રાજેન્દ્ર શુક્લ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કવિવર રાજેન્દ્ર શુક્લ ગુજરાતી ભાષાના પ્રમુખ કવિ અને ગઝલકાર છે. ૧૯૬૦ પછી આધુનિક ગુજરાતી ગઝલની રૂપરેખા આપનારા અગ્રણી ગઝલકારોમાંના એક એવાં શ્રી રાજેન્દ્ર શુક્લ વિષે વધુ માહિતી એમના અંગત વેબ-પેજ રાજેન્દ્ર શુક્લ.કોમ પરથી મેળવી શકાશે.


સવિશેષ પરિચય[ફેરફાર કરો]

શુકલ રાજેન્દ્ર અનંતરાય (૧૨-૧૦-૧૯૪૨) : કવિ. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. માધ્યમિક શિક્ષણ વતનમાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ. એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮1નું ઉમા-સ્નેહારશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો માટે શાળાહીન તાલીમનો પ્રયોગ.


એમના કાવ્યસંગ્રહો ‘કોમલ રિષભ’ (૧૯૭૦) અને ‘અંતર ગંધાર’ (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ, તત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવનો તેમ જ કલાન્તિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે. કૃતિનિર્મિતિમાં ઝીણું નકશીકામ કરવાનો કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિસંવિત્ નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. (-હેમન્ત દેસાઈ)

સ્પર્ધા[ફેરફાર કરો]

રાજેન્દ્ર શુક્લ

જન્મ:૧૨-૧૦-૧૯૪૨ પિતા:અનંતરાય શુક્લ માતા:વિદ્યાબહેન અનંતરાય શુક્લ શિક્ષણ:એમ.એ.(સંસ્કૃત) પારિતોષિક:૧૯૮૦-૮૧ નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક,૨૦૦૫-૦૬ માં સાહિત્ય અકાદમી પુરસ્કાર,૨૦૦૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક,નરસિંહ મહેતા એવોર્ડ,કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક.

કર્તા પરિચય:

રાજેન્દ્ર અનંતરાય શુક્લ:-ગઝલકાર આધ્યાત્મ કવિ.વતન જુનાગઢ નું બાંટવા ગામ.માધ્યમિક શિક્ષણ જુનાગઢ જિલ્લા ના બાંટવા ગામે.ઇ.સ. ૧૯૬૫ માં અમદાવાદ ની એલ.ડી. આર્ટસ કૉલૅજ્માંથી સંસ્કૃત પ્રાકૃત વિષયો સાથે બી.એ. પુરુ કર્યુ. ઇ.સ. ૧૯૬૭ માં એ જ વિષયો સાથે એમ.એ. પુરુ કર્યુ.૧૯૮૨ સુધી વિવિધ કૉલૅજોમાં અધ્યાપન કાર્ય કર્યુ.તેમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો લખ્યા છે.પરંતુ તેમની વિશેષ સિધ્ધિ ગઝલમાં છે. આધુનિક જ્ગત નો પૂરેપૂરો પરિવેશ આ કવિ પાસે છે.પણ એમનું માનસ, એમનું કવિ સંવિતનર્યુ ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે, તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી પરંપરાઓની સમૃધ્ધ ભુમિકા સાંપડી છે.એમની આજ સુધીની કાવ્યયાત્રા ગઝલસંહિતા માં પાંચ ભાગમાં ગ્રંથસ્થ છે.

સોરઠ માં જન્મેલા અને ગિરનારની ગોદ માં ઊછરેલા આ કવિ ના સર્જક વ્યક્તિત્વ ઘડવામાં જૂનાગઢ,ગિરનાર અને નરસિંહ્ સાથે ના ભાવાત્મક અનુસંધાનોનો નોંધપાત્ર ફાળો છે. અહીં એમણે 'મંગળવારિયુ'અને 'મિલન' સંસ્થાના નેજા હેઠળ થતી કાવ્યપ્રવૃતિ ઉપકારક નિવડી.સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપક તરીકે તેમણે છેલ્લે દાહોદમાં તેમણે અને તેમના પત્ની નયનાબેન જાની એ નવા પ્રયોગ કરવાનું નક્કી કરી નોકરીમાંથી સ્વૈછિક નિવૃત્તિ લીધી.તેમના બે બાળકોને પરંપરાગત શાળા-કોલૅજોનું શિક્ષણ આપ્યા વિના શિક્ષિત કરવાના પ્રયોગરુપે આ દંપતિ એ તેમની સાથે અમદાવાદ માં વસવાત્ સ્વીકાર્યો.

