પન્નાલાલ પટેલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પન્નાલાલ નાનાલાલ પટેલ
જન્મની વિગત ૭ મે,૧૯૧૨
માંડલી ( જી. ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન )
મૃત્યુની વિગત ૬ એપ્રિલ,૧૯૮૯
અમદાવાદ ગુજરાત
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ પ્રાથમિક - અંગ્રેજી ચાર ધોરણ
વ્યવસાય સાહિત્યકાર, પ્રકાશક
ખિતાબ

૧૯૫૦ - રણજિતરામ સુવર્ણચંદ્રક,

૧૯૮૫ - જ્ઞાનપીઠ એવોર્ડ
ધર્મ હિંદુ
માતા-પિતા - નાનાલાલ પટેલ

પન્નાલાલ નાનાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯) એ ગુજરાતી સાહિત્યકાર છે. તેમને ૧૯૮૫માં જ્ઞાનપીઠ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. [૧]

જીવન[ફેરફાર કરો]

પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં અંગ્રેજી માધ્યમમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. નબળી કૌટુબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી તેમણે એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડીંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮ થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા. તેમની રચના "માનવીની ભવાઈ" માટે ૧૯૮૫ ના વર્ષનો જ્ઞાનપીઠ ઍવોર્ડ તેમને મળ્યો. ૧૯૮૯માં અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેઓ અવસાન પામ્યા.

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ". જ્ઞાનપીઠ વેબસાઇટ.