કવિ
Appearance
Occupation | |
---|---|
Names | કવિ |
Activity sectors | સાહિત્યિક |
Description | |
Competencies | લખાણ |
કવિતા એટલે કે પદ્યની રચના કરનાર વ્યક્તિને કવિ તરીકે ઓળખવામાં આવે છે. કવિઓ કવિતાની રચના સામાન્ય કરતાં વિશેષ, વિસ્તૃત અને રસમય શબ્દો વડે કરતા હોય છે. આ રચનાઓ અલંકાર અને છંદ વડે સજ્જ હોય છે. જો કે વર્તમાન સમયમાં છંદ કે પ્રાસ વગર પણ કવિતાઓ લખવામાં આવે છે, જેને અછાંદસ રચના કહેવામાં આવે છે.
ભારતીય ઉપખંડમાં વાલ્મીકિએ રામાયણ તથા વેદવ્યાસે મહાભારત જેવાં મહાકાવ્યોના દળદાર ગ્રંથોની રચના કરી હતી.
ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા તેમ જ મીરાં બાઈ જેવા આદ્યકવિઓથી લઇને વર્તમાન સમય સુધીમાં અનેક કવિઓએ ગુજરાતી પદ્યમાં પોતાની રચનાઓનું યોગદાન આપ્યું છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |