ભાલચંદ્ર નેમાડે

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભાલચંદ્ર નેમાડે
Bhalachandra Nemade.jpg
જન્મ૧૯૩૮
વ્યવસાયમરાઠી લેખક
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર, જ્ઞાનપીઠ એવોર્ડ, પદ્મશ્રી (સાહિત્ય માટે)

ભાલચંદ્ર વનાજી નેમાડે (भालचंद्र वनाजी नेमाडे) (જન્મ ૧૯૩૮) એક મરાઠી લેખક છે. તેઓ તેમના "હિંદુ" અને "કોસલ" નામના પુસ્તકો માટે જાણીતા છે. આ સિવાય તેમની નવલથા "હિંદુ જગાચી સમૃદ્ધિ અડગળ" પણ જાણીતી છે. આ નવલથા માટે તેમને ૨૦૧૪નો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. [૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશમાં આવેલા સનગાવી ગામમાં થયો હતો. તેમણે પુણેમાં આવેલી ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતક સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે ડેક્કન કોલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અને મુંબઈ વિદ્યાપીઠમાંથી અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે ઉત્તર મરાઠવાડામાંથી પી. એચ.ડી. તથા ડી.લીટ.ની પદવી મેળવી.

લંડનની સ્કુલ ઓફ ઓરિયેન્ટલ એન્ડ સ્ટડીઝ સહિત અન્ય અનેક સંસ્થાઓમાં શ્રી નેમાડેએ અંગ્રેજી, મરાઠી અને સાહિત્ય સમાલોચના જેવા વિષાયો શીખવાડ્યા છે.[સંદર્ભ આપો] મુંબઈ વિદ્યાપીઠની સાહિત્ય સમાલોચન વિભાગની ગુરુદેવ ટાગોર ચેર પરથી તેઓ રિટાયર થયા. નેમાડે ૧૯૬૦ના મરાઠી સામયિક "વાચા"ના તંત્રી રહી ચૂક્યા છે. ૧૯૯૦માં તેમની રચના "ટીકા સ્વયંવર માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[સંદર્ભ આપો] .૬ ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]