લખાણ પર જાઓ

રાજેન્દ્ર શાહ

વિકિપીડિયામાંથી
રાજેન્દ્ર શાહ
જન્મ(1913-01-28)28 January 1913
કપડવંજ, ગુજરાત
મૃત્યુ2 January 2010(2010-01-02) (ઉંમર 96)
મુંબઈ
ઉપનામરામવૃંદાવાની
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થામહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
સમયગાળો૧૯૪૭-૨૦૦૩
નોંધપાત્ર સર્જનો
  • ધ્વનિ ‍(૧૯૫૧)
  • શાંત કોલાહલ (૧૯૬૨)
  • વિષાદને સાદ
નોંધપાત્ર પુરસ્કારો

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જાન્યુઆરી ૨૮, ૧૯૧૩ – જાન્યુઆરી ૨, ૨૦૧૦) ગુજરાતી કવિ હતા. તેમણે ૨૦ કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા, જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા. તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો હતો જે રવિન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે.[]

કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ પુસ્તકાલય, હિંમતલાલ પાર્ક પાસે, અમદાવાદ

તેમના વિવિધ વ્યવસાયોમાંથી એકમાં તેઓ મુંબઈમાં પ્રકાશક હતા, જ્યાં તેમણે કવિતાનું સામયિક કવિલોક ૧૯૫૭માં શરૂ કર્યું હતું.[] આ પ્રકાશન કેન્દ્ર દર રવિવારે ગુજરાતી કવિઓ માટે મહત્વનું કેન્દ્ર બની ગયું હતું. રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદ, કોલ્ડ્રિજના ધ રાઇમ ઓફ ધ એન્સિયન્ટ મરિનર અને દાન્તેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો.[]

તેમણે ૨૦૦૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પુરસ્કાર સમિતિએ નોંધ્યું છે, "તેમની લાગણીની તીવ્રતા અને સંશોધન અને અભિવ્યક્તિ તેમણે મહાન કવિ તરીકે અલગ પાડે છે. તેમના કાવ્યોમાં રહેલો ભેદી મર્મ મહાન મધ્યયુગીન કવિઓ નરસિંહ મહેતા, કબીર અને અખા જેવો છે."[]

રાજેન્દ્ર શાહનો જન્મ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો. ૧૯૩૦માં તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો અને અસહકારની ચળવળમાં જોડાયા અને જેલવાસ વેઠ્યો. ૧૯૩૧માં તેમના લગ્ન મંજુલા અગ્રવાલ સાથે થયા હતા.[]

૧૯૩૪માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાંથી ફિલોસોફીની સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું.[]

તેમનું અવસાન ૨ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.[]

પુસ્તકો

[ફેરફાર કરો]

કાવ્ય સંગ્રહો

[ફેરફાર કરો]
  • ધ્વનિ (૧૯૫૧)
  • આંદોલન (૧૯૫૨)
  • શ્રુતિ (૧૯૫૭)
  • મોરપીંછ (૧૯૫૯)
  • શાંત કોલાહલ (૧૯૬૨)
  • ચિત્રણા (૧૯૬૭)
  • ક્ષણ જે ચિત્તરંજન (૧૯૬૮)
  • વિષાદને સાદ (૧૯૬૮)
  • મધ્યમા (૧૯૭૮)
  • ઉદ્ ગીતિ (૧૯૭૯)
  • ઇક્ષણા (૧૯૭૯)
  • પત્રલેખા (૧૯૮૧)
  • પ્રસંગ સપ્તક (૧૯૮૨)
  • પંચપર્વ (૧૯૮૩)
  • દ્વાસુપમા (૧૯૮૩)
  • વિભાવન (૧૯૮૩)
  • ચંદન ભીની અને અનામિક (૧૯૮૭)
  • અરણ્યક (૧૯૯૨)[]

પુરસ્કારો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Mehta, Deepak B. (August 2003). "In love with the world". Frontline (magazine). ૨૦ (૧૬).
  2. Lal, Mohan, સંપાદક (૧૯૯૨). "Shah, Rajendra Keshavlal". Encyclopaedia of Indian Literature. (૨૦૦૧ આવૃત્તિ). દિલ્હી: Sahitya Akademi. પૃષ્ઠ ૩૯૪૪–૪૫.
  3. ૩.૦ ૩.૧ Shah, Rajendra Keshavlal (૨૫ જુલાઇ ૨૦૦૩). "'I Write What My Inner Voice Says'" (Interview). Interviewed by Darshan Desai. મેળવેલ ૯ જાન્યુઆરી ૨૦૧૩.
  4. Mehta, Harit (૧૯ જુલાઇ ૨૦૦૩). "At 90, Jnanpith winner Rajendra creative as ever". The Times of India. અમદાવાદ. મૂળ માંથી 2013-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૯ જાન્યુઆરી ૨૦૧૩.
  5. "Meet the Author: Rajendra Shah" (PDF). Sahitya Akademi. મેળવેલ 19 September 2017.[હંમેશ માટે મૃત કડી]
  6. Suguna Ramanathan and Rita Kothari (૧૯૯૮). Modern Gujarati Poetry: A Selection. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૮૫. ISBN 81-260-0294-8.
  7. "Gujarati poet Rajendra Shah(97) passes away". DeshGujarat News from Gujarat. ૩ જાન્યુઆરી ૨૦૧૦. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૭.
  8. "Third Gujarati to win Jnanpith". The Hindu. ૧૮ જુલાઇ ૨૦૦૩. મૂળ માંથી 2012-08-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૩.
  9. Jani, Jyotish (૧૯૯૨). "Shant Kolahal". માં Lal, Mohan (સંપાદક). Encyclopaedia of Indian Literature. (૨૦૦૧ આવૃત્તિ). દિલ્હી: Sahitya Akademi. પૃષ્ઠ ૩૯૭૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]