દલપતરામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
દલપતરામ
Kavi Dalpatram.JPG
કવિ દલપતરામનું બાવલું, તેમનાં સ્મારક નજીક.
જન્મની વિગત ૨૧ જાન્યુઆરી, ૧૮૨૦
વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત.
મૃત્યુની વિગત ૨૫ માર્ચ, ૧૮૯૮
અમદાવાદ, ગુજરાત, ભારત.
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ

સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ

સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ
વ્યવસાય

ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી
૧૮૫૫- બુદ્ધિપ્રકાશ નું સંપાદન

૧૮૫૮- ‘હોપ’ વાંચનમાળાની કામગીરીમાં મદદ
ખિતાબ બ્રિટિશ સરકાર તરફથી સી. આઇ. ઇ. ઇલ્કાબ
ધર્મ શ્રીમાળી બ્રાહ્મણ હિંદુ
સંતાન નાનાલાલ કવિ
માતા-પિતા -,ડાહ્યાભાઈ


ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારકોમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈનું નામ અગ્રગણ્યોમાં છે. સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં ઇ.સ. ૧૮૨૦ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે તેમનો જન્મ થયો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું ને ત્યાં સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.

કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.

અભ્યાસ[ફેરફાર કરો]

 • સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
 • સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ

વ્યવસાય[ફેરફાર કરો]

 • ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
 • ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
 • ૧૮૫૫- બુદ્ધિપ્રકાશ નું સંપાદન
 • ૧૮૫૮- ‘હોપ’ વાંચનમાળાની કામગીરીમાં મદદ

પ્રદાન[ફેરફાર કરો]

 • કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

મૂખ્ય કૃતિઓ[ફેરફાર કરો]

 • કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્
 • નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
 • નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી
 • વ્રજભાષામાં - વ્રજ ચાતુરી
 • વ્યાકરણ – દલપત પિંગળ

સન્માન[ફેરફાર કરો]

 • બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ


વિકિસ્રોત
વિકિસ્રોતમાં દલપતરામને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.