લખાણ પર જાઓ

વિષ્ણુ પંડ્યા

વિકિપીડિયામાંથી
વિષ્ણુ પંડ્યા
વિષ્ણુ પંડ્યા, ૨૦૧૭
જન્મની વિગત૧૪ સપ્ટેમ્બર ૧૯૪૫
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., એલ.એલ.બી.
પ્રખ્યાત કાર્યપત્રકાર, લેખક, ઇતિહાસવિદ્, કટાર લેખક
જીવનસાથીડો. આરતી પંડ્યા
પુરસ્કારોપદ્મશ્રી (૨૦૧૭)
હસ્તાક્ષર

વિષ્ણુ પંડયા ગુજરાતના પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે.[] તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે.[][][][] તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષો થી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ જુનાગઢ જિલ્લાના માણાવદરમાં થયો હતો. તેમણે બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ ખાતે શિક્ષણ મેળવ્યું. તેમના પિતા દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય કરતા હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ભારત પરત ફર્યા હતા. તેઓ માણાવદરમાં જિલ્લા શિક્ષણ અધિકારી હતા.

કારકિર્દી

[ફેરફાર કરો]

તેમણે પોતાની કારકિર્દી સાધના સાપ્તાહિક સાથે શરૂ કરી અને તેઓ ૨૨ વર્ષની ઉંમરે તેના સંપાદક બન્યા.[][] ભારતીય કટોકટીનો વિરોધ કરવા માટે તેમનું ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર એડિટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર નિયંત્રણનો તેમણે વિરોધ કર્યો હતો. મે ૨૦૧૭માં તેમની ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.[]

પુરસ્કારો અને સન્માન

[ફેરફાર કરો]
  • ૧૯૭૫-૭૬ની કટોકટી દરમિયાન તેમને કેદ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના પ્રથમ પુસ્તક, હથેળીનું આકાશ, ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પામ્યું હતું, પરંતુ તેમણે આ પુરસ્કારનો સ્વીકાર કર્યો નહોતો.[સંદર્ભ આપો]
  • ૧૯૯૧ - નર્મદ સુવર્ણ ચંદ્રક ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ માટે નર્મદ સાહિત્ય સભા તરફથી.
  • ૨૦૧૭ - પદ્મશ્રી.[૧૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Fatima Rangvala,Ky to Human right implementation – Awareness, http://www.dnaindia.com/speakup/report_key-to-human-rights-implementation-awareness_1623983
  2. columist, Vishnu Pandya, http://www.divyabhaskar.co.in/abhivyakti/our_columnists/vishnu_pandya/ સંગ્રહિત ૨૦૧૭-૧૨-૩૦ ના રોજ વેબેક મશિન
  3. Columist, Vishnu Pandya, http://www.divyabhaskar.co.in/divyanew/vishnu.html સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
  4. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-19. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  5. http://www.expressindia.com/latest-news/suspended-cop-turns-poet-in-prison/482425/[હંમેશ માટે મૃત કડી]
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-19. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  7. Nav Nirman movement, "When The Voice of the Nation Was Stifled During Emergency, Gujarat Was A Fertile Ground For Protests That Led To, http://epaper.timesofindia.com/Repository/getFiles.asp?Style=OliveXLib:LowLevelEntityToPrint_PASTISSUES2&Type=text/html&Locale=english-skin-custom&Path=TOIA/2008/06/25&ID=Ar00400 સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
  8. Former Editor of Sadhana, Shri Vishnu Pandya, http://organiser.org/archives/historic/dynamic/modulese873.html?name=Content&pa=showpage&pid=149&page=39 સંગ્રહિત ૨૦૧૪-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન
  9. "Vishnu Pandya appointed Chairman of Gujarat Sahitya Akademi". DeshGujarat. ૧૨ મે ૨૦૧૭. મેળવેલ ૧૫ મે ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  10. "Padma stars of Gujarat". ૨૬ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)