માનવીની ભવાઈ (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
માનવીની ભવાઈ
દિગ્દર્શકઉપેન્દ્ર ત્રિવેદી
આધારીતપન્નાલાલ પટેલ કૃત માનવીની ભવાઇ
નિર્માતા
  • આશિષ ત્રિવેદી
  • ઉપેન્દ્ર ત્રિવેદી
કલાકારો
સંપાદનઆઈ. એન. કનુ
સંગીતગૌરાંગ વ્યાસ
રજૂઆત તારીખ
૧૯૯૩
અવધિ
૧૫૧ મિનિટ્સ
દેશભારત
ભાષાગુજરાતી

માનવીની ભવાઈ એ ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત થયેલું ગુજરાતી ચલચિત્ર છે. ૧૯૯૩માં પ્રદર્શિત આ ચલચિત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અનુરાધા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ઉપેન્દ્ર ત્રિવેદી અને આશિષ ત્રિવેદીએ કર્યું હતું. ભારતીય લેખક પન્નાલાલ પટેલે લખેલી નવલકથા પર આધારિત આ ફિલ્મમાં કાળુ (ત્રિવેદી) અને રાજુ (પટેલ)ની પ્રેમકથા છે, જે ઉત્તર ગુજરાતના ગ્રામીણ વાતાવરણની પૃષ્ઠભૂમિ ધરાવે છે.[૧] [૨]

કલાકાર[ફેરફાર કરો]

કથાવસ્તુ[ફેરફાર કરો]

આ ફિલ્મમાં ૧૮૯૯-૧૯૦૦ના દુષ્કાળ દરમિયાન જીવિત રહેવા માટે ખેડૂતની કથા અને તેમના અસ્તિત્વના સંગર્ષની કથા વર્ણવવામાં આવી છે. દુષ્કાળની પૃષ્ઠભૂમિ સાથે તેમાં કાળુ (ત્રિવેદી) અને રાજુ (પટેલ) વચ્ચેની પ્રેમકથા દર્શાવવામાં આવી છે.

પુરસ્કાર[ફેરફાર કરો]

આ ફિલ્મને ૪૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતીમાં શ્રેષ્ઠ ચલચિત્રનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. નિર્માતા આશિષ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીને રજત કમલ અને ૨૦,૦૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતતો, જ્યારે દિગ્દર્શક ઉપેન્દ્ર ત્રિવેદીને રજત કમલ અને ૨૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. નાયકની નજરે ગ્રામજનોના દુષ્કાળગ્રસ્ત જીવનને દર્શાવવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. [૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. 41st National Film Festival (PDF). 1994. પૃષ્ઠ 189.
  2. Bibekananda Ray; Naveen Joshi (2005). Conscience of the Race: India's Offbeat Cinema (અંગ્રેજીમાં). Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ 141. ISBN 978-81-230-1298-8.
  3. 41st National Film Festival (PDF). 1994. પૃષ્ઠ 74.

બાહ્ય કડી[ફેરફાર કરો]