કવિશ્વર દલપતરામ એવોર્ડ

વિકિપીડિયામાંથી
કવિશ્વર દલપતરામ એવોર્ડ
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૨૦૧૦
પ્રથમ પુરસ્કાર ૨૦૧૦
અંતિમ પુરસ્કાર ૨૦૨૧
કુલ પુરસ્કાર ૧૨
પુરસ્કાર આપનાર વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ
રોકડ પુરસ્કાર ૨૫૦૦૦
વર્ણન ગુજરાતી કવિતામાં નોંધપાત્ર યોગદાન બદલ અપાતું સાહિત્યિક સન્માન.
પ્રથમ વિજેતા નલિન રાવળ
અંતિમ વિજેતા રાજેશ વ્યાસ


કવિશ્વર દલપતરામ એવોર્ડ એ વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ, વઢવાણ દ્વારા આપવામાં આવતું સાહિત્યિક સન્માન છે. ગુજરાતી કવિતામાં નોંધપાત્ર યોગદાન બદલ ૨૦૧૦થી દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે.

વર્ધમાન વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ એવોર્ડનું નામ ગુજરાતી ભાષાના જાણીતા કવિ દલપતરામના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં એક શાલ, શિલ્ડ અને પચ્ચીસ હજાર રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.[૧]

કવિશ્વર દલપતરામ એવોર્ડ વિજેતાઓ[ફેરફાર કરો]

૨૦૧૦થી અપાતો કવિશ્વર દલપતરામ એવોર્ડ નીચે મુજબના કવિઓને પ્રદાન કરવામાં આવેલ છે :[૨]

વર્ષ પુરસ્કાર વિજેતા
૨૦૧૦ નલિન રાવળ
૨૦૧૧ ભાનુપ્રસાદ પંડ્યા
૨૦૧૨ હરિકૃષ્ણ પાઠક
૨૦૧૩ વિનોદ જોશી
૨૦૧૪ હર્ષદ ત્રિવેદી
૨૦૧૫ રમેશ આચાર્ય
૨૦૧૬ નયન દેસાઈ[૩]
૨૦૧૭ જયેન્દ્ર શેખડીવાળા
૨૦૧૮ પ્રફુલ પંડ્યા
૨૦૧૯ જવાહર બક્ષી[૪]
૨૦૨૦ એસ. એસ. રાહી[૪]
૨૦૨૧ રાજેશ વ્યાસ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dalpatram Poetry Award, Surendranagar, Gujarat". Capture The Soul. મેળવેલ 2016-04-14.
  2. બ્રહ્મભટ્ટા, પ્રસાદ (2014). આધુનિક ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (આધુનિક અને અનુઆધુનિક). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. ISBN 978-93-5108-247-7.
  3. "કવિશ્વર દલપતરામ સાતમો એવોર્ડ પૂ. મોરારીબાપુ આપશે- m.divyabhaskar.co.in". Divya Bhaskar. મેળવેલ 2016-04-14.
  4. ૪.૦ ૪.૧ "2019 અને 2020ના કવિશ્વર દલપતરામ એવોર્ડ જાહેર". divyabhaskar. 2018-12-23. મેળવેલ 2018-12-27.