રાજેન્દ્ર શુક્લ માત્ર ૨૦ વર્ષની વયે ઇ.સ. ૧૯૬૨માં એમનું પ્રથમ કાવ્ય 'કુમાર' માં પ્રગટ થયુ અને ગુજરાતની એક સ્વતંત્ર સર્ગશક્તિવાળા યુવા સર્જકનો પરિચય થયો. એમનુ પ્રથમ કાવ્ય 'કોમલ રિષભ' ઇ.સ. ૧૯૭૦ માં પ્રકાશિત થયો.ઇ.સ. ૧૯૭૨ માં સ્વવાચકતાની શોધરુપે બીજા કાવ્યો મળ્યાં અને ઇ.સ.૧૯૮૧ માં 'અંતરગાંધાર' સંગ્રહ મળ્યો.ત્યાર બાદ એમનું સાતત્યપુર્ણ રીતે ચાલતુ રહ્યું.રાજેન્દ્ર શુક્લ ની ગઝલ એટલે ઉર્દુ,ગુજરાતી અને સંસ્કૃતનો મધુર સમન્વય. જો કે ગીત અને છંદોબધ્ધ તેમજ અછાંદસ રચનાઓમં પણ તેમણે ઊંચું ગજું દાખવ્યું છે.તેમની ભાષા પ્રાસાદિક અને ઊંચીં કોટીની છે. તેમની કવિતા માં મનુષ્ય ને રસથી ચાહવાની વૃત્તિ અને સાહિત્ય ઉપરાંત ઇતિહાસ,ફિલસૂફી વગેરે ના અધ્યયનથી કેળવાયેલી એમની કવિની સજ્જતા જોઇ છે.કૃતિમાં ઝીણું નક્શીકામ કરવાના એમના કલા-કસબ ને લીધે એમની કવિતામં તાજ્ગીસભર લાગે છે.

એમના પ્રથમ કાવ્યસંગ્રહ 'કોમલ રિષભ'ને રમેશ પારેખ ના 'ક્યાં' સંગ્રહ સાથે સંયુક્તરુપે ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું.આ સંગ્રહને ઇ.સ.૧૯૮૦-૮૧મં 'કવિ શ્રી ન્હાનાલાલ' પારિતોષિક પણ મળ્યું.બીજો સંગ્રહ 'આંતરગાંધાર' પણ ગુજરત સરકાર દ્વારા પુરસ્કૃત થયો.આ ઉપરાંત આઇ.એન.ટી. દ્વારા તેમણે 'કલાપી એવોર્ડ'(૨૦૦૧) પણ પ્રાપ્ત થયો. પુજ્ય મોરારિબાપુ પ્રેરિત 'આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ્'(૨૦૦૬) વિભૂષિત થાય છે.આ કજ વર્ષે તેમને ગુજરાત સાહિત્યસભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરી સમુચિત્ત ગૉરવ કરવામાં આવ્યું.એમના પ્રયોગોની આપણિ પરંપરા ની સમૃધ્ધ ભૂમિકા સાંપડી છે.અભિવ્યક્તિ અને અનૂભૂતિની દ્રષ્ટિએ એમની ગઝલો વિદ્વદ્ ભોગ્ય તેમજ સહજબોધગમ્ય પણ છે.

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ ની ગઝલો:

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં, તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું, હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની, રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો, હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

- રાજેન્દ્ર શુકલ

એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે, ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.

ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું, વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.

ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા, ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.

અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે, કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.

- રાજેન્દ્ર શુકલા


કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ ની કવિતા:

ઈચ્છાની આપમેળ

ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી, બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી, કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.

કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી, ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.

કરતાઅકરતાબંને છે, ને નથી કશું યે, વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.

અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું, કેવો ગતકડું એનું ખુશ થાય છે નીહાળી.

- રાજેન્દ્ર શુકલા

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ ની પત્રસંવેદના:

દૂર સાગરમાં અવશ સરતા, સખી ! પત્રનાં તરણે અમે તરતા, સખી !

આમ તો ખાલી બધું તારા વિના, પત્રથી પળને અમે ભરતા, સખી !

હર સવારે ફૂલ ખીલે જે કશાં, પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી રાતે જગત ઊંઘે તદા - પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને આધાર ટકતો પ્રાણ આ, પત્રમાં પાછો તને ધરતા, સખી !

- રાજેન્દ્ર શુક્લ

૨ જૂન, ૨૦૦૭ના રોજ ગુજરાત સાહિત્યસભા તરફથી અમદાવાદના ભાઈકાકા હોલમાં કવિ શ્રી રાજેન્દ્ર શુક્લને ઈ.સ.૨૦૦૬નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો.તે વેળાએ કવિ કહે છે કે,

કર્યું તો કશું જ નથી

જે કઈ થયું તે થાય છે

કર્યું કશુંજ નથી

આ અહીં પહોંચ્યા પછી

એટલું સમજાય છે

કોઈ કંઈ કરતું નથી

આ બધું તો થાય છે

રાજેન્દ્રભાઈનું પૈતૃક વતન વઢવાણ અને બાંટવા એ એમનું મોસાળ.એમનો ઉછેર અને ભણવાનું મોટાભાગે બાંટવા અને જૂનાગઢમાં થયું. સોરઠમાં જન્મેલા અને ગરવ ગિરનારની ગોદમાં ઉછરેલા રાજેન્દ્રભાઈના ઘડતરમાં જૂનાગઢ, ગિરનાર અને નરસિંહ મહેતાની નોધપાત્ર અસર રહી છે. જૂનાગઢમાં રાજેન્દ્રભાઈને પ્રિન્સિપાલ તખ્તસિંહ પરમાર ગુરૂ જેવા મળ્યા. વળી તેઓ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’, પાજોદ દરબાર, કવિશ્રી રુસ્વા મઝલૂમી જેવા સર્જકોના સંપર્કમાં આવ્યા. મંગળવારિયું અને મિલન જેવી સંસ્થા દ્વારા થતી કાવ્યપ્રવૃત્તિનો એમને લાભ મળ્યો.

(-શુક્લ પ્રિતેશ)