લખાણ પર જાઓ

શબ્દસૃષ્ટિ

વિકિપીડિયામાંથી
શબ્દસૃષ્ટિ
તંત્રીભાગ્યેશ જ્હા
પૂર્વ સંપાદક
વર્ગસાહિત્ય
આવૃત્તિમાસિક
બંધારણમુદ્રિત
પ્રકાશકગુજરાત સાહિત્ય અકાદમી
સ્થાપકગુજરાત સાહિત્ય અકાદમી
સ્થાપના વર્ષ૧૯૮૩
દેશભારત
મુખ્ય કાર્યાલયગાંધીનગર
ભાષાગુજરાતી
વેબસાઇટશબ્દસૃષ્ટિ
ISSN2319-3220
OCLC ક્રમાંક30957926

શબ્દસૃષ્ટિ ગુજરાતી ભાષાનું સાહિત્યિક સામયિક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપૃષ્ઠ છે. તે દર મહિનાની ૫મી તારીખે પ્રકાશિત થાય છે. આ સામયિકની શરૂઆત ૧૯૮૩માં ગુજરાત સાહિત્ય અકાદમીની ૧૯૮૨માં સ્થાપના થયા બાદ થઈ હતી. શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો (દેવનાગરી: शब्दाख्यज्योति प्रकाशो) સામયિકનું સૂત્ર છે.[૨]

ઈતિહાસ[ફેરફાર કરો]

શબ્દસૃષ્ટિનો પહેલો અંક ઓક્ટોબર ૧૯૮૩માં સુમન શાહના સંપાદનમાં પ્રકાશિત થયો હતો. શ્રી શાહે મે ૧૯૮૬ સુધી તંત્રી તરીકે સેવાઓ આપી. તેમના અનુગામી તરીકે જ્યોતિષ જાનિ જોડાયાં. તેઓ ઓક્ટોબર ૧૯૮૬થી ફેબ્રુઆરી ૧૯૯૦ સુધી માનાર્હ સંપાદક રહ્યા. સામયિકના ત્રીજા તંત્રી તરીકે પ્રવીણ દરજી એ પદભાર સંભાળ્યો. તેમનો કાર્યકાળ જાન્યુઆરી ૧૯૯૨થી ડિસેમ્બર ૧૯૯૪ સુધીનો રહ્યો. ત્યારબાદ જાન્યુઆરી ૧૯૯૫થી લઈને ઓક્ટોબર ૨૦૧૩ સુધી હર્ષદ ત્રિવેદી તંત્રી રહ્યા હતા[૩]. હર્ષદ ત્રિવેદીની પદમુક્તિ બાદ તંત્રી સ્થાન રિક્ત રહ્યું. આ પરિસ્થિતિમાં ભાગ્યેશ જ્હા, રાજેન્દ્ર પટેલ અને દક્ષેશ ઠાકરના સહ લેખનમાં સામયિક ચાલતું રહ્યું. મે ૨૦૧૭માં વિષ્ણુ પંડ્યા અકાદમીના અધ્યક્ષ બન્યા અને ત્યારથી આ સામયિક એમનાં તંત્રીપદ હેઠળ પ્રકાશિત થવા લાગ્યું. હાલમાં સામયિકનું પ્રકાશન ભાગ્યેશ જ્હાના તંત્રીપદ હેઠળ થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Raheel Dhattiwala (૨૩ ફેબ્રુઆરી ૨૦૦૨). "When poetry stops at textbooks". The Times of India. મેળવેલ ૨૩ જુલાઈ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  2. "Gujarati Sahitya Kosh". Gujarati Sahitya Kosh (Encyclopaedia of Gujarati Literature. અમદાવાદ: Gujarati Sahitya Parishad. ૧૯૯૬. પૃષ્ઠ ૫૫૦.
  3. "ગુજરાતી વિશ્વકોષ". ગુજરાતી વિશ્વકોષ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ. 2005.