લખાણ પર જાઓ

આંગન કે પાર દ્વાર

વિકિપીડિયામાંથી
આંગન કે પાર દ્વાર
લેખકસચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન 'અજ્ઞેય'
મૂળ શીર્ષકआँगन के पार द्वार
અનુવાદકભોળાભાઈ પટેલ
દેશભારત
ભાષાહિંદી
પ્રકાશન તારીખ
૧૯૬૧
પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૬૪)
OCLC21026458

આંગન કે પાર દ્વાર (અંગ્રેજી: Door Beyond the Courtyard) એ ભારતીય લેખક સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન 'અજ્ઞેય' દ્વારા રચાયેલ કાવ્યસંગ્રહ છે, જે ૧૯૬૧માં પ્રગટ થયો હતો. આ પુસ્તકને ૧૯૬૪માં સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો હતો.

વિષયવસ્તુ

[ફેરફાર કરો]

આ સંગ્રહની કવિતાઓ ૧૯૫૯થી ૧૯૬૧ના સમયગાળા દરમિયાન લખાયેલ છે.[૧]

સંગ્રહની કવિતાઓને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે: 'અંત:સલીલા', 'ચક્રંત શીલા', અને 'અસાધ્ય વીણા'. 'અંત:સલીલા'માં ૧૮ કવિતાઓ સમાવિષ્ટ છે. 'ચક્રંત શીલા'માં 27 કવિતાઓ છે, જે મુખ્યત્વે નવ્ય-રહસ્યવાદી વિષયવસ્તુ ધરાવે છે. છેલ્લો ભાગ 'અસાધ્ય વીણા' એ જ શીર્ષકની પ્રલંબ કવિતા ધરાવે છે.[૧]

સંગ્રહની કવિતાઓમાં અજ્ઞેયે તદભવ શબ્દોનો ઉપયોગ વધારે કર્યો છે, જયારે તત્સમ શબ્દોનો ઉપયોગ ટાળ્યો છે. તદભવ શબ્દોની રચનાત્મક શક્યતાઓને પ્રકાશમાં લાવવામાં આ પુસ્તકે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.[૧]

'આંગણ કે પાર દ્વાર' પુસ્તકને ૧૯૬૪માં સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો હતો.[૧] તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ ભોળાભાઈ પટેલે 'આંગણાની પાર દ્વાર' (૨૦૦૨) શિર્ષક હેઠળ કરેલ છે.[૨]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Datta, Amaresh, સંપાદક (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 175. ISBN 978-81-260-1803-1.
  2. Rao, D. S. (2004). Five Decades: The National Academy of Letters, India : A Short History of Sahitya Akademi. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 50. ISBN 978-81-260-2060-7.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]