નયન દેસાઈ
નયન દેસાઈ | |
---|---|
નયન દેસાઈ, સુરત ખાતે, ઓગસ્ટ ૨૦૨૩ | |
જન્મ | નયન હર્ષદરાય દેસાઈ 22 February 1946 કઠોદરા, સુરત, ગુજરાત |
મૃત્યુ | 12 October 2023 | (ઉંમર 77)
વ્યવસાય | કવિ |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સમયગાળો | અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય |
લેખન પ્રકારો | ગઝલ, ગીત |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | શશી (લ. 1990) |
નયન દેસાઈ (જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬ – ૧૨ ઓક્ટોબર ૨૦૨૩) એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ હતા. [૧] તેમની નોંધપાત્ર કૃતિમાં માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો (૧૯૭૯), મુકામ પોસ્ટ માણસ (૧૯૮૩) અને ધૂપ કા સાયા ( ઉર્દૂ ગઝલસંગ્રહ ) સામેલ છે. તેમને ૨૦૧૩માં કલાપી એવોર્ડ અને ૨૦૧૬માં કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થયો હતો. (અવસાન ૧૨ ઓક્ટોબર 2023)
જીવનપરિચય
[ફેરફાર કરો]દેસાઈનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ સુરત જિલ્લાના કઠોદરામાં હર્ષદરાય અને ઇન્દુમતીબેનને ત્યાં થયો હતો.[૨] તેમનો પરિવાર મૂળ વાલોડનો વતની હતો. ૧૯૬૫માં એસ.એસ.સી. પૂર્ણ કર્યા પછી, તેમણે ૧૪ વર્ષ હીરાની ફેક્ટરીમાં કામ કર્યું. ૧૯૮૦માં તેઓ ગુજરાત મિત્ર નામના ગુજરાતી દૈનિકમાં ઉપ-સંપાદક તરીકે જોડાયા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે.[૩]
તેમના લગ્ન ૧૯૯૦માં શશી સાથે થયા હતા.[૨] ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.[૪]
સર્જન
[ફેરફાર કરો]તેમના પ્રથમ કાવ્યસંગ્રહ માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો (૧૯૭૯) માં ૫૮ કવિતાઓ છે જેમાં મોટે ભાગે ગઝલ અને કેટલાક ગીતો છે. તેમના બીજા સંગ્રહ મુકામ પોસ્ટ માણસ (૧૯૮૨)માં ૫૬ કવિતાઓ છે. આ બે સંગ્રહો પ્રાયોગિક છે અને તેમાં વિવિધતા સામેલ છે. આ કવિતાઓ એકલતા અને આધુનિક મનુષ્યના અલગાવને વ્યક્ત કરે છે. વેદના પીડિત વ્યક્તિ તેમની કવિતાનું હાર્દ છે. આંગળી વાઢીને મોકલું (૧૯૮૪), અનુષ્ઠાન અને સમંદર બાજ માણસ તેમના અન્ય પ્રકાશિત સંગ્રહો છે. આ બધા જ સંગ્રહ નયનના મોતી (૨૦૦૫) તરીકે સંગ્રહિત અને પ્રકાશિત થયા છે. ધૂપ કા સાયા તેમનો ઉર્દૂ ગઝલસંગ્રહ છે.<ref name="અ.ગુ.સા.ઇ.">
ઉપલબ્ધિ
[ફેરફાર કરો]તેમના સંગ્રહ મુકામ પોસ્ટ માણસ (૧૯૮૨)ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અને ધૂપ કા સાયાને ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરાયા હતા.[૩] ભારતીય ગીત કવિતામાં નોંધપાત્ર પ્રદાન બદલ તેમને ૨૦૧૩માં ભારતીય રાષ્ટ્રીય રંગમંચ દ્વારા કલાપી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી કવિતામાં તેમના યોગદાન બદલ તેમને ૨૦૧૬માં કવિશ્વર દલપતરામ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Datta, Amaresh (2016-06-23). "Encyclopaedia of Indian Literature". Google Books. મેળવેલ 2016-07-14.
- ↑ ૨.૦ ૨.૧ શર્મા, રાધેશ્યામ (1999). સાક્ષરનો સાક્ષાત્કાર : ૩. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 175–181.
- ↑ ૩.૦ ૩.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ 124–125. ISBN 978-93-5108-247-7.
- ↑ "દુ:ખદ: દિગ્ગજ કવિ અને ગઝલકાર નયન હ. દેસાઇની ચિરવિદાય". દિવ્ય ભાસ્કર. 13 October 2023. મેળવેલ 7 November 2023.
બાહ્ય કડી
[ફેરફાર કરો]- નયન દેસાઈ ગુજલિટ પર.