લખાણ પર જાઓ

કુમાર માસિક

વિકિપીડિયામાંથી
કુમાર
તંત્રીપ્રફુલ્લ રાવલ
સહતંત્રીપ્રફુલ રાવલ
વર્ગસાહિત્ય
આવૃત્તિમાસિક
પ્રકાશકકુમાર ટ્રસ્ટ
સ્થાપકરવિશંકર રાવળ
પ્રથમ અંકજાન્યુઆરી ૧૯૨૪
કંપનીકુમાર ટ્રસ્ટ
દેશભારત
મુખ્ય કાર્યાલયઅમદાવાદ
ભાષાગુજરાતી
OCLC ક્રમાંક5107841

કુમાર માસિક ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા ૧૯૨૪માં[] સ્થાપિત[] ગુજરાતી સાહિત્યનું માસિક છે. કુમારનું મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]
કુમાર કાર્યાલય, રાયપુર, અમદાવાદ

કુમાર માસિકની સ્થાપના રવિશંકર રાવળ દ્વારા ૧૯૨૪માં કરવામાં આવી હતી. બચુભાઇ રાવત સહસંપાદક તરીકે જોડાયા અને ૧૯૨૪થી ૧૯૪૨ સુધી રવિશંકર રાવળ સાથે કુમારના સહતંત્રી તરીકે રહ્યા. રવિશંકર રાવળના અવસાન પછી ૧૯૮૦ સુધી તેમણે સંપાદક પદ સંભાળ્યું. ૧૯૮૦માં બચુભાઈ રાવતનું અવસાન થતાં બિહારીભાઈ ટાંક તંત્રી બન્યા. જુલાઈ ૧૯૮૭માં કુમાર માસિક બંધ કરવામાં આવ્યું.[] ઓગસ્ટ ૧૯૯૦માં ત્રણ વર્ષ પછી ધીરુ પરીખના તંત્રી પદ હેઠળ કુમારનું પ્રકાશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.[]

એપ્રિલ ૨૦૧૧માં કુમારનો ૧૦૦૦મો અંક પ્રકાશિત થયો હતો.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ગુજરાતના કલાગુરુની આત્મકથા". ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ "એકાણુ વર્ષના જુવાન 'કુમાર'ને અમરત્વનું વરદાન આપો- ૨". ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬.
  3. Anil Relia; Ratan Parimoo (૧૮ નવેમ્બર ૨૦૧૪). The Indian Portrait - 5: Colonial influence on Raja Ravi Varma and his Contemporaries. Archer Art Gallery. પૃષ્ઠ ૧૩૨. GGKEY:CKAH1ERUGDU. મેળવેલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭.
  4. "એકાણુ વર્ષના જુવાન 'કુમાર'ને અમરત્વનું વરદાન આપો- ૧". ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  5. "ગુણવત્તા અને મૂલ્યોથી સભર માસિકની 'કુમાર'કથા". ૧૬ જૂન ૨૦૧૧. મેળવેલ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬.