લખાણ પર જાઓ

માનવીની ભવાઇ

વિકિપીડિયામાંથી
માનવીની ભવાઈ
માનવીની ભવાઇ પુસ્તકનું મુખપૃષ્ઠ
લેખકપન્નાલાલ પટેલ
અનુવાદકવી. વાય. કંટક
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનવલકથા
પ્રકાશકસાહિત્ય અકાદમી (અંગ્રેજી અનુવાદ)
પ્રકાશન તારીખ
૧૯૪૭
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૧૯૯૫
માધ્યમ પ્રકારમુદ્રિત
દશાંશ વર્ગીકરણ
891.473
LC વર્ગPK1859.P28 M3

માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની ૧૯૪૭માં પ્રકાશિત નવલકથા છે, જે ગુજરાતના ૧૮૯૯-૧૯૦૦માં છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા દુષ્કાળ પર આધારિત છે.[] તેમાં કાળુ અને રાજુની પ્રેમકથા તેમજ ગુજરાતના ગામડાઓના ખેડૂતોના દુષ્કર જીવનની કથા છે. ૧૯૯૫માં વી. વાય કંટકે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું.[][] ૧૯૯૩માં આ નવલકથા પરથી આ જ નામનું ચલચિત્ર પણ બન્યું હતું.[]

પાશ્વભૂમિકા

[ફેરફાર કરો]

પન્નાલાલ પટેલે આ નવલકથા ભારતની સ્વતંત્રતાના સમયે માંડલી ગામમાં તેમના નાના ઘરમાં અને તેમના ખેતરમાં લખી હતી.[]

આ નવલકથા વાલા પટેલના પુત્ર કાળુ અને ગાલા પટેલની પુત્રી રાજુની પ્રેમ કથા છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ નસીબજોગે બંનેના લગ્ન અન્ય સાથે નક્કી થાય છે. આ પ્રેમ કથાની સાથે પન્નાલાલ પટેલે ૧૯૦૦ના દાયકામાં પડેલા છપ્પનિયા દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતોના જીવનનું વર્ણન કર્યું છે. નવલકથાનો અંત વરસાદના બિંદુ સાથે થાય છે, જે ભયંકર દુષ્કાળના અંતનું સૂચન કરે છે.[]

'માનવીની ભવાઈ' ગુજરાતી ભાષાની એક મહત્ત્વની અને ધ્યાનપાત્ર નવલકથા છે. લેખકે પોતે આ નવલકથાની બીજી આવૃત્તિમાં લખ્યું હતુ કે રે 'વિવેછક તેમ જ વાચક બેઉને ઠીક ઠીક ગમી છે'. મનુભાઈ પંચોળી 'દર્શક', ઉમાશંકર જોશી, સુન્દરમ્, અનંતરાય રાવળ, ચી. ના. પટેલ, પ્રમોદકુમાર પટેલ વગેરે વિવેચકોએ આ નવલકથાનિ અનેક વિશેષતાઓ દર્શાવીને તેને આવકારી છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ જાનપદી નવલકથા ગણાવાઈ છે અને ગ્રામજીવનની નવલકથાઓ લખતા ગુજરાતી લેખકોએ તેનું અનુકરણ કર્યું છે.[]

આ નવલકથાની આજ સુધીમાં અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે તેમજ વિશ્વવિદ્યાલયોમાઅં ગુજરાતી ભાષા-સાહિત્યના ઉચ્ચ અભ્યાસક્રમોમાં ગુજરાતી જાનપ્દી નવલકથાના પ્રતિનિધિરૂપ નમૂના તરીકે તેમ જ એક અભ્યાસક્ષમ સાહિત્યકૃતિ તરીકે તે વારંવાર નિયુક્ત થતી આવી છે.[]

અનુવાદ અને રૂપાંતરણ

[ફેરફાર કરો]

વી. વાય કંટકે આ નવલકથાને અંગ્રેજીમાં અનુવાદિત કરી હતી, જે સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થઇ હતી. ઉપેન્દ્ર ત્રિવેદી વડે તેનું ચલચિત્ર રૂપાંતરણ કરાયું હતું.[] તેમણે પોતે કાળુનું પાત્ર ભજવ્યું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Yôsepha Mekavāna; Rita Kothari (૨૦૦૪). The Stepchild. Oxford University Press. ISBN 978-0-19-566624-3. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  2. "Re-discovering Shakespeare: An Indian Scrutiny". Pencraft International. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  3. Pannalal Nanalal Patel (૧૯૯૫). Manavini Bhavai. New Delhi: Sahitya Akademi. ISBN 978-81-7201-899-3. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  4. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. London: Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૧૭. ISBN 978-0-313-28778-7. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  5. N. Chakravartty (૧૯૮૯). Mainstream. ૨૭. N. Chakravartty. પૃષ્ઠ ૭–૮. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  6. Broker, Gulabdas. "Pannalal Patel—A Tribute". Indian Literature. New Delhi: Sahitya Akademi. ૨૯ (સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૧૯૮૬): ૧૧-૧૪. JSTOR 23332836.
  7. ૭.૦ ૭.૧ શેખડીવાળા, જશવંત (૨૦૦૬). "માનવીની ભવાઈ". માં દાવલપુરા, બાબુ; વેદ, નરેશ (સંપાદકો). ગુજરાતી કથાવિશ્વ: નવલકથા (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૪૧.
  8. Bureau, Zee Media (૪ જાન્યુઆરી ૨૦૧૫). "Gujarati actor Upendra Trivedi passes away, PM Modi condoles death". Zee News. મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
  9. "માનવીની ભવાઈના "કાળુ"ની અલવિદા ઇડરના કુકડીયાએ રતન ખોયું, શોકસભા". દિવ્ય ભાસ્કર. ૫ જાન્યુારી ૨૦૧૫. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]