અખા ભગત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અમદાવાદના કોટ વિસ્તારમાં અખાનું પૂતળું

અખા ભગત મુખ્યત્વે અખો (૧૫૯૧-૧૬૫૬) ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.

જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

સર્જન[ફેરફાર કરો]

છપ્પા[ફેરફાર કરો]

આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે.[૧] જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.

દોષનિવારક અંગવર્ગ

 • વેષનિંદા અંગ
 • આભડછેટનિંદા અંગ
 • શ્થુળદોષ અંગ
 • પ્રપંચ અંગ
 • ચાનક અંગ
 • સુક્ષ્મદોષ અંગ
 • ભાષા અંગ
 • ખળજ્ઞાની અંગ
 • જડભક્તિ અંગ
 • સગુણભક્તિ અંગ
 • દંભભક્તિ અંગ
 • જ્ઞાનદગ્ધ અંગ
 • દશવિધજ્ઞાની અંગ
 • વિભ્રમ અંગ
 • કુટફળ અંગ

ગુણગ્રાહક અંગવર્ગ

 • ગુરુ અંગ
 • સહજ અંગ
 • કવિ અંગ
 • વૈરાગ્ય અંગ
 • વિચાર અંગ
 • ક્ષમા અંગ
 • તીર્થ અંગ
 • સ્વાતીત અંગ
 • ચેતના અંગ
 • કૃપા અંગ
 • ધીરજ અંગ
 • ભક્તિ અંગ
 • સંત અંગ

સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ

 • માયા અંગ
 • સૂઝ અંગ
 • મહાલક્ષ અંગ
 • વિશ્વરૂપ અંગ
 • સ્વભાવ અંગ
 • જ્ઞાની અંગ
 • જીવ ઇશ્વર અંગ
 • આત્મલક્ષ અંગ
 • વેષવિચાર અંગ
 • જીવ અંગ
 • વેદ અંગ
 • અજ્ઞાન અંગ
 • મુક્તિ અંગ
 • આત્મા અંગ

ફલપ્રતિપાદક અંગવર્ગ

 • પ્રાપ્તિ અંગ
 • પ્રતીતિ અંગ

જાણીતી રચનાઓ[ફેરફાર કરો]

 • પંચીકરણ
 • અખેગીતા
 • ચિત્ત વિચાર સંવાદ
 • ગુરૂ શિષ્ય સંવાદ
 • અનુભવ બિંદુ
 • બ્રહ્મલીલા
 • કૈવલ્યગીતા
 • સંતપ્રિયા
 • અખાના છપ્પા
 • અખાના પદ
 • અખાજીના સોરઠા

સંદર્ભ[ફેરફાર કરો]

 • "અખાની વાણી" (૨ ed.). સસ્તુ સાહિત્ય મુદ્રણાલય, ભિક્ષુ અખંડાનંદજી. ૧૯૨૪. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં અખા ભગતને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.