ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાંત શેઠ | |
---|---|
![]() ચંદ્રકાંત શેઠ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯. | |
જન્મ | ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ કાલોલ, પંચમહાલ જિલ્લો, ગુજરાત |
ઉપનામ | આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ |
વ્યવસાય | કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
માતૃ શિક્ષણ સંસ્થા | |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | મુદ્રિકાબેન |
સહી | ![]() |
ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ (૩ ફેબ્રુઆરી ૧૯૩૮) ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે. ૧૯૮૬માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૧]
જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો. તેમના કુટુંબનું મૂળ ગામ ખેડાનું ઠાસરા ગામ છે. ૧૯૫૪માં તેમણે મેટ્રિક, ૧૯૫૮માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૭૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. કર્યું, જેનો વિષય ઉમાશંકર જોશી હતો.[૨]
૧૯૬૧-૬૨ દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા. તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય છે.[૨]
રચનાઓ[ફેરફાર કરો]
- કવિતા - પવન રૂપેરી, ઊઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર
- નાટક - સ્વપ્નપિંજર
- નિબંધ - નંદસામવેદી
- વિવેચન - રામનારાયણ વિ. પાઠક, કાવ્યપ્રત્યક્ષ, અર્થાન્તર ન્યાય
- વર્ણન - ધૂળમાંની પગલીઓ
- ચરિત્ર - ચહેરા ભીતર ચહેરા
- સંશોધન - ગુજરાતીમાં વિરામચિહ્ન
- અનુવાદ - પંડિત ભાતખંડે, મલયાલમ સાહિત્યની રૂપરેખા
- સંપાદન - સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દાંમ્પત્ય મંગલ
સન્માન[ફેરફાર કરો]
- કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
- નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૩)
- રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૮૫)
- ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (૧૯૮૪-૮૫)
- સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)[૧]
- ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૮૬)
- નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૦૫)
- સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૬)
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ ગાડિત, જયંત (૧૯૯૦). "શેઠ ચંદ્રકાંત ત્રિકમલાલ". માં ટોપીવાળા, ચંદ્રકાન્ત (સંપાદક). ગુજરાતી સાહિત્ય કોશ. ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૬૦૩.
- ↑ ૨.૦ ૨.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૬૯–૭૬. ISBN 978-93-5108-247-7.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
