુમન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧ માટે કરવામાં આવી. તેને WRPN મહિલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧ માં વિજેતા જાહેર કરવામાં આવી. તે સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૧૬ તસ્વીર સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ માં પસંદ કરવામાં આવી હતી અને પ્રદર્શિત કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૨૧ માં ઇન્ડિયન પેનોરમા પસંદગી હેઠળ ભારતના ૫૨માં ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી અને દેખાડવામાં આવી હતી. તેને ત્યાં ICFT યુનેસ્કો ગાંધી મેડલ માટે પણ સ્પર્ધા માં હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "૨૧મું ટિફિન (૨૦૨૧)-IMDB". ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ. મેળવેલ ૨૦૨૧. Check date values in: |access-date= (મદદ)
  2. "નીલમ પંચાલ અભિનીત ફિલ્મ '૨૧મું ટિફિન'નું ટ્રેલર રિલીઝ-મિડ-ડે". ગુજરાતી મિડ-ડે. મેળવેલ ૨૦૨૧-૧૨-૦૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]