રૂબિન ડેવિડ
રૂબિન ડેવિડ | |
---|---|
જન્મ | ૧૯૧૨ અમદાવાદ |
મૃત્યુ | ૨૪ માર્ચ ૧૯૮૯ અમદાવાદ |
આ કારણે જાણીતા | કાંકરિયા પ્રાણી સંગ્રહાલય |
રૂબિન ડેવિડ (૧૯ સપ્ટેમ્બર ૧૯૧૨[૧] - ૨૪ માર્ચ ૧૯૮૯) એ ભારતીય પ્રાણીવિદ્દ અને કાંકરિયા તળાવ, અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમ જ બાલવાટિકાના સ્થાપક હતા.[૨][૩]
તેઓ પશુપંખી પ્રેમી એવા પર્યાવરણવિદ્ હતા. ઈ. સ. ૧૯૭૫માં કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે કરેલ યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૪] એમણે નિવૃત્ત થયા પછી પણ એમના પૂર્ણ સમયની સેવાનો લાભ સંગ્રહાલયને આપ્યો હતો. એમનાં પત્ની સારાહ શિક્ષક હતાં તેમ જ એમનાં પુત્રી એસ્થર ડેવિડ ગુજરાતી યહૂદી સાહિત્યકાર છે.
તેઓએ કેટલાંક જંગલી પ્રાણીઓને પકડ્યાં પણ હતાં. તેઓ આ પ્રકારનાં બચાવ-કાર્ય દરમ્યાન બેભાન કરવાની દવા કે ઇંજેક્શન આપવાનું પણ ટાળતા.[૫] તેઓ વધારે વય હોવા છતાં પ્રાણીઓ સાથેના સતત સહવાસના કારણે ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા અને અંતે એમનું ૨૪ માર્ચ, ૧૯૮૯ના રોજ અવસાન થયું હતું.
પુસ્તકો[ફેરફાર કરો]
- માધવ રામાનુજ (૧૯૯૦). પિંજરની આરપાર. Check date values in:
|year=
(મદદ) - રૂબિન ડેવિડનું જીવનવૃત્તાંત.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Reuben David (1912 -1989) - Esther David". Esther David (અંગ્રેજી માં). Retrieved ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Ahmedabad zoo architect Reuben David remembered on 100th birth anniversary". indianexpress.com.
- ↑ "The Zoo on the Road to Nablus". google.com.
- ↑ News, TNN (૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "World hailed his experiments at zoo". The Times of India. Retrieved ૮ ઓક્ટોબર ૨૦૧૨. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ "અમદાવાદ હજુ રૂબિનને ભૂલ્યું નથી!". દિવ્ય ભાસ્કર. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨. Retrieved ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in:
|access-date=, |date=
(મદદ)
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |