સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જન્મસચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન
(1911-03-07)7 માર્ચ 1911
કસાયા, ઉત્તર પ્રદેશ, ભારત
મૃત્યુ4 એપ્રિલ 1987(1987-04-04) (76ની વયે)
દિલ્હી, ભારત
ઉપનામઅજ્ઞેય
વ્યવસાયકવિ, લેખક
ભાષાહિંદી
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોઆધુનિક કાળ
લેખન પ્રકારોવાર્તા, કવિતા, નવલકથા, નિબંધ
વિષયોસામાજીક, યથાર્થવાદી
સાહિત્યિક ચળવળનવી કવિતા, પ્રયોગવાદ
મુખ્ય રચનાઓઆંગન કે પાર દ્વાર (आँगन के पार द्वार), કિતની નાવોં મેં કિતની બાર (कितनी नावों में कितनी बार)
મુખ્ય પુરસ્કારોસાહિત્ય અકાદમી, જ્ઞાનપીઠ

સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન (ઉપનામ: અજ્ઞેય) (૭ માર્ચ ૧૯૧૧ - ૪ એપ્રિલ ૧૯૮૭) જ્ઞાનપીઠ પુરુસ્કાર વિજેતા આધુનિક હિન્દી સાહિત્યકાર તથા પત્રકાર હતા. તેમને કવિ અને વાર્તા-સાહિત્યમાં એક મોટું પરિવર્તન લાવનાર વાર્તાકાર, લલિત-નિબંધકાર, સંપાદક અને અધ્યાપક તરીકે ઓળખવામાં આવે છે[૧].

અજ્ઞેય પ્રયોગવાદ અને નવી કવિતાને સાહિત્ય જગતમાં પ્રસ્થાપિત કરનાર કવિ હતા.

શિક્ષણ[ફેરફાર કરો]

અજ્ઞેયનો જન્મ ૭ માર્ચ ૧૯૧૧ના રોજ ઉત્તર પ્રદેશના કસયા (હાલનું કુશીનગર)માં થયો હતો. બાળપણ લખનૌ, કાશ્મીર, બિહાર અને મદ્રાસમાં વિતાવ્યું. શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી જ સંસ્કૃત, ફારસી, અંગ્રેજી અને બંગાળી ભાષા અને સાહિત્ય સાથે થયું. ૧૯૨૫માં પંજાબમાં પ્રવેશ પરિક્ષા પાસ કરી તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં દાખલ થયા. લાહોરમાં બી.એસસી કરી અંગ્રેજી સાથે એમ.એ. કરતા સમયે તેઓ બોમ્બ બનાવતા પકડાયા અને પછી ફરાર થઈ ગયા. ત્યારબાદ ફરી ૧૯૩૦ના અતંમાં તેઓ પકડાઈ ગયા અને ચાર વર્ષની સજા થઈ.[૨]

જીવન[ફેરફાર કરો]

૧૯૩૦થી ૧૯૩૬ સુઘીનો સમય વિવિધ જેલમાં પસાર થયો. ૧૯૩૬-૩૭માં "સૈનિક" અને "વિશાળ ભારત" નામનાં સામયિકોમાં સંપાદક તરીકે કામ કર્યુ. ૧૯૪૩થી ૧૯૪૬ સુધી બ્રિટિશ સૈન્યમાં સેવા આપી. ત્યારબાદ અલ્હાબાદથી "પ્રતિક" નામનું સમયિક શરૂ કરી અને ઓલ ઇન્ડિયા રેડીયોમાં નોકરી ચાલુ કરી હતી. જોધપુર વિશ્વવિદ્યાલયમાં ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેમને સેવા આપી હતી.[૩]

સાહિત્યિક કાર્યો[ફેરફાર કરો]

કાવ્યસંગ્રહ[ફેરફાર કરો]

"ભગ્નદૂત" (૧૯૩૩) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે જેના પર છાયાવાદનો પ્રભાવ જોવા મળે છે.

 1. આંગન કે પાર દ્વાર (૧૯૬૧)
 2. કિતની નાવો મેં કિતની બાર (૧૯૬૭)
 3. પહેલે મૈં સન્નાટા બનતા હું (૧૯૭૪)
 4. મહાવૃક્ષ કે નીચે (૧૯૮૦)
 5. નદી કઈ બાંક પર છાયા (૧૯૮૦)

નવલકથા[ફેરફાર કરો]

પ્રથમ નવલકથા શેખર: એક જીવની જે બે ભાગમાં લખયેલી છે આ આત્મકથા શૈલીમાં લખાયેલી પ્રથમ હિન્દી નવલકથા છે. તેમની બીજી નવલકથા 'નદી કે દ્વીપ' છે.

નિબંધ[ફેરફાર કરો]

 1. આત્મનેપદ (૧૯૬૦)
 2. સબ રંગ કુછ રાગ (૧૯૭૬)
 3. લિખિ કાગજ કૌરે (૧૯૭૪)[૪]

એવૉર્ડ[ફેરફાર કરો]

૧૯૬૪માં "અંગનકે પાર દ્વારા" માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો અને ૧૯૭૮માં "કિતની નાવોમેં કિતની બાર"(૧૯૬૭) ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.[૩]

અવસાન[ફેરફાર કરો]

દિલ્હીમાં ૪ એપ્રિલ ૧૯૮૭ના રોજ તેમનું અવસાન થયું.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. मिश्र, વિદ્યાનિવાસ (૧૯૯૯). अज्ञेय प्रतिनिधि कविताएं एवं जीवन-परिचय. દિલ્હી: રાજપાલ એન્ડ સન્સ. p. આવરણ. Check date values in: |year= (મદદ)
 2. "चित्र:Sachchidananda-Vatsyayan.jpg" (હિન્દી માં). bharatdiscovery.org. Retrieved ૦૯ નવેમ્બર ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
 3. ૩.૦ ૩.૧ "सामान्य ज्ञान एवं व्यक्ति परिचय". उपकार प्रकाशन. ૨૯ ડિસેમ્બર ૨૦૧૫. p. 37. Check date values in: |date= (મદદ)
 4. મહેતા, ચંદ્રકાન્ત (૨૦૦૨). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. Check date values in: |date= (મદદ)