૨૦૦૨ ગુજરાત હિંસા

વિકિપીડિયામાંથી
૨૦૦૨ ગુજરાત હિંસા
દુકાનો અને ઘરોના સળગવાથી ધુમાડાવાળું થયેલ અમદાવાદ નું આકાશ
તારીખ27 February 2002 (2002-02-27)
જુન 2002
સ્થળગુજરાત, ભારત
કારણોગોધરા ખાતે ટ્રેનમાં આગ
નુકશાન
790 મુસ્લિમ [૧]
254 હિંદુ [૧]

2002 ગુજરાત હિંસા એ ઘટનાઓની હારમાળા છે. તેમાં ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ ભાગમાં આવેલ ગોધરા ખાતે ટ્રેન સળગવાનો અને ત્યારબાદ ગુજરાતના અન્ય ભાગોમાં થયેલ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાનો સમાવેશ થાય છે.

27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે મુસ્લિમ ટોળા એ સાબરમતી એક્ષ્પ્રેસના ડબ્બાને આગ લગાડી હતી.[૨][૩][૪][૫] અયોધ્યાથી પરત ફરી રહેલા 58 યાત્રી હુમલામાં મૃત્યુ પામ્યા. તેના કારણે બીજે દિવસે મુસ્લિમો સામે અને ત્યારબાદ બંને કોમ વચ્ચે હિંસા અને હુલ્લડો શરુ થયા જે જુન મહિનાના મધ્ય સુધી ચાલ્યા. તેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ મૃત્યુ પામ્યા અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલ જાહેર થયા.[૧][૬] 536 ધાર્મિક સ્થળોને નુકશાન થયું જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળનો સમાવેશ થાય છે. [૭] અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી.[૮][૯][૧૦]

આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓ એ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હત્યાકાંડ જણાવ્યો છે જેમાં સરકારે ભાગ ભજવ્યો હતો,[૧૧] તો અન્યો એ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હુલ્લડો અને હિંસક બનાવોના શિકાર ગણાવ્યા છે. [૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "790 Muslims, 254 Hindus perished in post-Godhra". Times of India. India. 11 May 2005. મેળવેલ 4 February 2011.
  2. India Godhra train blaze verdict: 31 convicted BBC News, 22 February 2011.
  3. It was not a random attack on S-6 but kar sevaks were targeted, says judge The Hindu — March 6, 2011
  4. The Godhra conspiracy as Justice Nanavati saw itThe Times of India, 28 September 2008. Retrieved 2012-02-19. 21 February 2012.
  5. Godhra case: 31 guilty; court confirms conspiracy rediff.com, 22 February 2011 19:26 IST. Sheela Bhatt, Ahmedabad.
  6. "790 Muslims, 254 Hindus perished in post-Godhra". BBC News. 13 May 2005. મેળવેલ 4 February 2011.
  7. DESTROYED, DAMAGED RELIGIOUS STRUCTURES IN GUJARAT Radiance Viewsweekly, 10 November 2012.
  8. [૧] સંગ્રહિત ૨૦૧૩-૦૩-૧૬ ના રોજ વેબેક મશિન Gujarat Govt website document.
  9. "'Post-Godhra toll: 254 Hindus, 790 Muslims'". મૂળ સંગ્રહિત માંથી 27 સપ્ટેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2009.
  10. "rediff.com: Vajpayee to visit two relief camps in Ahmedabad". મૂળ સંગ્રહિત માંથી 27 સપ્ટેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2009.
  11. Allan D. Cooper. The Geography of Genocide. 2009, page 183-4
  12. T. K. Oommen Reconciliation in post-Godhra Gujarat: the role of civil society. 2008, page 71