નર્મદ સુવર્ણ ચંદ્રક

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નર્મદ સુવર્ણ ચંદ્રક
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૪૦
પ્રથમ પુરસ્કાર ૧૯૪૦
પુરસ્કાર આપનાર નર્મદ સાહિત્ય સભા, સુરત
રોકડ પુરસ્કાર
વર્ણન ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર
પ્રથમ વિજેતા જ્યોતીન્દ્ર દવે
અંતિમ વિજેતા ભરત દવે


નર્મદ સુવર્ણ ચંદ્રક અથવા નર્મદ ગોલ્ડ મેડલ[૧] અથવા નર્મદ ચંદ્રક [૨]ગુજરાત, ભારતનું એક સાહિત્યિક સન્માન છે. સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા, સુરત તરીકે ઓળખાતી સંસ્થા દ્વારા આ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને ચંદ્રક એનાયત કરવામાં આવે છે.

પ્રાપ્તકર્તાઓ[ફેરફાર કરો]

નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનારા લેખકો અને તેમના પુસ્તકો આ પ્રમાણે છે: [૩]

વર્ષ પ્રાપ્તકર્તા પુસ્તક
1940 જ્યોતિન્દ્ર દવે રંગતરંગ
1941 રામલાલ ચુનીલાલ મોદી દ્રાયશ્રય કાવ્યમાં મધ્યકાલિન ગુજરાતની સ્થિતિ
1942 ચંદ્રવદન મહેતા ધરાગુર્જરી
1943 ઉમાશંકર જોષી પ્રાચિના
1944 પ્રભુદાસ સી. ગાંધી જીવનનું પરોઢ
1945 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરિશીલન
1946 રામનારાયણ વિ. પાઠક બૃહદ્‌પિંગળ
1947 ચુનીલાલ મડિયા રંગદા
1948 સુંદરમ્ યાત્રા
1949 ધૂમકેતુ જીવનપથ
1950 કિશનસિંહ ચાવડા અમાસના તારા
1951 હરિપ્રસાદ શાસ્ત્રી મૈત્રકકાલીન ગુજરાત
1952 શિવકુમાર જોષી સુમંગલા
1953 નિરંજન ભગત[૪] છંદોલય
1954 ઈન્દુલાલ યાજ્ઞિક આત્મકથા
1955 વિજયરાય વૈદ્ય ગત શતકનું સાહિત્ય
1956 ભોગીલાલ સાંડેસરા મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ

અને સંસ્કૃત સાહિત્ય પર તેની અસર

1957 ધનસુખલાલ મહેતા ગરીબની ઝૂંપડી
1958 સુંદરજી બેટાઇ તુલસીડાળ
1959 રાજીવભાઈ પટેલ જીવનના ઝરણાં
1960 રામપ્રસાદ બક્ષી વાઙ્‌મય વિમર્શ
1961 કનૈયાલાલ દવે ગુજરાતનું મૂર્તિવિધાન
1962 પ્રાગજી ડોસા ઘરનો દીવો
1963 નટવરલાલ પંડ્યા 'ઉશનસ્' તૃણનો ગ્રહ
1964 જયંત પાઠક વનાંચલ
1965 સુરેશ જોષી જનાન્તિકે
1966 કલ્યાણરાય એન. જોષી ઓખામંડળના વાઘેરો
1967 વજુભાઈ ટાંક રમતા રૂપ
1968 હીરા પાઠક પરલોકે પત્ર
1969 કમળાશંકર પંડ્યા વેરાન જીવન
1970 અનંતરાય રાવળ ઉન્મિલન
1971 પ્રવિણભાઈ પરીખ પ્રાચીન ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી લિપી વિકાસ
1972 મધુ રાય કુમારની અગાશી
1973 રાજેન્દ્ર શાહ મધ્યમા
1974 મુકુન્દ પરાશર્ય સત્વશીલ
1975 વાડીલાલ ડગલી શિયાળાની સવારનો તડકો
1976 હસમુખ સાંકળિયા અખંડ ભારતમાં સંસ્કૃતીનો ઉષાકાળ
1977 રસિકલાલ પરીખ મેના ગુજરી
1978 રમેશ પારેખ ખડિંગ
1979 સ્નેહરશ્મિ સાફલ્યટાણું
1980 યશવંત શુક્લ કેન્દ્ર અને પરિઘ
1981 જે. પી. અમીન ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન
1982 લાભશંકર ઠાકર પીળુ ગુલાબ અને હું
1983 ચંદ્રકાન્ત શેઠ પડઘાની પેલે પાર
1984 સ્વામી સચ્ચિદાનંદ મારા અનુભવો
1985 હરિવલ્લભ ભાયાણી કાવ્યપ્રપંચ
1986 રમણલાલ એન. મહેતા વડોદરા: એક અધ્યયન
1987 હસમુખ બારાડી રાઈનો દર્પણરાય
1988 સુરેશ દલાલ પદધ્વની
1989 નારાયણ દેસાઈ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
1990 ગુણવંત શાહ ઢાઈ અક્ષર પ્રેમકા
1991 વિષ્ણુ પંડ્યા ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ
1992 રવિન્દ્ર પારેખ ઘર વગરના દ્વાર
1993 હરિકૃષ્ણ પાઠક જળના પડઘા
1994 યોગેશ જોષી મોટી બા
1995 રઘુવીર ચૌધરી તિલક કરે રઘુવીર
1996 મુગટલાલ બાવીશી લીંબડી રાજ્યનો ઇતિહાસ
1997 સિતાંશુ યશશ્ચન્દ્ર કહો મકનજી ક્યાં ચાલ્યા?
1998 જવાહર બક્ષી તારાપણાના શહેરમાં
1999 રતન માર્શલ આત્મકથાનક
2001 મોહન મેઘાણી[૫] ધ 19th સેન્ચુરી સુરત
2002 સતીષ વ્યાસ જળને પડદે
2005 ભગવતીકુમાર શર્મા સુરત મુજ ઘાયલ ભૂમિ
2012 રઈશ મણિયાર આમ લખવુ કરાવે અલખની સફર
2016 ભરત દવે વાસ્તવવાદી નાટક

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Eng Hem Chandra Barua (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126020249.
  2. "Mohan Meghani awarded Narmad Chandrak - Times of India". The Times of India. મેળવેલ 2018-11-13.
  3. Trivedi, Dr. Ramesh M. (2015). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan. પાનું 415. ISBN 978-93-82593-88-1.
  4. Kartik Chandra Dutt (1999). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. પાનું 131. ISBN 978-81-260-0873-5.
  5. "Mohan Meghani awarded Narmad Chandrak". The Times of India. 18 July 2010. મેળવેલ 6 April 2016.