રાજુ

વિકિપીડિયામાંથી

રાજુપન્નાલાલ પટેલ કૃત નવલકથા માનવીની ભવાઇની નાયિકા તરીકે આવતું પાત્ર છે. કથાનાયક કાળુ સાથે લગ્ન ન થઈ શકવાથી તે બીજે પરણે છે, અને પોતાના બિમાર પતિ અને એની દરિદ્રતાને સતત સહન કરતી રાજુ ભયંકર દુકાળના સમયે કાળુને પ્રોત્સાહન પુરું પાડે છે, અને કાળુની મરણતોલ હાલતમાં એનું જીવનદાન બને છે.[૧]

પાત્રપરિચય[ફેરફાર કરો]

નાનપણથી રાજુની સગાઈ કથાનાયક કાળુ સાથે થયેલી છે. પરંતુ માલી ડોશી, રણછોડ, નાનિયા જેવા કપટી સગાઓ દ્વારા કપટ કરીને કાળુ-રાજુની સગાઈ તોડવામાં આવે છે.[૨]

આવકાર[ફેરફાર કરો]

વિવેચક ભરત ના. ભટ્ટે રાજુના પાત્રને 'ગુજરાતી નવલકથાની નાયિકાઓનું નરવું શૃંગ' તરીકે ઓળખાવ્યું છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૫૧૩. OCLC 26636333.
  2. પારેખ, યોગેન્દ્ર (૨૦૨૦). નવલકથાનું સ્વરૂપ, MGT-01: માસ્ટર ઑફ આર્ટસ્ - ગુજરાતી, નવલકથાનું સ્વરૂપ, એકમ ૪: માનવીની ભવાઇ: એક અધ્યયન. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પૃષ્ઠ ૩૪–૩૬. ISBN 978-93-89456-37-0.
  3. ભટ્ટ, ભરત ના. (૨૦૦૮). "ગુજરાતી નવલકથાની નાયિકાઓનું નરવું શૃંગ". માં ચૌધરી, રઘુવીર; દવે, રમેશ ર. (સંપાદકો). પન્નાલાલનું પ્રદાન (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૬૭–૧૮૨. OCLC 24870863.