લખાણ પર જાઓ

પ્રફુલ્લ રાવલ

વિકિપીડિયામાંથી
પ્રફુલ્લ રાવલ
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે , ૧૧ મે ૨૦૧૯
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે , ૧૧ મે ૨૦૧૯
જન્મનું નામ
પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ
જન્મપ્રફુલ્લ જગજીવનદાસ રાવલ
૦૫-૦૯-૧૯૪૮
વિરમગામ, ગુજરાત
વ્યવસાયકવિ, નિબંધકાર, લઘુકથા લેખક, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ. એ.
  • પી. એચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
માર્ગદર્શકધીરુ પરીખ
સહી

પ્રફુલ્લ રાવલ એ એક ગુજરાતી શિક્ષક, કવિ, નિબંધકાર અને લઘુકથા લેખક છે. [] તેઓ કવિલોક અને કુમારના સહ-સંપાદક અને ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી તરીકે કાર્ય કરે છે. તેમને ૧૯૮૨ માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૯૪૮ ના દિવસે વિરમગામમાં જગજીવનદાસ અને સુભદ્રાબેનને ઘેર થયો હતો.

તેમણે વિરમગામની શેઠ એમ. જે. હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. અને સી. એમ. દેસાઈ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વિરમગામથી ગુજરાતી વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ લેંગ્વેજમાં જોડાઈ તેમણે માસ્ટર ઑફ આર્ટ્સ, માસ્ટર ઑફ ફિલોસોફી (પી.એચ.ડી.)ની પદવી મેળવી.

કારકિર્દી

[ફેરફાર કરો]

તેમણે એલ.સી. કન્યા વિદ્યાલય, વિરમગામમાં ૧૯૭૦ થી ૧૯૮૩ અને શેઠ એમ. જે. હાઈસ્કૂલ, વિરમગામમાં ૧૯૮૩ થી ૧૯૮૪ સુધી ભણાવવાનું કાર્ય કર્યું. ૧૯૮૪ માં, તેમણે કૃતિ પ્રકાશન નામના પુસ્તક પ્રકાશન કંપની સ્થાપના કરી. ૧૯૯૨ માં, તેમણે શિશુ નિકેતન નામની પ્રાથમિક શાળાની સ્થાપના કરી, જે હાલમાં સેતુ વિદ્યાલય તરીકે ઓળખાય છે. ૧૯૯૫ માં, તેમણે બીજી શાળા, સરજન વિદ્યામંદિરની સ્થાપના કરી અને ૨૦૦૬ સુધી ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવી. ૨૦૧૨ માં, તેઓ કુમારના સહ-સંપાદક બન્યા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી પણ તરીકે કાર્ય કરે છે. []

  • આવતીકાલની શોધ માં (૨૦૧૧)
  • મિનોઈ સાચુ કહેતી'તી (૨૦૧૪)

જીવનચરિત્ર નિબંધો

[ફેરફાર કરો]
  • નોખા-અનોખા (૧૯૮૫)
  • બા એટેલે (૨૦૦૧)
  • માણસ એ તો માણસ (૨૦૧૪)

લઘુકથાઓ

[ફેરફાર કરો]
  • પાકેલો અંધકાર []
  • નાજુક ક્ષણ
  • સાવ અચાનક

સન્માન

[ફેરફાર કરો]

તેમણે ૧૯૮૨ માં કુમાર સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. <ref name="pr">

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Desai, Kinjal (2012-05-04). "Amdavadis knew Satyendranath before Rabindranath". dna. મેળવેલ 2017-03-17.
  2. ૨.૦ ૨.૧ Shukla, Kirit (2013). Gujarati Sahityakar Kosh [ગુજરાતી સાહિત્યકાર કોષ]. Gandhinagar: Gujarati Sahitya Akadami. પૃષ્ઠ 300. ISBN 9789383317028.