માધવ રામાનુજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માધવ રામાનુજ
Madhav ramanuj.jpg
માધવ રામાનુજ ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, એપ્રીલ ૨૦૧૫
જન્મનું નામમાધવ ઓધવદાસ રામાનુજ
જન્મમાધવ ઓધવદાસ રામાનુજ
૨૨ એપ્રિલ ૧૯૪૫
પચ્છમ, અમદાવાદ
વ્યવસાયકવિ, લેખક, ચિત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણડિપ્લોમા ઇન આર્ટ્સ
શિક્ષણ સંસ્થાશેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
મુખ્ય રચનાઓ
  • તમે (૧૯૭૨)
  • અનહદનું એકાંત (૨૦૧૩)
  • સુર્યપુરુષ (૧૯૯૭, ૧૯૯૯)
મુખ્ય પુરસ્કારો
જીવનસાથીલલિતા
સંતાનોદિપ્તી[૨], નેહા[૩]

સહી
વેબસાઇટ
madhavramanuj.com

માધવ ઓધવદાસ રામાનુજ (૨૨ એપ્રિલ, ૧૯૪૫) ગુજરાતી કવિ અને ચિત્રકાર છે.[૪]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો. ૧૯૭૩માં તેમણે અમદાવાદની સી.એન. કૉલેજ ઑફ ફાઈન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટની પદવી મેળવી હતી. ૧૯૬૯માં અખંડ આનંદ સામયિકના તંત્રીવિભાગમાં, ૧૯૬૯ થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન-માસિકપત્રિકાના સંપાદનવિભાગમાં અને ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી બજાવી. ૧૯૭૩ થી તેઓ સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સીપાલ તરીકે નિવૃત્ત થયા.

સર્જન[ફેરફાર કરો]

નેવું ઉપરાંત કાવ્યરચનાઓનાં સંગ્રહ તેમ (૧૯૭૨)માં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવો તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની રજૂઆત થયેલી છે. ઉપરાંત સૉનેટ, ગઝલ, અછાંદસ, મુક્તક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે. અક્ષરનું એકાંત (૧૯૯૭) અને અનહદનું એકાંત (૨૦૧૩) એમના અન્ય કાવ્યસંગ્રહો છે. પિંજરની આરપાર (૧૯૯૦) અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રૂબિન ડેવિડની આત્મકથનાત્મક નવલકથા છે. સુર્યપુરુષ (૧૯૯૭, ૧૯૯૯) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવન આધારિત નવલકથા છે.

તેમણે પીઠી પીળી ને રંગ રાતો (૧૯૭૪) અને દેરાણી જેઠાણી (૧૯૯૯) ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા જેને રાજ્ય સરકારના પુરસ્કારો મળ્યા હતા.[૫]

રાગ-વૈરાગ (૨૦૦૦) અને અક્ષરનું અમૃત તેમના દ્વારા લિખિત નાટકો છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Madhav Ramanuj gets Guj Gaurav Puraskar". DNA. ૧૩ જૂન ૨૦૧૬. Retrieved ૧૪ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (help)
  2. "મારા વિશે". માધવ રામાનુજ – The official website of Madhav Ramanuj. ૫ ઓક્ટોબર ૨૦૧૦. Retrieved ૧૪ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (help)
  3. "Noted writer Madhav Ramanuj's daughter commits suicide". Indian Express. Retrieved ૧૪ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate= (help)
  4. "Noted Gujarati writer Madhav Ramanuj gets Sahitya Academy award". The Indian Express. ૭ જૂન ૨૦૧૬. Retrieved ૧૪ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (help)
  5. ૫.૦ ૫.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. pp. ૧૧૫–૧૧૬. ISBN 978-93-5108-247-7. Check date values in: |year= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]