સૌમ્ય જોશી

વિકિપીડિયામાંથી
સૌમ્ય જોશી
સૌમ્ય જોશી ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, એપ્રીલ ૨૦૧૩
સૌમ્ય જોશી ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, એપ્રીલ ૨૦૧૩
જન્મસૌમ્ય જયંતભાઇ જોશી
(1973-07-03) July 3, 1973 (ઉંમર 50)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયકવિ, લેખક, નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
લેખન પ્રકારોનાટક, ગઝલ, મુક્ત પદ્ય, ગીત
નોંધપાત્ર સર્જનો
  • ગ્રીનરૂમમાં (૨૦૦૮)
  • વેલકમ જિંદગી
  • ૧૦૨ નોટ આઉટ
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૯૧ - હાલ પર્યંત
સંબંધીઓઅભિજીત જોશી (મોટા ભાઇ)
સહી

સૌમ્ય જોશીગુજરાતી ભાષાના કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિમાં તેમના નાટકો વેલકમ જિંદગી અને ૧૦૨ નોટ આઉટ માટે જાણીતા છે. ગ્રીનરૂમમાં (૨૦૦૮) તેમનો કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૧૩માં ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) પણ મળેલા છે.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સૌમ્ય જોશી, મંચ પર, અમદાવાદ, ૧૯૯૮

સૌમ્ય જોશીનો જન્મ ૩ જુલાઇ ૧૯૭૩ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જયંત અને નીલા જોશીને ત્યાં થયો હતો. ૧૯૯૦માં તેમણે વિજયનગર હાઇસ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે ૧૯૯૩માં બી.એ.ની પદવી એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ અને ૧૯૯૫માં એમ.એ.ની પદવી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય સાથે મેળવી.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ, જ્યાં તેઓ અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક હતા.

તેમણે પોતાની કારકિર્દી ૧૯૯૫થી એચ.કે. આર્ટસ કોલેજમાં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક તરીકે શરૂ કરી હતી. ૨૦૧૦માં તેમણે અન્ય યુવાનો સાથે ફેડ-ઇન થિયેટરની સ્થાપના કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૧માં તેમણે પ્રોફેસરનું પદ છોડીને પૂર્ણ સમય સાથે નાટ્યજગત સાથે સંકળાયા.

સૌમ્ય જોષીએ ૧૮ વર્ષની ઉંમરે કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ કવિતા કવિલોકમાં પ્રકાશિત થઇ હતી. ત્યાર પછી, તેમની કવિતાઓ અન્ય ગુજરાતી સામયિકો શબ્દસૃષ્ટિ, કવિતા, શબ્દાલય, નવનીત સમર્પણ, અને કુમારમાં પ્રગટ થઇ હતી. તેમના નાટક રમી લો ને યાર! સાથે તેમણે ગુજરાતી રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો.[ક્યારે?][૧][૨][૩]

સર્જન[ફેરફાર કરો]

કવિતા[ફેરફાર કરો]

ગ્રીનરૂમમાં, તેમના એકમાત્ર કાવ્યસંગ્રહ છે, જે ૨૦૦૮માં પ્રગટ થયો હતો. તેમની કવિતાઓ વિવિધ શૈલીની છે. જેવી કે ગઝલ, નઝમ, ગીત અને મુક્ત પદ. તેમજ તે અલગ અલગ વિષયો જેવા કે વેશ્યા, મીરાં દ્વારા તરછોડાયેલા રાણાનું પ્રણયગીત, શિવાકાશીની ફટાકડાની ફેક્ટરીનો એક છોકરો, જેઠા નામનો ભરવાડ, નાની ગરીબ બહેન, તડકામાં ગુણી ઉંચકીને છાંયો શોધતો મજૂર વગેરે. આ પુસ્તક વિવેચનાત્મક રીતે વખાણાયેલું.[૧]

નાટકો[ફેરફાર કરો]

ગુજરાતી રંગભૂમિમાં તેમનું પ્રથમ નાટક રમી લો ને યાર! હતું. ૨૦૦૨ના ગુજરાતના તોફાનો પરથી તેમણે રચેલું સંગીતમય કટાક્ષ નાટક દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું વિવેચનાત્મક રીતે વખાણાયેલું. આ નાટકે તેમને ધ વીક સાપ્તાહિકના ૨૦૦૩ના ભારતના ૫૦ ઉગતા તારલાઓની યાદીમાં તેમનું નામ અપાવ્યું હતું. ૨૦૦૫માં તેમનું નાટક આથમા તારુનું આકાશ પ્રતિષ્ઠિત પૃથ્વી થિયેટર ફેસ્ટિવલ, મુંબઈમાં પસંદ પામેલું ગુજરાતનું પ્રથમ નાટક હતું. વેલકમ જિંદગી અને ૧૦૨ નોટ આઉટ વિવેચનાત્મક રીતે વખાણાયેલ અને વ્યાપારીક રીતે સફળ નાટકો છે. તેમના અન્ય નાટકો મુંઝારો, મહાત્મા બોમ્બ, તુ તુ તુ તુ તુ તારા અને ધારો કે તમે મનજી છો છે.[૩]

ચલચિત્ર[ફેરફાર કરો]

તેમનું નાટક ૧૦૨ નોટ આઉટ હિંદી ચલચિત્ર ૧૦૨ નોટ આઉટ તરીકે ઉમેશ શુક્લાના દિગ્દર્શન હેઠળ રૂપાંતરિત થયું છે. તેમાં તેમને લેખક તરીકે દર્શાવેલ છે.[૪]

સન્માન[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન માટે તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) મળ્યા છે. ૨૦૧૩માં ગુજરાતી રંગભૂમિમાં યોગદાન માટે તેમને પ્રખ્યાત ગુજરાતી નાટ્યકાર ચંદ્રવદન મહેતાના માનમાં અપાતો ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને રાવજી પટેલ એવોર્ડ, બળવંતરાય ઠાકોર એવોર્ડ અને સદ્ભાવના એવોર્ડ (૨૦૧૪) પણ પ્રાપ્ત થયેલ છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "A poet's stagecraft". The Times of India. ૭ એપ્રિલ ૨૦૧૩. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ "સૌમ્ય જોશી". મોરપીંછ. ૨૩ એપ્રિલ ૨૦૧૬. મૂળ માંથી 2016-06-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ "An all-new state". Livemint. ૧૧ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૧૬.
  4. Bhattacharya, Roshmila (૨૪ ડિસેમ્બર ૨૦૧૩). "Paresh Rawal to play Amitabh Bachchan's son". Times of India. મેળવેલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮.
  5. શુક્લા, કિરીટ (૨૦૧૫). ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ. અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૧૩૦. ISBN 9789383317028.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]