રામ મોરી
રામ મોરી | |
---|---|
ગુજરાતી સાહિત્ય ઉત્સવ વડોદરા ખાતે - જાન્યુઆરી, ૨૦૧૯ | |
જન્મ | રામ ભાવસંગભાઈ મોરી ૦૨ ફેબ્રુઆરી ૧૯૯૩ મોટા સુરકા, સિહોર, ગુજરાત |
વ્યવસાય | ફિલ્મ લેખક, ટૂંકી વાર્તા લેખક, કટાર લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | અન્ડર ગ્રેજ્યુએટ |
લેખન પ્રકાર | ફિલ્મ લેખક |
નોંધપાત્ર સર્જનો | મહોતું (૨૦૧૬), મોન્ટુની બિટ્ટુ (૨૦૧૯). |
નોંધપાત્ર પુરસ્કારો | યુવા પુરસ્કાર (૨૦૧૭) |
રામ મોરી (જન્મ: ૨ ફેબ્રુઆરી ૧૯૯૩) એ ભારત ગુજરાતના ટૂંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટારલેખક છે, જેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે. મહોતું એ તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે, જેને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર (૨૦૧૭) પ્રાપ્ત થયો હતો.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૯૩ ના દિવસે સિહોર, ગુજરાતના એક ગામ મોટા સુરકામાં થયો હતો. તેમના માતા-પિતાનું નામ તેજલબા અને ભાવસંગભાઈ મોરી હતું. તેમનો પરિવાર પાલીતાણા નજીકના ગામ લાખાવાડનો વતની છે. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.
કારકીર્દી
[ફેરફાર કરો]તેમણે ૧૭ વર્ષની ઉંમરે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, એતાદ, તથાપિ અને શબ્દસાર જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત કરવામાં આવી છે.
તેમણે પહેલા TV9 ગુજરાત સાથે કામ કર્યું અને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. તેઓ વિજયગીરી ફિલ્મસ્ સાથે પણ કામ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કલમ "મુકામ વાર્તા" અને મુંબઇ સમાચારમાં "ધ કન્ફેશન બોક્ષ" લખી હતી. તેમણે ગુજરાતી મેગેઝિન કોકટેલ જિંદગી અને #We, ફુલછાબમાં લવ યુ જિંદગી જેવી કટારો લખી છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)માં તેઓ મુલાકાતી શિક્ષક તરીકે ફરજ બજાવે છે.[૧]
રચનાઓ
[ફેરફાર કરો]૨૦૧૬ માં, તેમનો લઘુ વાર્તા સંગ્રહ મહોતું પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યા. તેમની ટૂંકી વાર્તાઓ સૌરાષ્ટ્રની ગ્રામીણ મહિલાઓની આસપાસ કેન્દ્રિત છે.[૧][૨] તેમનો બીજો ટૂંકી વાર્તા સંગ્રહ, કોફી સ્ટોરીઝ્, ડિસેમ્બર ૨૦૧૮ માં બહાર પડ્યો. તેમનું ત્રીજું પુસ્તક કન્ફેશન બોક્સ નામનો પત્ર વાર્તાઓનો સંગહ હતો જે ઑગસ્ટ ૨૦૨૦ માં બહાર પડ્યો. વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ "મોન્ટુની બીટ્ટુ" થી તેમણે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું.[૩] મોન્ટુની બીટ્ટુ પછી, તેમણે બે ગુજરાતી ફિલ્મો લખી હતી: દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત, મારા પપ્પા સુપરહીરો અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત એકવીસમું ટિફિન. આ બંને ફિલ્મો લગભગ ૨૦૨૧માં રજુ થવાની છે.[૪][૫]
ચલચિત્રો
[ફેરફાર કરો]વર્ષ | શીર્ષક | ભાષા |
---|---|---|
૨૦૧૯ | મોન્ટુ ની બીટ્ટુ | ગુજરાતી |
૨૦૨૧ | ૨૧મું ટિફિન | ગુજરાતી |
૨૦૨૨ | મારા પપ્પા સુપરહીરો | ગુજરાતી |
સન્માન
[ફેરફાર કરો]દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા તેમને ૨૦૧૬ માં ઑલ ઇન્ડિયન યંગ રાઇટર્સ મીટમાં આમંત્રણ અપાયું હતું. ૨૦૧૭ માં, તેમની કૃતિ મહોતું માટે તેમને ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર મેળવ્યો.[૬] ૨૦૧૮ માં, ભારતીય ભાષા પરિષદે તેમને યુવા પુરસ્કારથી નવાજ્યા. તે જ વર્ષે, તેમને નાનાભાઇ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (૨૦૧૭) પણ મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને તેમના પુસ્તક મહોતું માટે વર્ષ ૨૦૧૬માં ત્રીજું ઇનામ મળ્યું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Magazine :: વાર્તા જગતનો રામ મોરી મોરી રે..." khabarchhe.com. 2017-06-28. મેળવેલ 2017-07-30.
- ↑ Joshi, Yogesh. Gujarati Navlekhan Vartao (New Gujarati short stories). New Delhi: National Book Trust of India. ISBN 978-81-237-7790-0.
- ↑ "Raam Mori". IMDb. મેળવેલ 2020-01-09.
- ↑ "Shooting of new Gujarati film 'Mara Pappa Superhero' has started in ahmedabad". The Gujarati Films. 2020-03-01. મૂળ માંથી 2020-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2021-01-22.
- ↑ "Netri Trivedi to be lead in Ram Mori and Vijaygiri Bawa's next 'Ekvismu Tiffin'". The Times of India. 2020-08-17. મેળવેલ 2020-08-31.
- ↑ ABPL (2017-07-30). "વાર્તાકાર રામ મોરીને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર". Gujarat Samachar. મેળવેલ 2017-07-30.